________________
૩૩૪
તત્ત્વાર્થ સૂત્ર થઈ શકતી નથી. આ અનુમાનની સાથે આ પ્રતિજ્ઞાનો વિરોધ આવે છે. '
બૌદ્ધના આ કથનના પ્રત્યુત્તરમાં આપણે તેને જણાવીએ છીએ કે પહેલા એ નક્કી કરવું જોઈએ કે વિનાશ એ શું છે? કેવો પદાર્થ છે? એનો અર્થ શું છે?
પૂર્વની અવસ્થાનો વિનાશ એ ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ છે. અને ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ એ પૂર્વાવસ્થાનો નાશ છે. આ જ વિનાશ શબ્દનો અર્થ છે. આ જ વિનાશ છે પણ અત્યન્તાભાવ નથી.
આ વાત અમે પહેલાં વિસ્તારથી પ્રતિપાદન કરેલી છે.
તેથી વિનાશનો પણ વિનાશ પ્રસિદ્ધ જ છે. તમે કદાચિત થનારા પટાદિ હેતુથી થાય છે, વિનાશ પામે છે, તેની જેમ વિનાશ પણ કદાચિત હોવાથી હેતુથી થાય છે તો તેનો પણ વિનાશ થાય એટલે વિનાશનો પણ વિનાશ થાય ! આવું અનુમાનથી સિદ્ધ કરી રહ્યા છો પણ અમારે ત્યાં તો આ વાત પ્રસિદ્ધ જ છે. જે પ્રસિદ્ધ છે તેની જ સિદ્ધિ કરાય છે. અમારી સ્યાદ્વાદની પ્રક્રિયામાં તો વિનાશનો વિનાશ થયો એટલે ફરી અવસ્થાન્તરની ઉત્પત્તિ છે. કેમ કે પૂર્વ અવસ્થાનો વિનાશ એટલે ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ અને આ ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ એ પૂર્વ અવસ્થાનો વિનાશ છે. એ વિનાશનો વિનાશ થયો એટલે ફરી ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ થઈ. આમ ક્રમથી ચાલ્યા કરે છે. એટલે અમારે કશું અનિષ્ટ નથી.
અને આથી જ તમે જે અનુમાન કર્યું કે “વિનાશો નિષ્કાર:, અસત્ત્વાત' અસત્ હોવાથી વિનાશ નિષ્કારણ છે તે પણ અપાસ્ત જ છે. આ તર્ક પણ દૂર રહે છે, સ્યાદ્વાદીને સ્પર્શી શકતો નથી. કેમ કે “અસત્યા' આ હેતુ જ અસિદ્ધ આદિ દોષથી દુષ્ટ છે. કારણ કે વિનાશ એ સત રૂપ જ છે. પૂર્વ અવસ્થાનો વિનાશ ઉત્તર અવસ્થાની ઉત્પત્તિરૂપ છે. એટલે ભાવરૂપ જ છે. દા. ત, ઘટનો વિનાશ એટલે કપાલાદિરૂપે ઘટનું થવું. આ રીતે અમારે ત્યાં વિનાશ એ તુચ્છ અભાવરૂપ નથી. પણ પર્યાયરૂપ છે એટલે સત્ છે. આથી “અસત્તા’ આ હેતુ અસિદ્ધ છે.
વળી એવું માનવું જરૂરી નથી કે જે હેતુથી થાય તેનો વિનાશ થવો જ જોઈએ. જે હેતુવાળા છે તે બધાએ નાશ પામવું જોઈએ એવું નથી, કેમ કે અમારા મનમાં આત્મામાં આત્માનું જે અવસ્થાન છે તે મોક્ષ છે અને તેનો સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગું ચારિત્ર હેતુ છે. સમ્યગુ દર્શનાદિથી મોક્ષ થાય છે. એટલે મોક્ષ એ હેતુવાળો છે. સમ્યગુ દર્શનાદિ હેતુથી મોક્ષ થાય છે પરંતુ તેનો વિનાશ થતો નથી. એટલે જે હેતુથી થાય તેનો વિનાશ થવો જ જોઈએ એવું અમે માનતા નથી. હેતુથી થયેલા મોક્ષનો અમે અવિનાશ સ્વીકારીએ છીએ એટલે હેતુવાળા બધાએ નાશ પામવું જ જોઈએ તેવું નથી.
જોકે મોક્ષના હેતુ એવા સમ્યગુ જ્ઞાનાદિ કર્મના ક્ષય માટે, ઉપાય છે, શંકા - આ રીતે કહો છો તો મોક્ષ અભાવરૂપ જ થયો.
સમાધાન - આવી શંકા કરવી નહિ. કર્મક્ષય એ તુચ્છરૂપ નથી. કિંતુ પોતાના આત્મામાં રહેવારૂપ જ છે. અને સ્વાત્માવસ્થાન કર્મક્ષયરૂપ હોવાથી કોઈ દોષ નથી.