________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
૩૨૯
૩. શું વિનાશ પામતા ઘટાદિનો અભાવ કરે છે ?
વિનાશની આ ત્રણ ગતિ છે. ક્યાં તો વિનાશ પામતા પદાર્થનો વિનાશ સ્વભાવ કરે, ક્યાં તો સ્વભાવાન્તર કરે, ક્યાં તો અભાવ કરે.
આ ત્રણે ગતિને ક્રમથી વિચારીએ. (૧) વિનશ્યમાનભાવ સ્વભાવ કુર્યા
આ પહેલો વિકલ્પ અવ્યતિરેક (વિનાશનો વિનશ્યમાન સ્વભાવ) પક્ષ છે. તે અતિશૂલ જ છે. કારણ કે મુગરાદિ જે વિનાશને હેતુ છે તે શું વિનાશ પામતા ઘટાદિને વિનાશ પામવાના સ્વભાવવાળા કરે છે ?
આ પ્રશ્નનો જવાબ “હા'માં આપી શકાશે નહીં. કેમ કે મુગર પાતથી પહેલા ઘટનાં જે કારણો કુંભાર, ચક્ર આદિ છે તેનાથી ઘટ પહેલા ઉત્પન્ન થયેલા જ છે. ઉત્પન્ન થતો પદાર્થ પોતાના સ્વભાવવાળો જ ઉત્પન્ન થાય છે. આમ ગરમ સ્વભાવવાળી જ ઉત્પન્ન થાય છે. એટલે વિનાશ પામવાના સ્વભાવવાળો જ ઘટ ઉત્પન્ન થયેલો છે. ઉત્પન્ન થયેલાને શું ઉત્પન્ન કરવાનું ? એ તો અકિંચિત્ છે. આથી મુક્મરાદિ વિનાશ પામતા ઘટાદિને વિનશ્વર સ્વભાવવાળા કરી શકતા નથી. - નાશ પામી રહેલ ઘટાદિ અને વિનાશ એક જ છે. એટલે આ અવ્યતિરેક પક્ષ છે. નાશ પામી રહેલ પદાર્થ અને નાશ બંને જુદા નથી. પદાર્થ તેવા સ્વભાવવાળો જ ઉત્પન્ન થયો છે. માટે નાશ્ય ને નાશ અવ્યતિરિક્ત છે, ભિન્ન નથી. તો મુગરાદિ તેનો નાશ શું કરે ?
આ રીતે વિનાશની વિનશ્યમાન ભાવ સ્વભાવે કુર્યાત્ આ ગતિ બની શકતી નથી. (૨) વિનશ્યમાન ભાવ સ્વભાવાન્તરં કુર્યાત
આ બીજો વિકલ્પ વ્યતિરેક પક્ષ છે. વિનાશના હેતુ જે મુગરાદિ છે તે શું વિનાશ પામતા ઘટાદિનો બીજો સ્વભાવ કરે છે ?
તેનો જવાબ પણ છે ‘ના’ કારણ કે તદવસ્થ, અવિચલ, વિનાશી ઘટાદિનો વિકાર પણ સંભવતો નથી તો તેના સ્વભાવનો નાશ તો થાય જ ક્યાંથી ? તો મુગરાદિ સ્વભાવાન્તર કેવી રીતે કરી શકે ? તદવસ્થને લઈને આપત્તિ
ઘટ જો તદવસ્થ તેની તે અવસ્થામાં રહેલો હોય તો પહેલાની જેમ ઘટની ઉપલબ્ધિ થવી જોઈએ અને જલહરણાદિક અર્થક્રિયા કરવી જોઈએ ! આપત્તિ નિવારણ
અનિત્ય એવા ઘટાદિના અર્થાન્તર કપાલાદિ જ ઘટનો વિનાશ છે. અને તેથી વિનાશ હેતુ મુક્મર વડે નિષ્પાદિત જે કપાલાદિ છે તે કપાલાદિથી ઘટાદિ ભાવ ઢંકાયેલ હોવાથી પૂર્વવતુ ઘટાદિની ઉપલબ્ધિ થતી નથી.