________________
તત્ત્વાર્થ સૂત્ર
પણ કપાલાદિ રૂપે ભાવાત્તર કરે છે. મુગરાદિથી ઘટનો વિનાશ થયો એટલે ભાવાત્તર કપાલાદિ રૂપે ઉત્પત્તિ થઈ. કેમ કે ભાવથી જુદો કોઈ અભાવ જ નથી. અને એવી કોઈ ક્રિયા નથી કે જે દ્રવ્યથી અત્યંત ભિન્ન સ્વભાવવાળી હોય કે જેનું પ્રસજ્જ પ્રતિષેધ દ્વારા નિવારણ કરી શકાય ! દ્રવ્યથી અત્યંત ભિન્ન ક્રિયા છે જ નહીં જેનો તમે પ્રસજ્જ પ્રતિષેધથી નિષેધ કરી શકો.-કારણ કે તેવા પ્રકારે પ્રગટિત પરિણામવાળું દ્રવ્ય જ ક્રિયાના વ્યપદેશને પ્રાપ્ત કરે છે. દ્રવ્યનય દ્રવ્યથી ક્રિયાને જુદી માનતો નથી તેવા તેવા પ્રકારે પરિણામ પામતું દ્રવ્ય જ તે તે ક્રિયાના નામથી બોલાય છે. આવું માને છે. કારણ કે પર્યુદાસ વિધિરૂપ હોવાથી દ્રવ્યાસ્તિક છે.
૩૩૮
એટલે પર્યુદાવિધિ કરીએ ત્યારે અભાવ શબ્દનો અર્થ ‘ભાવથી અન્ય ભાવને જ કરે છે' આવો થાય. એટલે ભાવનું જ અસ્તિત્વ બતાવ્યું. આ ‘અસ્તિ' એ વિધિરૂપ છે. એટલે પર્યાદાસ વિધિરૂપ છે તેથી દ્રવ્યાસ્તિક છે.
હવે જ્યારે પ્રસજ્ય પ્રતિષવિધિ કરીએ ત્યારે અભાવ શબ્દનો અર્થ ‘ભાવ નથી’ આવો થાય. એટલે નાસ્તિત્વનું પ્રતિપાદન કર્યું. આ પ્રતિષધરૂપ છે. એટલે પ્રસજ્જ પ્રતિષધરૂપ છે તેથી પર્યાયાસ્તિક છે.
આ રીતે ‘અમાનું રેતિ' આ વાક્યના બંને અર્થ છે. વિધિરૂપ પર્યુદાસ પણ છે અને પ્રતિષધરૂપ પ્રસજ્ય પણ છે. વિધિરૂપ હોવાથી પર્યુદાસ દ્રવ્યાસ્તિક છે અને પ્રતિષધરૂપ હોવાથી પ્રસજ્જ પર્યાયાસ્તિક છે. અને આ બંને પરસ્પર સાપેક્ષ જ વસ્તુ છે. પરંતુ નિરપેક્ષ એકલી દ્રવ્યરૂપ કે એકલી પર્યાયરૂપ વસ્તુ નથી. અર્થાત્ વસ્તુ પરસ્પર સાપેક્ષ ભાવાભાવરૂપ છે. એકલી ભાવરૂપ કે એકલી અભાવરૂપ વસ્તુ નથી.
માટે જ અમે કહ્યું કે આ ભાવરૂપ વસ્તુ છે અને આ અભાવરૂપ વસ્તુ છે આવો વિભાગ પાડી શકાતો નથી. આથી જ મુદ્ગરાદિ વિનાશના હેતુ ઘટનો અભાવ કરે છે. આ વિકલ્પ પણ બની શકતો નથી. કારણ કે એકલો અભાવ છે જ નહીં, વસ્તુ ભાવાભાવરૂપ જ છે. એટલે આ ત્રીજા વિકલ્પની પણ અસત્ વિકલ્પતા છે. કેમ કે વિષયનો સદ્ભાવ હોય તો વિકલ્પ પ્રવર્તે અને વિષયનો અભાવ હોય તો એમને એમ વિકલ્પની પ્રવૃત્તિ પણ સંભવતી નથી.
હજી પણ થોડો વિચાર કરો...
અભાવ તુચ્છ હોવાથી કરી શકાય નહિ. એના માટે કોઈ ક્રિયા હોઈ શકતી નથી. એ કહેવું અયુક્ત છે. આમ કહીને અભાવની ‘ભાવને ન કરે' આવી જે વ્યાખ્યા કરે છે તે બરાબર નથી. કેમ કે અભાવ અસદ્ રૂપ છે જ નહીં માટે તે કરી શકાય છે. ઊલટું ભાવ કરી શકાતું નથી. આ વાત વિસ્તારથી બતાવે છે.
१. पर्युदासपक्षे कपालाख्यभावान्तरकरणे घटादेः परिणामानित्यतया तद्रूपत्वात्तत्र मुद्गरादेर्व्यापारतया घटादीन् प्रति तस्याकिञ्चित्करत्वासिद्धेः । प्रसज्यप्रतिषेधपक्षेऽपि भावं न करोतीति प्रध्वंसाभावप्राप्त्या तत्र च कारकव्यापारप्रवृत्तेः, न हि सोऽभावमात्रं किन्तु वस्तुतोऽवस्थाविशेषः पर्यायः, तस्य च भावरूपत्वात् पूर्वोपमर्द्देन प्रवृत्तत्वाच्च य एव कपालादेरुत्पादः स एव घटादेर्विनाश इति कथं विनाशस्याहेतुकत्वम्..
सूत्रार्थमुक्तावल्याम् तृतीया मुक्ता
पृ० १००
-