________________
૩૪૦
તત્ત્વાર્થ સૂત્ર માટે તેનો વિનાશ સ્વાભાવિક છે છતાં તેના વિનાશમાં મુગરાદિને કારણ માનવા એ તો વ્યર્થ છે. અને વ્યર્થ હોવાથી વિનાશનો કોઈ હેતુ નથી” આવું કહ્યું તે વિચાર્યા વગરનું કથન છે. કારણ કે અમારી પ્રક્રિયાનો બોધ નથી. સ્યાદ્વાદની પ્રક્રિયાના અજ્ઞાનનું આ ફળ છે. જૈની પ્રક્રિયાને જાણતા નથી માટે જ આવું કથન કર્યું છે.
અમારે ત્યાં વિનાશ બે પ્રકારનો છે. (૧) વૈગ્નસિક, (૨) પ્રાયોગિક.
તેમાં પ્રાયોગિક વિનાશ કાદાચિત્ક–ક્યારેક થતો હોવાથી પટાદિની જેમ સહેતુક (તુવાળો) છે. આ પ્રત્યક્ષ છે અને જે જોયેલું છે. પ્રત્યક્ષ છે તેને છુપાવવું શક્ય નથી. તેનો અપલાપ કરી શકાય નહીં. કેમ કે પ્રમાણથી પદાર્થનો અવબોધ થાય છે.
એટલે પ્રાયોગિક વિનાશ હેતુવાળો છે એમાં પ્રત્યક્ષ પ્રમાણ છે. પરંતુ કાર્ય થયા પછી તરત જ પદાર્થ સર્વથા વિનાશ પામે છે. આ વાતમાં કોઈ પ્રમાણ નથી. કાલાન્તરમાં રહેનાર વિનાશમાં પ્રત્યક્ષ બુદ્ધિનો વ્યાપાર છે. અર્થાત્ કાર્ય ઉત્પન્ન થયા પછીના કાળમાં તેનો વિનાશ છે એમાં તો પ્રત્યક્ષ પ્રમાણ છે પ્રત્યક્ષ દેખાય છે કાર્ય ઉત્પન્ન થયું પછી તેનો વિનાશ થયો પરંતુ કાર્ય થતાંની સાથે જ તેનો વિનાશ એટલે હજી તો કાર્ય પૂરું થયું ન થયું ને તેનો વિનાશ એમાં તો કોઈ પ્રમાણ નથી.
આ રીતે અમારે પ્રાયોગિક વિનાશ હેતુવાળો છે એ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ જ છે માટે તમે “વૈયથ્થવ વિના હેતુઃ આવું જે કહી રહ્યા છો તે બરાબર નથી.
વળી પણ જે કહ્યું હતું કે....
પ્રકાશાદિ ઉત્પન્ન થયેલા પ્રકાશ વગેરે સ્વભાવમાં પોતાની ઉત્પત્તિની જ અપેક્ષા રાખે છે. પણ બીજા કોઈ હેતની અપેક્ષા રાખતા નથી. અર્થાતુ પ્રકાશ, પ્રકાશ કરવાના સ્વભાવવાળો જ ઉત્પન્ન થાય છે. એટલે ઉત્પન્ન થયા પછી પ્રકાશ આપવા માટે બીજા કોઈ સાધનની અપેક્ષા નથી જ આવું જે પહેલાં કહ્યું હતું તે પણ અસંગત છે.
કારણ કે “પ્રાવિયો નશ્વત્મિનામા: પ્રાસ્વિમવતિય નનૈવાપેક્ષને નાપ હેલ્વન્તરમ્' આ વાક્યનો અર્થ જો “ઉત્પન્ન થયેલા પ્રકાશ વગેરે ફરી ઉત્પત્તિમાં બીજા હેતુની અપેક્ષા નથી રાખતા” આવો કરવામાં આવે તો તો શું કોઈની સાથે સંગત છે? આ વાત તો કોઈનેય સંગત નથી, કારણ કે ઉત્પન્ન થયેલ પદાર્થ તે રૂપે ફરીથી હેતુની અપેક્ષા રાખતો નથી. વસ્તુ ઉત્પન્ન થઈ ગઈ ફરીથી તે રૂપે ઉત્પન્ન થવાની જ ક્યાંથી ? તેથી ઉત્પન્ન થયેલ વસ્તુ ત રૂપે ફરીથી હેતુની અપેક્ષા રાખતી નથી....આથી તમે જો “ફરી ઉત્પત્તિમાં હેવન્તરની અપેક્ષા નથી રાખતા' આવો અર્થ કરો તે તો અસંગત જ છે.
પરંતુ ઉત્પન્ન થયેલ વસ્તુ કાલાન્તરમાં (ઉત્પત્તિ થયા પછી અન્ય કાળમાં) હેતુની અપેક્ષા કરીને વિનાશ પામે છે એવું અમે કહીએ છીએ.
આપણા કથનના પ્રત્યુત્તરરૂપે ફરી પણ સૌગત કહે છે કે –