________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯
૩૩૯ ભાવ બની શકતો નથી.
જો ભાવ એ પરિનિષ્પન્ન વસ્તુ છે તો તેને કરવાની હોતી જ નથી. કેમ કે પૂર્વમાં ઉત્પન્ન છે તો કારણની સાથે તેનો સંબંધ કયાંથી થાય? કારણ કે રતિનો અર્થ અપૂર્વ ઉત્પાદ છે. કરોતિ' એટલે “કરે છે જે પૂર્વમાં ન હોય તેવું ઉત્પન્ન કરે છે. તો વસ્તુ તો ઉત્પન્ન થયેલી જ છે. એને કરવાની ક્યાં છે? એટલે કારણની સાથે સંબંધ ક્યાંથી થાય? ન થાય માટે ભાવનો કરણની સાથે સંબંધ નથી.
જો આ પ્રશ્નનું એવું સમાધાન અપાય કે–પૃષ્ટ કુરુ' આવો પ્રયોગ કરાય છે. આમાં પૃષ્ટ તો નિષ્પન્ન જ છે. એ કાંઈ નવી ઉત્પન્ન કરવાની નથી. છતાં પણ “પાછળ ફર' આ અર્થમાં ક્રિયાનો સંબંધ ઉપચારથી છે. તેની રીતે પરિનિષ્પન્ન ભાવ હોવા છતાં ઉપચારથી વિરતિનો સંબંધ થઈ જશે. આ રીતે ભાવમાં આ ઔપચારિક પ્રયોગ વસ્તુ સાથે નિયત નથી. અપરિનિષ્પન્નરૂપ અભાવમાં યથાર્થ છે. માટે અમાવું જતિ એ યુક્ત જ છે.
આવું સમાધાન અપાય તે ઠીક છે. છતાં પણ ભાવનું કરણ ઔપચારિક છે એમ તો માનવું જ પડશે.
અને વળી અભાવ એ અપરિનિષ્પન્ન અવસ્થાન્તરરૂપ વસ્તુ છે. એટલે અભાવ એ પરિનિષ્પન્ન નથી માટે તેના નિષ્પાદન માટે પ્રયત્ન કરાય છે. અને તે અત્યંત અસત્ નથી તેમ સર્વથા સત્ નથી. માટે આ રીતે અભાવ'વિશિષ્ટ જ વસ્તુનું વસ્તુત્વ છે.
આ રીતે ભાવ એ પરિનિષ્પન્ન વસ્તુ છે.
અભાવ એ અપરિનિષ્પન્ન અવસ્થાન્તરરૂપ વસ્તુ છે. ભાવ એ દ્રવ્યરૂપ છે. અભાવ એ તેમાં ઉત્પન્ન નહીં થયેલ પર્યાયરૂપ છે. તે અવસ્થાન્તરને માટે પ્રયત્ન કરાય છે એટલે અભાવવિશિષ્ટ જ વસ્તુનું વસ્તુત્વ છે. કેમ કે પર્યાય વગર દ્રવ્ય હોતું જ નથી. પર્યાયથી યુક્ત જ દ્રવ્ય હોય છે. એટલે વસ્તુ અભાવવિશિષ્ટ જ છે. માટે ભાવાભાવરૂપ–પરસ્પર સાપેક્ષ જ વસ્તુ છે.
આ રીતે અભાવવિશિષ્ટ જ વસ્તુ છે માટે “વસ્તુનો અભાવ કરે છે' આ ત્રીજો વિકલ્પ પણ ઘટી શકતો નથી. આ આપણી વિચારણાથી બૌદ્ધો કરેલા ત્રણે વિકલ્પો અસત્ છે, બની શકતા નથી એ સિદ્ધ થાય છે.
વળી પૂર્વમાં જે “વૈધ્ધાં ન વિનાશદેતું:' મુદ્ગરાદિમાં વિનાશનું અસામર્થ્ય છે. વિનાશમાં ઘટાદિનો સ્વભાવ જ કારણ છે. પદાર્થો ક્ષણભંગુર સ્વભાવવાળા જ ઉત્પન્ન થાય છે
ઘટ એ માટીનું અપરિનિષ્પન્ન અવસ્થાન્તર છે. મતલબ હજી ઘટ થયો નથી પણ માટીનો એક અવસ્થાન્તર-પર્યાય છે. આ ઘટ એ વસ્તુ છે. કેમ કે ઘટને પેદા કરવા માટે માટીમાં યત્ન કરાય છે. આ ઘટ વસ્તુ એકાંત અસતું હોય તો પણ ઘટ માટે પ્રયત્ન થાય નહીં અને એકાંત સત્ હોય તો પણ પ્રયત્ન થાય નહીં માટે વસ્તુનું વસ્તુત્વ અભાવવિશિષ્ટ ભાવ છે. આવી રીતે ઘટના વિનાશમાં પણ સમજી લેવું. ફક્ત વિનાશમાં માટીની જગાએ ઘટ અને ઘટના સ્થાને કપાલરૂપ અવસ્થાન્તરમાં વિચારી લેવું.