________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧
૩૬૩ અનુભવ કર્યો નથી અને કપાલે ઘટના નાશરૂપ ઉત્તરપર્યાયનો અનુભવ કર્યો નહીં. આ બંને પર્યાયનો અનુભવ માટીરૂપ ધ્રૌવ્ય કર્યો. તે પ્રમાણે પ્રૌવ્ય જે દ્રવ્ય છે તે જ ઉત્પાદલક્ષણ પર્યાય અને વિનાશલક્ષણ પર્યાયનું અનુભાવી છે.
આમ ૨૯-૩૦ આ બે સૂત્રના સંબંધને કહીને હવે આ સૂત્રનો અર્થ કહેવાય છે.
હવે જે ભાષ્ય શરૂ થાય છે તે સૂત્ર-૨૯ના સંબંધને લઈને કરાય છે. અર્થાત્ ઉત્પાદવ્યયનો પ્રૌવ્ય સાથે વિરોધ નથી. આ પ્રમાણે ઉપપાદન કરવા માટે આ સૂત્રનો આરંભ છે.
ભાષ્ય - ત્રણ પ્રકારનું સતુ અર્થાત ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્યરૂપ સત્ અને નિત્ય આ બંને પણ અર્પિત અને અનર્પિતથી સિદ્ધ થાય છે.
ટીકા :- ભાષ્યમાં વનો અર્થ સમુચ્ચય છે. પિ સંભાવના અર્થમાં છે.
ઉત્પાદ-વ્યય અને સ્થિતિરૂપ ત્રણ પ્રકારનું સત્ અને બીજા (તભાવાવ્યય...) સૂત્રમાં કહેલ નિત્ય આ બંને પણ અર્પણા (ગ્રહણ) અને અનર્પણા(અગ્રહણ)થી અવ્યાહત સિદ્ધ છે.
અનેક ધર્મવાળો ધર્મી હોવા છતાં પણ તેમાં પ્રયોજનને લઈને કોઈ વખત કોઈ ધર્મનું વચનથી અર્પણ થાય છે, વિવક્ષા થાય છે, અને કોઈ ધર્મ હોવા છતાં તેની વિવક્ષા કરાતી નથી. કેમ કે પ્રયોજન નથી. અર્થાત એક ધર્મીમાં અનેક ધર્મો હોવા છતાં જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તે વખતે તે ધર્મની વિવક્ષા કરાય છે. જે ધર્મની વિવક્ષા કરાય છે તે અર્પણા કહેવાય છે અને જે ધર્મની વિવેક્ષા નથી કરાતી તે અનર્પણા કહેવાય છે.........પરંતુ કોઈએ એવું માની લેવાની જરૂર નથી કે વિવણિત ધર્મવાળો જ ધર્મી છે બીજા અનેક ધર્મો છે પણ પ્રયોજન નહીં હોવાથી તે વખતે તેની વિવક્ષા કરી નથી માટે વિવલિત ધર્મવાળો જ ધર્મી છે એવું નથી. ઉત્પાદાદિમાં સત્તાસત્ત્વાદિની વિવક્ષા..
આથી સત્ પર્યાયની વિવક્ષામાં સતુ એવા ઉત્પાદાદિ અસતું પણ છે અને સ્થિત્યંશરૂપ પર્યાયની વિવક્ષામાં નિત્ય એવા ઉત્પાદાદિ અનિત્ય પણ છે. કેમ કે હંમેશા વસ્તુ સત્ત્વાસત્ત્વવિશિષ્ટ જ ગ્રહણ કરાય છે. આવી વિવક્ષાનું કારણ....
વસ્તુ સત્ત્વાસત્ત્વવિશિષ્ટ જ ગ્રહણ કરાય છે એટલે કે જયારે પણ સત્ત્વવિશિષ્ટ વસ્તુનું ગ્રહણ થાય છે ત્યારે પણ અસત્ત્વવિશિષ્ટ વસ્તુનું ગ્રહણ પણ થાય જ છે. કેમ કે વસ્તુ અનંતધર્માત્મક હોવાથી એક ધર્મ વિશિષ્ટપણે જ ગ્રહણ કરવામાં (એક ધર્મ વિશિષ્ટ જ છે આવું જ્ઞાન કરવામાં આવે) તો આ જ્ઞાન અનંત ધર્માત્મક વસ્તુનો વિષય કરનારું બન્યું નહીં. અનંત ધર્માત્મક વસ્તુ છે આ રીતે વિષય કરનારું બન્યું નહીં માટે એ પ્રમાણ કહેવાય નહીં. પ્રમાણથી સદ્વિશિષ્ટ વસ્તુનું જ ગ્રહણ થતું હોય તો સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પણ વસ્તુ સત્ છે તેવી રીતે
१. च शब्दो भिन्नक्रमः समुच्चये नित्यमुभे च सदसती च अपि संभावने अनुभे च अनुभे च असदसतीति....
सदसती च वर्तमानातीतादिपर्यायापेक्षया हि जीवद्रव्यमिति मनुष्यावस्थायां तथैव सत्, अतीतभावित तिर्यग, देवाद्यवस्थया च असद्, अनुभे वा असदसती च वर्तमानातीतादिपर्यायापेक्षयेत्यर्थः । इति हा० वृ० पृ० २३९