________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
૩૪૧
અમે એમ જ કહીએ છીએ કે પદાર્થ પોતાના હેતુઓથી ઉત્પન્ન થતો તેવો જ ઉત્પન્ન થાય છે કે ઉત્પત્તિ પછી તરત જ બીજી જ ક્ષણમાં નાશ પામે છે.
આ તારી વાત અયુક્ત છે. કારણ કે પ્રતિજ્ઞામાત્ર જ છે. પ્રતિજ્ઞામાત્રથી સિદ્ધિ નથી થતી. જો પ્રતિજ્ઞામાત્રથી જ સિદ્ધિ થતી હોય તો અમે પણ કહીએ છીએ કે–
પદાર્થ પોતાના હેતુથી જ તેવા પ્રકારનો ઉત્પન્ન થાય છે કે જેથી કેટલોક કાળકાલાન્તરમાં રહીને વિનાશ પામે છે. અને અમારી પ્રતિજ્ઞામાં, આ પક્ષમાં પ્રત્યક્ષાદિ પ્રમાણ પણ સહાયક છે. કેમ કે પ્રત્યક્ષ જોઈએ છીએ ઉત્પન્ન થતાંની સાથે જ વસ્તુ નાશ પામતી નથી પરંતુ કેટલોક કાળ રહે છે પછી જ નાશ પામે છે.
હવે પદાર્થનો વિનાશ હેતુ વિના થાય છે. આવું માનનાર નિષ્કારણ વિનાશવાદી બૌદ્ધ સ્થિરવાદીને પ્રશ્ન પૂછે છે કે –
પ્રશ્ન :- “પદાર્થ નાશ સ્વભાવવાળો છે તો એના નાશને રોકે છે કોણ? અને જો નાશ સ્વભાવવાળો ન હોય તો કોઈ કાળે નાશ પામવો જ ન જોઈએ. હંમેશા કાયમ રહેવો જોઈએ.”
આ રીતે પ્રશ્નરૂપે મુક્તિ આપી બૌદ્ધ નિષ્કારણ વિનાશને સિદ્ધ કરવા પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ તેની આ યુક્તિ પ્રતિકૃતિ વિધાનવાળી છે. વિરોધી યુક્તિવાળી છે. તેવી આ યુક્તિ ખંડિત છે.
તે આ રીતે
“નાશ કારણવાળો હોવો જોઈએ કારણ કે તેને પહેલાં આત્મલાભ પ્રાપ્ત કર્યો નથી.” જે પહેલાં ઉત્પન્ન થયેલો નથી તેવો વિનાશ ઉત્પન્ન થાય છે તો તેનું કોઈ કારણ હોવું જ જોઈએ. કેમ કે વિનાશ એ કાર્ય છે અને કાર્ય છે તો તેનું કોઈ કારણ હોવું જોઈએ.
આ રીતે પણ “વિનાશ કારણવાળો હોય” એ સિદ્ધ થાય છે.
વળી જેને તું સ્વભાવ કહે છે તે તો વસ્તુનો પરિણામવિશેષ ધર્મ છે. આ ધર્મ વર્ણાદિનો પરિણામ છે. તે વર્ણાદિ કોઈ પરિણામ સાદિ (શરૂઆતવાળો) છે અને સત્તા, મૂર્તિત્વ, અમૂર્તત્વ આદિ કોઈ પરિણામ અનાદિ (શરૂઆત વિનાનો) છે. આ રીતે અમારે સ્યાદ્વાદીને તો વસ્તુનો હંમેશા સ્વભાવ કહે તો તે પણ પરિણામવિશેષરૂપ હોવાથી વર્ણાદિ પરિણામ ઉત્પન્ન થાય છે એટલે તેની શરૂઆત પણ છે. નવા ઉત્પન્ન થતા તેનો અંત પણ છે એટલે અનેકાંતથી જ જે પદાર્થ જે સ્વભાવવાળો હોય છે તે સ્વભાવવાળો જ કોઈ કાળે નાશ પામે છે, કોઈ કાળે રહે છે અને કોઈ કાળે ઉત્પન્ન થાય છે.
હવે અતિ પ્રસંગથી સરો. આ ચર્ચાને હવે અહીં અટકાવીએ છીએ. આ વિવેચનથી એ સિદ્ધ થાય છે કે પ્રાયોગિક વિનાશ પણ છે. બૌદ્ધ માત્ર નિર્દેતુક સ્વાભાવિક વિનાશ છે આવું નિરૂપણ કર્યું તે બરાબર નથી પરંતુ પ્રાયોગિક વિનાશ પણ છે.
આ રીતે આપણે વિસ્તારથી વિનાશને વિચાર્યો. અને તેની સાથે ભાષ્યની બીજી પંક્તિ “યત્ર વ્યક્તિની વિચારણા સમાપ્ત કરીએ છીએ. આ ઉત્પાદ અને વિનાશ બંને જો ધ્રૌવ્યાંશથી