________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
૩૨૭
હતો તે સંબંધ છૂટી ગયો અને અર્થાન્તરભૂત દેવત્વાદિ પર્યાય આત્મામાં ઉત્પન્ન થયો. આ અપેક્ષાએ આત્માનો અર્થાન્તર ભાવગનરૂપ વિનાશ છે તેમ સમજવું જોઈએ. પરંતુ અત્યન્ત અભાવરૂપે નથી.
જેમ ઊભા રહેવાની ક્રિયાવાળા અદત્તની ઊભા રહેવાની ક્રિયાનો નાશ થયો અને ગમનક્રિયાનો ઉત્પાદ થયો. પહેલા અહિંદુત્તા ઊભો હતો અને હવે ચાલવા માંડ્યો. સ્થિતિક્રિયાથી ગમનક્રિયા એ અર્થાન્તર છે. સ્થિતિક્રિયાથી યુક્ત અદત્તની સ્થિતિક્રિયાનો વિનાશ થયે છતે ગમનક્રિયાવિશિષ્ટ અદ્દાનો ઉત્પાદ છે. આ અર્થાન્તરગમનરૂપ વિનાશ છે.
વળી જેમ ઘટના ઉપયોગમાં રહેલ આત્માનો ઘટોપયોગ વિનાશ થયે છતે પટોપયોગ ઉત્પન્ન થયો તો તેમાં ઘટોપયોગરૂપ આત્માનો અર્થાન્તરગમનરૂપ વિનાશ થયો..
પરમાણુ આદિના શુક્લ વર્ણનો વિનાશ થતાં કૃષ્ણવર્ણરૂપે ઉત્પાદ થયો તે શુક્લવર્ણવાળા પરમાણુનો અર્થાન્તરભાવગમન વિનાશ કહેવાય છે.
આ રીતે દેવત્વાદિ પર્યાયથી ઉત્પન્ન થતા આત્માનો મનુષ્યાદિ પર્યાયથી જે વિનાશ થાય છે, પટોપયોગ થતા આત્માનો ઘટોપયોગથી જે વિનાશ થાય છે, ચાલવા માંડતા અદત્તની સ્થિતિક્રિયાનો જે વિનાશ થાય છે, કૃષ્ણાદિ વર્ણરૂપે ઉત્પન્ન થતા પરમાણુઆદિને શુક્લવર્ણાદિરૂપ જે વિનાશ થાય છે તે અર્થાન્તરભાવગમન વિનાશ છે.
આ રીતે પર્યાયાન્તર પામતા જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં આપણે અર્થાન્તરભાવગમનવિનાશ વિચાર્યો કારણ કે તે દ્રવ્યો વિકારી છે એટલે તેઓમાં તો મૂળ આત્મ દ્રવ્ય કાયમ રહેવા છતાં આખો પર્યાય બદલાઈ જતા જુદા પર્યાયરૂપ તે બની શકે છે, પુદ્ગલદ્રવ્યમાં પણ મૂળ પુદ્ગલત્વ કાયમ રહેવા છતાં અનેકરૂપે તે ફરી શકે છે પરંતુ ધર્મ-અધર્મ આકાશદ્રવ્ય તો અવિકારી છે એ તો બદલાતા નથી. તેમાં કશો ફેરફાર સંભવતો નથી તો તેમાં આ અર્થાન્તરભાવગમનવિનાશ કેવી રીતે ઘટી શકશે ?
આવી શંકા સહજ ઉત્પન્ન થાય પરંતુ સ્યાદ્વાદીને માટે તેનું સમાધાન સરળ છે.
આકાશ, ધર્મ, અધર્મ આ દ્રવ્યોમાં પણ પહેલા જે અવગાહ હતો, પહેલા જે ગતિ હતી, પહેલા જે સ્થિતિ હતી તેનો વિનાશ થતાં બીજો અવગાહ, બીજી ગતિ, બીજી સ્થિતિ ઉત્પન્ન થઈ અર્થાત્ ધર્મ, અધર્મ ને આકાશમાં પહેલા કોઈ જીવ અનુક્રમે ગતિ, સ્થિતિ કે અવગાહ લઈ રહ્યો છે. હવે બીજો જીવ કે પુદ્ગલ આવ્યો તો તે જીવને આશ્રયીને જે ગતિ, સ્થિતિ કે અવગાહ હતો તેનો નાશ થયો. આ રીતે અર્થાન્તરભાવગમનવિનાશ આકાશાદિ દ્રવ્યોમાં ઘટે છે.
આમ આકાશોદિ દ્રવ્યોના પૂર્વ અવગાહાદિનો વિનાશ થયે છતે બીજા અવગાહ આદિના ઉત્પાદરૂપ અર્થાન્તરભાવલક્ષણ વિનાશ છે.
આથી જ ઉત્પાદ-વિનાશ અન્યોન્ય સ્વરૂપ હોવાથી જ બીજા ભાવરૂપે ઉત્પન્ન થયેલો વિનાશ એ એકાંતથી વિનાશ નથી અને ઉત્પાદ એ પણ એકાંતથી ઉત્પાદ નથી.
આ રીતે ઉત્પાદ અને વિગમનું અનેકાંતરૂપ તત્ત્વોથી નિરૂપણ કર્યું છે તે અન્વયાંશ