________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
છે માટે આ એકત્વિક ઉત્પાદ છે.
આ રીતે જેમ એકત્વિક ઉત્પાદ છે તેવી રીતે કથંચિત્ અનેકત્વિક ઉત્પાદ પણ છે. જેમ પહેલા સમુદાયકૃત ઉત્પાદમાં સ્વાભાવિક અને અસ્વાભાવિક બંને કહ્યા તેમ અહીં પણ એકત્વિક અને અનેકત્વિક બંને સમજવા.
૩૨૧
આ રીતે આપણે વિસ્તારથી ઉત્પાદના ભેદ-પ્રભેદ વિચાર્યા, તેનું અસ્તિત્વ-નાસ્તિત્વ વિચાર્યું તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે—
જીવના પ્રયોગથી થતો પ્રયોગ જ ઉત્પાદ સમુદાયરૂપ છે અને સમુદાય અસત્ હોવાથી દ્રવ્યાસ્તિકથી નિરપેક્ષ ઉત્પાદનો અભાવ છે.
વિકારી દ્રવ્યમાં ફેરફાર થાય તે રૂપ, જે સ્વાભાવિક ઉત્પાદ છે તેનો પણ અભાવ છે. કેમ કે તે દ્રવ્યોમાં ગતિ આદિનો ઉત્પાદ થતો હોય તો કંઈક ફરક પડવો જોઈએ પણ એવો કોઈ ફરક થતો નથી એટલે વૈગ્નસિક ઉત્પાદનો પણ અભાવ છે.
આ રીતે પર્યાય નયથી ઉત્પાદનું નાસ્તિત્વ સિદ્ધ થાય છે. ત્યારપછી અવિકારી આકાશાદિ દ્રવ્યો છે તે દ્રવ્યો જ અવગાહ આદિ રૂપે રહે છે તે રૂપે જે ઉત્પાદ છે તે સ્વાભાવિક ઉત્પાદ છે. આ વાત કરી દ્રવ્યાસ્તિક નયથી ઉત્પાદનું અસ્તિત્વ સિદ્ધ કર્યું.
તેમાં સ્વાભાવિક ઉત્પાદ
(૧) સમુદાયજનિત સ્વાભાવિક ઉત્પાદ, (૨) એકત્વિક સ્વાભાવિક ઉત્પાદ વિચાર્યો, આત્માના જેમ અસંખ્યાત પ્રદેશો છે તે આત્માથી જુદા નથી અને તે પ્રદેશોનો સમુદાય તે આત્મા છે તેમ અવગાહ આદિ પ્રદેશોના સમૂહરૂપ આકાશાદિ છે, આકાશપ્રદેશરૂપ અવગાહ છે. આકાશથી જુદો અવગાહ નથી. માટે આ સમુદાયજનિત સ્વાભાવિક ઉત્પાદ છે.
૧) અવગાહક-આકાશ, ગન્તા-ધર્મ, સ્થાતા-અધર્મ આદિના સમુદાયથી થતો અવગાહ આદિ ઉત્પાદ સમુદાયજનિત અસ્વાભાવિક ઉત્પાદ છે.
(૨) ભંજક એક અવગાહકથી જ આકાશમાં જ અવગાહ વ્યક્ત થાય છે માટે આ અવગાહનો ઉત્પાદ એકત્વિક સ્વાભાવિક ઉત્પાદ છે.
વળી અવગાહ્ય-અવગાહક આદિના સમુદાયથી ઉત્પન્ન થાય છે માટે આ અનેકત્વિક સ્વાભાવિક ઉત્પાદ છે.
આ રીતે દરેક દ્રવ્યોમાં ઉત્પાદની અનેકાંતતા સિદ્ધ થાય છે.
અવગાહનો અનૈકત્વિક ઉત્પાદ માનવાથી અવગાહ અનિત્ય છે. તેમાં અનુમાન- દા૰ ત૰ જેમ પાંદડામાં લીલાશ એ ગુણ હોવાથી અનિત્ય છે તેમ અવગાહ પણ આકાશનો ગુણ હોવાથી અનિત્ય છે.
૧.
न पुन निरवयवकृतत्वादैकात्विकः, अयमपि स्यादैकत्विकः न स्यादनैकत्विकः, न त्वैकत्विक एव एवं मूर्त्तिमदमूर्तिमदवयवद्रव्यद्वयोत्पाद्या- ...... सम्मतितत्त्वसोपाने त्रिंशम् सोपानम् पृ० २७२ पं० १९-२०.