________________
૩૩૩
અધ્યાય-૫ : સૂત્ર-૨૯ વિચિત્ર કથન હોય પણ તેને વિદ્વાનો સ્વીકારવા માટે ઉત્સાહિત હોતા નથી. હેતુની અસિદ્ધિ...
તે જે નિરૂપણ કર્યું કે– “બધા પદાર્થો, સ્વભાવથી જ ક્ષણભંગુર છે, કેમ કે વિનાશહેતુનો અયોગ છે.
આ નિરૂપણમાં “વિનાશહેતુઅયોગાતુ” આ જે હેતુ આપ્યો છે તે અસિદ્ધ છે... કેમ કે આ વિનાશ કદાચિત્ (કોઈ કાળે) જ થાય છે. ઉત્પન્ન થવાની ક્ષણથી પછીના કાળમાં થાય છે, ઉત્પન્ન થવાની ક્ષણમાં જ નથી થતો; અને ઉત્પન્ન થવાની ક્ષણ એ જ આત્મલાભકાળ છે. અર્થાત્ એ જ કાર્યક્ષણ છે. ત્યાં તો વિનાશનો અભાવ છે. જો ઉત્પન્ન થવાની ક્ષણમાં જ વિનાશ હોય તો તો કાર્ય બને જ નહીં. તો ઘટાદિ પ્રત્યક્ષ થાય જ નહીં. એટલે ઉત્પન્ન થવાની ક્ષણકાર્યક્ષણમાં વિનાશનો અભાવ છે માટે વિનાશનું કાદાચિત્વ છે. અર્થાત્ વિનાશ કોઈ કાળે થાય છે. અને આ કાદાચિત્ક વિનાશ તો નિર્દેતુક વિનાશ વાદી એવા તારા મતમાં પણ પ્રસિદ્ધ છે. કારણ કે જે વસ્તુ આત્મલાભને પામી નથી અર્થાત્ કાર્યરૂપ થઈ નથી તેનો વિનાશ જ ક્યાંથી હોય? અને જો તેનો પણ વિનાશ માનવામાં આવે તો આકાશકુસુમાદિના પણ વિનાશનો પ્રસંગ આવશે.
અને વળી જે કદાચિત્ક–કોઈ કાળે થનારા પટાદિ છે તે પ્રતિવિશિષ્ટ હેતુથી જન્ય જ જોવાયા છે. અર્થાત કદાચિત થનારાં પટાદિ કાર્યો છે તે પ્રતિવિશિષ્ટ હેતુથી જ ઉત્પન્ન થાય છે એ તો આપણે જોયેલું જ છે અને તેનો વિવાદગ્રસ્ત જે વિનાશ છે તે પણ પહેલા અવિદ્યમાન છે. પછી આત્મલાભના હેતુની અપેક્ષા રાખતો જ વિનાશસ્વરૂપ થાય છે. માટે કાર્યક્ષણ પછી જ વિનાશક્ષણ છે. આથી જ જેમ કદાચિત્ થનારા પટાદિ પ્રતિવિશિષ્ટ હેતુથી ઉત્પન્ન થાય છે તેમ કદાચિત્ થનારો વિનાશ પણ હેતુની અપેક્ષાવાળો જ છે. માટે “વિનાશહેતુઅયોગાતું” આ જે હેતુ આપ્યો છે તે અસિદ્ધ છે.
આ રીતે આપણે બૌદ્ધના હેતુને અસિદ્ધ બતાવ્યો એટલે ફરી તેનો અનુયાયી શંકા કરે
બૌદ્ધ - જો આ પ્રમાણે માનવામાં આવે તો વિનાશ પણ હેતુવાળો થયો. એટલે જેમ પટાદિ હેતુથી થાય છે અને વિનાશ પામે છે તેમ વિનાશ પણ થાય અને વિનાશ પામે. એટલે વિનાશનો પણ વિનાશ માનવો પડશે ! -
બીજું વિનાશ એ અસત્ છે, અને અસત્ હોવાથી આકાશકુસુમની જેમ નિષ્કારણ થશે ! કેમ કે સતનું જ કારણ હોય છે. અસતુનું કોઈ કારણ હોતું નથી. એટલે તમે જે કારણવાળો વિનાશ છે' આવી પ્રતિજ્ઞા કરો છો તે તો અનુમાનની વિરોધિની છે.
અનુમાન આ પ્રમાણે છે– વિનાશ–પક્ષ નિષ્કાર:–સાથ, સત્તા—હેતુ શુમવ—દષ્ટાંત. આ અનુમાનથી વિનાશ નિષ્કારણ સિદ્ધ થાય છે. તેથી “Rણવાન વિનાશ:' આ પ્રતિજ્ઞા