________________
તત્ત્વાર્થ સૂત્ર
૩૫૨
ક૨વાનો ન હોત તો જે લક્ષણ બતાવ્યું તે ન બતાવતા આટલું જ સૂત્ર કહેત... ‘તવ્યયં નિત્યમ્' ‘સત્તું નાશ નહીં પામવું તે નિત્યતા છે. આવી નિત્યતા સૂત્રકારને માન્ય નથી. કેમ કે ફૂટસ્થ નિત્ય એટલે જે કોઈ પણ પ્રકારે બદલાય નહીં. તો તેવું તો અસત્ છે કે જે અનુપાખ્ય છે. કારણ કે જે કોઈ પણ આકારે બદલાય નહીં તે અનુપાખ્ય જ હોય. તેની વ્યાખ્યા થઈ શકતી જ નથી. માટે ગ્રંથકારને કૂટસ્થ નિત્ય ઇષ્ટ નથી પણ પરિણામનિત્ય જ ઇષ્ટ છે.
આ રીતે પરિણામનિત્યતા ઇષ્ટ છે તેથી ‘તદ્ભાવ’ શબ્દથી આપણે જે ‘સત્ત્વ’ અર્થ કર્યો છે તે બરાબર જ છે. કેમ કે ‘સત્ફણાથી જે નાશ ન પામે તે નિત્ય' એટલે સત્ત્વ (અસ્તિત્વ સ્થિતંશ) કાયમ રહે છે અને અવસ્થાન્તર, રૂપાંતરો સંભવી શકે છે માટે જ પદાર્થનું વર્ણન કરી શકાય છે. જો પદાર્થ કાયમ તેવો ને તેવો જ રહેતો હોત તો તેનું વર્ણન જ ન થઈ શકે. કશો ફેરફાર જ નથી તો તેનું જુદી જુદી રીતે કથન સંભવે ચાંથી ?
અને સત્ત્વ છે તે દ્રવ્યના જેટલા અન્વયી ધર્મો છે તે બધાનું સૂચક છે. અને વળી (સત્ત્વ) પંચાસ્તિકાયમાં વ્યાપક છે માટે જ સત્ત્વનું ગ્રહણ કર્યું છે.
આ રીતે તદ્ભાવનો અર્થ સત્ત્વ કરવાથી પાંચે અસ્તિકાય અને તેના અન્વયી સર્વ ધર્મોનું ગ્રહણ થઈ જાય છે માટે તે અર્થ બરાબર છે.
આપણે નિત્યનું જે લક્ષણ સૂત્ર દ્વારા બતાવ્યું કે સત્પણાથી જેનો નાશ નથી તે નિત્ય છે. આ લક્ષણને આપણે જીવદ્રવ્યમાં ઘટાવીએ છીએ.
દા.ત. સાક્ષાત્ જીવ આત્મદ્રવ્ય છે. તે પોતાના સપણાનો, ચેતનપણાનો, અમૂર્તપણાનો, અને અસંખ્યાત પ્રદેશત્વનો ત્યાગ કર્યા સિવાય તેના તેવા રૂપે પરિણામ પામતો નાશ પામ્યો નથી, નાશ પામતો નથી અને નાશ પામશે નહીં.
આ રીતે જીવમાં સત્ત્વ, ચેતનત્વ આદિ અન્વયિ ધર્મો રહેલા છે. જીવમાં પરિણામો થવા છતાં આ અન્વયિ ધર્મો કાયમ રહે છે માટે જીવ અવિનાશી, અવ્યય, નિત્ય કહેવાય છે. જીવમાં નિત્યતા અન્વયિ ધર્મથી જ છે, અનન્વયી ધર્મથી નથી...
જીવમાં સત્ત્વ આદિ અન્વયિ ધર્મોથી નિત્યતા છે પરંતુ અન્વયિ નથી તેવા અનન્વયિ દેવાદિ પર્યાયોથી પણ નિત્યતા-ધ્રૌવ્ય છે એવું નથી. કેમ કે દેવાદ પર્યાય અનન્વયિ (નાશ પામનાર) છે તેથી તે ધર્મોથી નિત્યતા નથી. આત્મા જ સત્ત્વાદિરૂપે અન્વયિ છે એટલે તે જ પરિણામથી નિત્ય છે.
પુદ્ગલ દ્રવ્યમાં ભલામણ...
જીવની જેમ પરમાણુદ્રવ્યમાં પણ નિત્યતા વિચારવાની છે. પુદ્ગલદ્રવ્યમાં પણ પરિણામનિત્યતા છે.
પરમાણુ, ચણુક આદિ પુદ્ગલ દ્રવ્ય સત્ત્વ, મૂર્તતા, અજીવત્વ, અનુપયોગ, ગ્રાહ્ય (પકડાવું), આદિથી છૂટવું વગેરે ધર્મના ત્યાગ કર્યા સિવાય વર્તે છે. ઘટાદિ પર્યાયોને પ્રાપ્ત થાય
૧. પ્રદ્યુતોત્પન્નસ્થિસ્વભાવત્વ સ્થનિત્યત્વમ્...