________________
૩૨૨
તત્ત્વાર્થ સૂત્ર આકાશનો અવગાહરૂપ ઉપકાર છે. તે અવગાહ લેનાર જીવ અને પુદ્ગલ સિવાય અભિવ્યક્ત થતો નથી. એટલે આકાશમાં અવગાહીને રહેલા જીવાદિને સંયોગ એ જ અવગાહ છે આવું સિદ્ધ થાય છે.
અને સંયોગ એ ઉત્પન્ન થનારી ચીજ છે. કેમ કે જોડાતી વસ્તુથી સંયોગ ઉત્પન્ન થાય છે. અર્થાત્ જે વસ્તુનો સંયોગ કરાય છે તે વસ્તુથી સંયોગ થાય છે. દા. ત. જેમ બે આંગળીનો સંયોગ. એ જેમ બે આંગળીઓ જોડાય છે ત્યારે થાય છે. એટલે બે આંગળીઓ સંયુજયમાન વસ્તુ છે તેનાથી જ સંયોગ થાય છે. માટે સંયોગ એ ઉત્પન્ન થનારી ચીજ છે.
હવે સંયોગ એ ઉત્પન્ન થનાર છે તો આકાશનો અવગાહ પણ સંયોગરૂપ હોવાથી ઉત્પન્ન થનાર છે એટલે કે ઉત્પાદાદિ સ્વભાવવાળો છે. અને આકાશના અવગાહની જેમ જ ગતિ પણ ગતિવાળા દ્રવ્યનો, સ્થિતિ સ્થિતિવાળા દ્રવ્યનો, ઉપયોગ ઉપયોગવાળા દ્રવ્યનો, રૂપાદિ રૂપાદિવાળા દ્રવ્યનો સંયોગમાત્ર છે. માટે તે પણ ઉત્પાદાદિ સ્વભાવવાળા છે.
આ રીતે સર્વ વસ્તુ ઉત્પાદ-વિગમ અને ધ્રુવ સ્વભાવ છે. પદાર્થમાત્ર ઉત્પાદ, વ્યય અને યુવરૂપ છે.
શંકા - દ્રવ્ય પોતાના પર્યાયથી એકાંત ભિન્ન પ્રાપ્ત થાય છે કારણ કે પર સ્વભાવભૂત તે પર્યાયનો નાશ થવા છતાં દ્રવ્ય તો અવિનષ્ટ રહે છે. એટલે એકાંત નિત્ય દ્રવ્ય છે આવું પ્રગટ થાય છે. માટે દ્રવ્ય નિત્ય જ છે.
સમાધાન :- આ વાત બરાબર નથી. કેમ કે પોતપોતાના પર્યાયથી કોઈ દ્રવ્ય એકાંત ભિન્ન પ્રાપ્ત થતું નથી. પર્યાય રહિત દ્રવ્ય હોતું જ નથી. અને એ પર્યાય તથા દ્રવ્યનો કથંચિત્ અભેદ છે
માટે પર્યાયના નાશમાં તે પર્યાયરૂપે તે દ્રવ્ય નાશ પામ્યું પણ બીજા પર્યાયરૂપે નાશ નથી થયું.
વળી અનેક પર્યાયવાળું દ્રવ્ય, પર્યાય અને દ્રવ્યનો અભેદ હોવાથી અનેક પર્યાયરૂપ દ્રવ્ય હોવાથી દ્રવ્ય અનેકરૂપ છે. એટલે કે અનેક પર્યાયની સાથે દ્રવ્યનો અભેદ હોવાથી અનેકરૂપ દ્રવ્ય થયું. અને અનેકરૂપ દ્રવ્ય એકરૂપે નાશ પામે છે, અન્યરૂપે ઉત્પન્ન થાય છે અને અન્યરૂપે કાયમ રહે છે.
દા. ત. એક આંગળી છે. તેમાં અંગુલિત્વ, વક્રત્વ, ઋજુત્વ આદિ ઘણા પર્યાયો છે. આંગળીને જ્યારે વાંકી કરીએ ત્યારે વક્રત્વ પર્યાયથી આંગળીનો ઉત્પાદ થયો અને ઋજુત્વ
બીજાં દ્રવ્યોના જે પર્યાયો છે તે બીજા દ્રવ્યથી ભિન્ન હોવા છતાં પણ સ્વ પર્યાય સ્વથી ભિન્ન નથી. અર્થાત જે દ્રવ્યનો જે પર્યાય છે તે પર્યાયથી તે દ્રવ્ય ભિન્ન નથી. આ સ્વીકારવું જ જોઈએ. આ ન સ્વીકારાય તો “તે દ્રવ્યનો’ “આ પર્યાય છે' એમ ભેદ હોવા છતાં પણ સ્વપર્યાયની જેમ પરદ્રવ્ય પર્યાયનો ભેદ છે જ. તો એ ભેદમાં તો કોઈ વિશેષતા નથી. આમ અવિશેષતા હોવાથી સર્વ પર્યાયો સર્વ દ્રવ્યના પર્યાયો કહેવાશે માટે સ્વપર્યાયથી દ્રવ્યનો અભેદ સ્વીકારવો જ જોઈએ.