________________
અધ્યાય-૫ સૂત્ર-૨૯
૩૨૫ તેમાં ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલો કે જે દ્રવ્યરૂપે અવસ્થિત-ધ્રુવ છે તેમાં સ્વાભાવિક વિનાશ છે.
દા. ત. જેમ ધર્માસ્તિકાયમાં નીચે આવવાના પરિણામ વિશેષના નાશથી ઊધ્વગમન પરિણામરૂપે ગતિનો ઉત્પાદ થાય છે. આમાં જે અધોગતિ પરિણામ વિશેષનો નાશ થયો તે સ્વાભાવિક નાશ છે.
અધર્માસ્તિકાયમાં કોઈ દેશમાં અવસ્થાન હતું તેનો વિનાશ થયો અને અન્ય દેશમાં જે અવસ્થાનરૂપે ઉત્પાદ થયો. આમાં તદેશ અવસ્થાનનો વિનાશ થયો તે સ્વાભાવિક વિનાશ છે.
આકાશના કોઈ દેશમાં જે અવગાહ છે તે દેશના અવગાહનો વિનાશ થયે છતે દેશાન્તરમાં અવગાહનો ઉત્પાદ થાય છે. આમાં જે તદેશ અવગાહનો વિનાશ થયો તે સ્વાભાવિક વિનાશ છે.
આત્મા જે ઉપયોગથી યુક્ત છે તે ઉપયોગના વિનાશથી બીજા ઉપયોગનો ઉત્પાદ થયો. તેમાં પૂર્વ ઉપયોગનો વિનાશ થયો એ સ્વાભાવિક વિનાશ છે.
પુદ્ગલદ્રવ્યમાં પૂર્વનો જે વર્ણ પરિણામ હતો તે પરિણામના વિનાશથી બીજા વર્ણનો ઉત્પાદ થાય છે. આમાં જે પૂર્વના વર્ણનો વિનાશ થયો તે સ્વાભાવિક વિનાશ છે.
આ રીતે દ્રવ્યરૂપે રહેલાં ધર્માદિ દ્રવ્યોમાં પૂર્વ અવસ્થાનો અધોગતિપરિણામ આદિનો નાશ તે સમુદાયવિભાગમાત્ર વિનાશ છે. અને ધર્માદિ દ્રવ્યોનો તે વિનાશ ઉત્પાદ સંજ્ઞાવાળા સમવસ્થાનત્તર ઊર્ધ્વગતિ પરિણામ આદિની અભિવ્યક્તિનું કારણ છે. કેમ કે તિરોભૂત સમવસ્થાનાન્તર જ વિનાશ કહેવાય છે. મતલબ એ છે કે દ્રવ્યમાં જ વિનાશ અને ઉત્પાદ થાય છે. દ્રવ્યની જ એક અવસ્થા વિનાશ છે અને બીજી અવસ્થા ઉત્પાદ છે. પૂર્વ અવસ્થાના વિનાશથી બીજી અવસ્થા ઉત્પન્ન થાય છે. એટલે વિનાશ એ તેના સમાન દ્રવ્યમાં જે બીજી અવસ્થા ઉત્પાદ છે તેને પ્રગટ કરવામાં કારણ છે. કારણ કે વિનાશ એ શું છે ? ઉત્પાદની બીજી સમાન અવસ્થા જ, જે તિરોભૂત છે. માટે તિરોભૂત સમવસ્થાનાન્તર જ વિનાશ છે. ૨
૧.
ગતિમાં સહાયક ધર્મદ્રવ્ય અને ગતિનો અભેદ સ્વીકારીને સમજવું નહીં તો ઉત્પાદ અને વિનાશ ગતિના જ થશે ધર્મના નહીં બની શકે. આ પ્રમાણે અધર્માદિમાં સમજી લેવું. શંકા :- જ્યારે ઉત્તરપર્યાયરૂપ ઉત્પાદની અભિવ્યક્તિ છે તે જ વખતે પૂર્વાવસ્થાનો તિરોભાવ છે. આમ આ બંને સમાનકાલીન થઈ જાય છે તો પૂર્વ પર્યાયનો વિનાશ ઉત્તર પર્યાયના ઉત્પાદની અભિવ્યક્તિમાં કારણ કેવી રીતે મનાય ? અર્થાત એ બંનેનો કાર્ય-કારણભાવ કેવી રીતે કેમ કે કારણ પૂર્વમાં હોય છે ?----- સમાધાન :- અમારે ત્યાં પૂર્વ અને ઉત્તર પર્યાયમાં દ્રવ્ય જ પરિણામી કારણ છે અને દ્રવ્યની સાથે વિનાશનો અભેદ હોવાથી ઉત્તર પર્યાયનું વિનાશ કારણ બને છે. પરિણામી કારણ દ્રવ્ય પૂર્વમાં રહેલું જ છે. એવી રીતે ઉત્તરપર્યાયનો ઉત્પાદ પણ પૂર્વ પર્યાયના વિનાશમાં કારણ બને છે. માટે બે પ્રકારનો અનુભવ છે. (૧) ઉત્તર ઉત્તર પર્યાયથી પૂર્વ પૂર્વ પર્યાયનો નાશ આ એક અનુભાવ (૨) પૂર્વ પર્યાયના નાશથી ઉત્તર ઉત્તર પર્યાયનો ઉત્પાદ આ બીજો અનુભવ. આમ બે પ્રકારે કારણતા અનુભવાય છે. અવસ્થાનું કારણ અવસ્થાતા (દ્રવ્ય) છે. તેથી ઉત્તરપર્યાયનું પૂર્વ પર્યાય કરાણ છે. જે