________________
૩૪૨
તત્ત્વાર્થ સૂત્ર સાપેક્ષ હોય તો જ બની શકે છે. ઉત્પાદની વિચારણાના અવસરે અમે કહી ગયા છીએ કે પર્યાયનય સ્વતંત્ર નથી. દ્રવ્યનયને આધીન છે. એટલે જ ત્રણે પરસ્પર સાપેક્ષ સતનું લક્ષણ બને છે. ઉભય નયથી સંગત અમારું લક્ષણ સિદ્ધ થાય છે.
હવે આપણે ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યનો પરસ્પર સંબંધ વિચારીએ છીએ પરસ્પર સાપેક્ષ જ તે સનું લક્ષણ બની શકે છે એમ કહ્યું છે તો તે શું ત્રણે એક કાળમાં જ રહેલા હોય છે? કે ભિન્ન કાળમાં પણ હોય છે? પરસ્પર જુદા જુદા છે? કે એક છે ? આવા પ્રશ્નો થયા કરે તેથી આ ચારે પ્રકારના પ્રશ્નો દ્વારા વિચારણા કરતા પરસ્પર ત્રણેના સંબંધને વિચારીશું.
અવસ્થિતિ, ઉત્પાદ અને વિનાશ આ ત્રણે (૧) એકકાલીન પણ છે, (૨) ભિન્નકાલીન પણ છે, (૩) ત્રણે પરસ્પર અભિન્ન પણ છે (એક પણ છે), (૪) ત્રણે પરસ્પર ભિન્ન પણ છે (જુદા પણ છે),
ઉત્પાદાદિ ત્રણ (૧) એક કાળમાં પણ હોય છે (૨) ભિન્ન જુદા જુદા કાળમાં પણ હોય છે. આ કથન દ્વારા કાળથી ઉત્પાદાદિની અભિન્નતા ભિન્નતા સમજવી.'
ઉત્પાદાદિ ત્રણ પરસ્પર (૩) અભિન્ન પણ છે, (૩) ભિન્ન પણ છે. આ કથન દ્વારા સ્વરૂપથી અભિન્નતા ભિન્નતા સમજવી.
હવે આપણે પહેલા ઉત્પાદ અને વિનાશ આ બેની એકકાલીનતા સિદ્ધ કરવાની ઇચ્છા કરીએ છીએ.
(૧) ઉત્પાદ અને વિનાશ એકકાલીન પણ છે. આ સિદ્ધ કરવામાં સ્વાત્મત્વ અપૃથભાવ કારણ છે. સ્વાત્મા = પોતાનો આત્મા ઉત્પાદ અને વિનાશનો આત્મા. અપૃથભાવ = જુદો નથી. એક કાલીનતામાં સ્વાત્મત્વેન અમૃથભાવ કારણ છે.
ઉત્પાદનો સ્વાત્મા પણ દ્રવ્ય છે. વિનાશનો સ્વાત્મા પણ દ્રવ્ય છે. ઉત્પાદ પણ દ્રવ્યમાં છે, વિનાશ પણ દ્રવ્યમાં છે, ઉત્પાદ અને વિનાશનો સ્વાત્મા જુદો નથી.
દ્રવ્યમાં પૂર્વ અવસ્થાનો વિનાશ એ જ ઉત્તર અવસ્થાનો ઉત્પાદ છે. એટલે ઉત્પાદ અને
૧
तिण्णि वि उप्पायाई अभिण्णकालो य भिण्णकाला य । अत्यंतरं अणत्यंतरं च दवियाहि णायव्वा ॥३२॥
सम्मतिवत्त्वसोपाने त्रिंशम् सोपानम् पृ० २७३.