________________
અધ્યાય-૫: સૂત્ર-૨૯
૩૩૭ શું ન કહ્યું...? “ઘટના વિનાશનો હેતુ ઘટનો વિનાશ જ કરે છે. તે વિનાશ અવસ્થાન્તરની પ્રાપ્તિરૂપ છે એમ પહેલાં જ કહેવાઈ ગયું છે.
વળી ત્રીજો જે વિકલ્પ કર્યો હતો કે–વિનાશના હેતુ મુગરાદિ ઘટનો અભાવ કરે છે. આ અભાવના વિકલ્પમાં પણ પર્યદાસવિધિ સ્વીકારવામાં આવે તો ખરેખર “વિવક્ષિત ભાવથી અન્ય ભાવને કરે છે' આવો અર્થ થાય, અને તેથી પૂર્વની માફક વ્યતિરેક અને અતિરેક બંને વિકલ્પ ઊભા રહે. એને ઓળંગી શકે નહિ. કેમ કે બીજા ભાવને કરે છે તો તે બીજા ભાવને ભાવરૂપ કરે છે કે ? સ્વભાવાન્તર કરે છે ? આ બે વિકલ્પોમાં જ ત્રીજો વિકલ્પ સમાઈ જાય છે. ત્રીજો વિકલ્પ બની શકતો નથી આવું તેં નિરૂપણ કર્યું. પણ આ બે વિકલ્પોની અમે પહેલાં પ્રતિક્રિયા કરી લીધી છે. થોડી વાર પહેલાં જ અમે બતાવી દીધું કે શરમ આવવાથી પહેલો વિકલ્પ તો અતિ સ્થૂલ છે એમ કહી ઉપેક્ષા કરેલ છે. અને બીજા વિકલ્પ દ્વારા શાપ પ્રદાનની ઉદ્ઘોષણા કરી છે. આ રીતે બંને વિકલ્પોનો પ્રતિકાર કરેલો છે માટે તે બે વિકલ્પો તો વિકલ્યાભાસ હોવાથી અયુક્ત છે. બંને વિકલ્પો યુક્તિથી શૂન્ય છે.
હવે અભાવના વિકલ્પમાં પ્રસજ્ય પ્રતિષેધ સ્વીકારવામાં આવે તો વિનાશના હેતુ “મુગરાદિ અભાવ કરે છે. ભાવ નથી કરતા” આવો અર્થ થાય છે. આવું તમે નિરૂપણ કર્યું. પરંતુ તમારું આ નિરૂપણ પણ બરાબર નથી. તમે આવો અર્થ કરો છો તે અયુક્ત છે કેમ કે અમારી સ્યાદ્વાદપ્રક્રિયાનું તમને જ્ઞાન નથી. અમારી સ્યાદ્વાદપ્રક્રિયાનું અજ્ઞાન જ તમને આ પ્રમાણે અર્થ કરાવે છે. જૈનોની પ્રક્રિયા છે કે દ્રવ્ય અને પર્યાય બંને વસ્તુ ભાવાભાવસ્વરૂપ છે. દ્રવ્ય, પર્યાય બંને ભાવરૂપ છે અને અભાવરૂપ છે. ભાવથી જુદો કોઈ અભાવ સંભવતો નથી કે જેને (જે અભાવને) વિનાશનો હેતુ કરી શકે. અર્થાતુ વિનાશના હેતુ મુદ્રગરાદિ અભાવને કરતા નથી પણ કપાલાદિરૂપે ભાવાન્તર કરે છે. મુગરાદિથી ઘટનો વિનાશ થયો એટલે ભાવાન્તર કપાલાદિ રૂપે ઉત્પત્તિ થઈ. કેમ કે ભાવથી જુદો કોઈ અભાવ જ નથી. આ બે વિકલ્પોમાં જ ત્રીજો વિકલ્પ સમાઈ જાય છે, ત્રીજો વિકલ્પ બની શકતો નથી આવું તેં નિરૂપણ કર્યું. પણ આ બે વિકલ્પોની અમે પહેલાં પ્રતિક્રિયા કરી લીધી છે. થોડી વાર પહેલાં જ અમે બતાવી દીધું કે શરમ આવવાથી પહેલો વિકલ્પ તો અતિ સ્થૂલ છે એમ કહી ઉપેક્ષા કરી છે અને બીજા વિકલ્પ દ્વારા શાપપ્રદાનની ઉદ્દઘોષણા કરી છે. આ રીતે બંને વિકલ્પોનો પ્રતિકાર કરેલો છે માટે તે બે વિકલ્પો તો વિકલ્પાભાવ હોવાથી અયુક્ત છે. બંને વિકલ્પો યુક્તિથી શૂન્ય છે.
હવે અભાવના વિકલ્પમાં પ્રસજ્ય પ્રતિષેધ સ્વીકારવામાં આવે તો વિનાશના હેતુ મુદ્રાદિ અભાવ કરે છે, ભાવ નથી કરતા' આવો અર્થ થાય છે. આવું તમે નિરૂપણ કર્યું પરંતુ તમારું આ નિરૂપણ પણ બરાબર નથી. તમે આવો અર્થ કરો છો તે અયુક્ત છે કેમ કે અમારી સ્યાદ્વાદપ્રક્રિયાનું તમને જ્ઞાન નથી. અમારી સ્યાદ્વાદપ્રક્રિયાનું અજ્ઞાન જ તમને આ પ્રમાણે અર્થ કરાવે છે. જૈનોની પ્રક્રિયા છે કે દ્રવ્ય અને પર્યાય બંને વસ્તુ ભાવાભાવસ્વરૂપ છે. દ્રવ્યપર્યાય બંને ભાવરૂપ છે અને અભાવરૂપ છે. ભાવથી જુદો કોઈ અભાવ સંભવતો નથી કે જેને (જ અભાવને) વિનાશનો હેતુ કરી શકે. અર્થાત્ વિનાશના હેતુ મુગરાદિ અભાવને કરતા નથી