________________
૩ ૨૩ *
અધ્યાય-૫: સૂત્ર-૨૯ પર્યાયથી નાશ થયો અને અંગુલિત્વરૂપે આંગળી ધ્રુવ છે. તેવી રીતે દ્રવ્ય એક પર્યાયરૂપે નાશ પામે છે, એક પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને અન્યરૂપે કાયમ રહે છે.
આમ એક વસ્તુનો વિષય કરનારાં સ્વરૂપોનું બહુપણું હોવાથી એક વસ્તુનું ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય યુક્તપણું છે. એટલે કે એક વસ્તુમાં અનેક પર્યાયો રહ્યા છે એટલે ઘણાં સ્વરૂપો છે તો તે વસ્તુ “આવી જ છે' કે “આવી જ છે' એમ કેવી રીતે કહેવાય ? ઘણાં સ્વરૂપો છે એટલે તેમાં ફેરફાર થયા જ કરે. એક રૂપ નાશ પામે, બીજું રૂપ ઉત્પન્ન થાય. માટે વસ્તુ ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત જ છે. તેથી ભાઈ ! કેવી રીતે આકાશ વગેરે દ્રવ્ય નિત્ય જ છે એમ સ્વીકારાય ? અર્થાત્ આકાશાદિ દ્રવ્ય એકાંતથી નિત્ય નથી.
જો આકાશાદિ દ્રવ્ય એકાંતથી નિત્ય છે આવું સ્વીકારાય તો સ્યાદ્વાદ દેશવ્યાપી બને, સર્વવ્યાપી બને નહીં. કેમ કે પાંચ દ્રવ્યમાંથી જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં જ ઉત્પાદાદિ ઘટશે માટે સ્યાદ્વાદ દેશવ્યાપી બનશે ! જ્યારે સ્યાદ્વાદ તો સર્વવ્યાપી છે માટે આકાશાદિ એકાંત નિત્ય મનાય નહીં.
જો આકાશાદિ દ્રવ્ય એકાંતથી નિત્ય છે એમ માનવામાં “સ્યાદ્વાદ દેશવ્યાપી બને છે તો આકાશાદિમાં ઔપચારિક ઉત્પાદ અને વિનાશ હોય આવું માની લઈએ તો કોઈ દોષ આવશે નહીં. સ્યાદ્વાદ ઘટી જશે.
તે વાત યુક્ત નથી. કેમ કે ઉપચાર એટલે શું? જો તમે ઉપચારને અલીક–ખોટો કહો તો ઉત્પાદ-વ્યય રહ્યા જ નહિ તો હવે બાકી રહ્યું પ્રૌવ્ય. આકાશાદિમાં એક પ્રૌવ્ય જ બાકી રહે અને ધ્રૌવ્ય એ પરમાર્થરૂપ ઉત્પાદ અને વિનાશથી રહિત હોઈ શકતું નથી માટે આકાશાદિમાં ઔપચારિક ઉત્પાદ-વિનાશ મનાય નહિ.
વળી આકાશાદિમાં પારમાર્થિક ઉત્પાદ-વિનાશ છે જ. તે માટે આ પ્રમાણે અનુમાન કાય છે.
આકાશાદિ ધ્રૌવ્ય પારમાર્થિક-અનુપચરિત ઉત્પાદ-વિનાશ સંબંધી–સાધ્ય ધ્રુવતાત–હેતુ
પુદ્ગલ-જીવ ધૃવત્વવત્ –દષ્ટાંત.
આકાશાદિમાં રહેલું દ્રૌવ્ય પારમાર્થિક-અનુપચરિત ઉત્પાદ અને વિનાશ સહિત છે. કેમ કે જયાં જ્યાં ધૃવત્વ છે ત્યાં ત્યાં ઉત્પાદ-વિનાશ પારમાર્થિક-અનુપચરિત છે. દા. ત. જેમ જીવ અને પુદ્ગલમાં રહેલું દૃવત્વ ઉત્પાદ અને વિનાશ સહિત છે તે જ પ્રમાણે આકાશાદિમાં રહેલું ધ્રૌવ્ય પારમાર્થિક-અનુપચરિત ઉત્પાદ અને વિનાશ સહિત છે.
એટલે આકાશાદિમાં પારમાર્થિક ઉત્પાદ અને વિનાશ છે. માટે આકાશમાં ઔપચારિક ઉત્પાદ અને વિનાશ માનવાની જરૂર નથી.
વ્યવહાર જો ઉપચાર એટલે વ્યવહાર કહો તો વ્યવહાર બે પ્રકારનો છે : (૧) આગમિક, (૨) લોકપ્રસિદ્ધ.