________________
તત્ત્વાર્થ સૂત્ર
બૌદ્ધ :- આ પ્રમાણે કહેવું નહીં, કેમ કે વિનાશ હેતુ મુગરાદિ વડે કરાતા ઘટ સ્વભાવથી જુદા સ્વભાવવાળા કપાલાદિક છે તે અનિત્ય ઘટાદિનું આવરણ બની શકતા નથી. વિનાશના હેતુ મુદ્ગર આદિ વડે તે કપાલાદિક કર્યા હોવા છતાં જે દશ્ય સ્વરૂપ છે અને જે તદવસ્થ છે એવા ઘટને વિશે આવરણનો સંભવ જ ચાંથી હોય ? અર્થાત્ કપાલાદિ ઘટાદિનું આવરણ બની શકતા નથી. અને એક કાળમાં એક સ્થાનમાં દૃશ્યત્વ અને અદશ્યત્વ ન હોઈ શકે. કેમ કે દૃશ્યત્વ અને અદૃશ્યત્વ બંને વિરુદ્ધ ધર્મ છે. દર્શન અને અદર્શન આ બંને વિરોધી હોવાથી એકમાં એક કાળે હોઈ શકે જ નહીં. એટલે તદવસ્થ ઘટ પૂર્વવત્ ઉપલબ્ધ થવો જોઈએ અને જલહરણાદિ અર્થક્રિયા કરવી જોઈએ આ દોષ કાયમ રહે છે માટે વિનાશના હેતુ મુદ્ગરાદિ સ્વભાવાન્તર કરે છે અને તે જ વિનાશ છે આ પણ સિદ્ધ થઈ શકતું નથી.
૩૩૦
(૩) અભાવ કુર્યાત્
આ ત્રીજો વિકલ્પ છે શું મુગરાદિ વિનાશના હેતુ ભાવનો અભાવ કરે છે ? આવું પણ
બની શકશે નહિ.
કેમ કે અભાવ એટલે શું ?
‘અભાવ’માં ‘અ’ =
પર્યુદાસ પ્રતિષેધ
‘નમ્ છે તે પર્યાદાસ પણ છે, પ્રસજ્ય થાય છે.
આ વારંવાર વિચારી ગયા છીએ. અહીં પણ બંને રીતે વિચારીએ છીએ.
જો ‘ન વિવક્ષિતો ભાવ: અભાવ:' આવો વિગ્રહ કરશો તો ‘વિવક્ષિત ભાવ નહિ’ અર્થાત્ ‘વિવક્ષિત ભાવથી અન્ય જે ભાવ' તે અભાવ આવો અર્થ થશે.
કેમ કે ‘પર્યુદાસસ્તુ સદગ્રાહી' પર્યાદાસ તો સદેશનું ગ્રહણ કરે છે. ‘વિવક્ષિત ભાવ નહિ તે' એટલે વિવક્ષિત છે તેના સિવાયનો પણ ભાવ જ આવશે. એટલે પર્યાદાસ વિધિથી અભાવને વિચારશો તો અભાવ કાર્યરૂપ સિદ્ધ થાય છે, અને અભાવ એ કાર્યરૂપે સ્વીકારો તો જે પ્રથમ વિકલ્પ અવ્યતિરેક અને બીજો વિકલ્પ વ્યતિરેક છે તેમાં જ આ ત્રીજા વિકલ્પનો સમાવેશ થઈ જાય છે. આ બંનેથી જુદો સંભવતો નથી.
તે આ રીતે
જો વિનાશના હેતુ મુગરાદિ ઘટનો અભાવ કરે છે એટલે કે પર્યાદાસ વિધિથી ‘અન્ય ભાવ કરે છે' આવો અર્થ થયો તો તે અન્ય એ ભાવાત્તરરૂપ કે સ્વભાવરૂપ ?
જો ભાવાત્તર (સ્વભાવાન્તર) રૂપ અભાવ કરે છે તો બીજો વિકલ્પ વ્યતિરેકપક્ષ અન્ય ભાવ-ભિન્ન ભાવને કરે છે આવો અર્થ થાય. તેથી તો બીજા વિકલ્પમાં જે દોષ આપ્યા તથોપલબ્ધિ આદિ પ્રસંગ કાયમના કાયમ રહે છે. એટલે કે તેવો ને તેવો ઘટ પ્રત્યક્ષ થવો જોઈએ અને તદવસ્થ તેવો ને તેવો રહેલો છે તો જલહરણાદિ ક્રિયા કરવો જોઈએ. આ દોષ કાયમનો કાયમ રહે છે.
હવે જો મુગરાદિ ઘટનો (વિનાશ) અભાવ કરે છે એટલે સ્વભાવરૂપ કરે છે. ઘટથી