________________
અધ્યાય-૫: સૂત્ર-૨૯
૩૧૯ દા. ત. જેમ આત્મામાં પથમિક આદિ ભાવોનો ઉત્પાદ એટલે કે આત્માનું જ તે તે આકારે રહેવું તે જ ઔપથમિક આદિ ભાવોનો ઉત્પાદ કહેવાય છે. આ સ્વાભાવિક ઉત્પાદ છે.
પરમાણમાં સ્પર્ધાદિ ભાવોનો ઉત્પાદ એટલે કે પરમાણુ જ તે તે આકારે રહે છે તે જ સ્પર્ધાદિ ભાવોનો ઉત્પાદ છે. આ સ્વાભાવિક ઉત્પાદ છે.
સ્કંધમાં સ્પર્શ અને શબ્દાદિનો જે ઉત્પાદ એટલે કે સ્કંધ જ તે તે આકારે રહે છે તે જ સ્પર્ધાદિ ને શબ્દાદિનો ઉત્પાદ છે. આ સ્વાભાવિક ઉત્પાદ છે.
તેવી રીતે આકાશાદિમાં અવગાહ આદિનો ઉત્પાદ એટલે કે આકાશાદિ જ અવગાહાદિરૂપે રહે છે તે જ અવગાહ આદિનો ઉત્પાદ છે. આ આકાશાદિમાં સ્વાભાવિક ઉત્પાદ છે.
આમ આકાશમાં અવગાહસ્વભાવ, અધર્મમાં સ્થિતિસ્વભાવ, ધર્મમાં ગતિ સ્વભાવ છે તે બધા તો દ્રવ્યોનાં પરિણામો છે. કારણ કે તે આકાશાદિ જ અવગાહ આદિ આકારથી ઉત્પન્ન થયા છે.
આ રીતે ધર્મ, અધર્મ, આકાશરૂપ અવિકારી દ્રવ્યોમાં સ્વાભાવિક ઉત્પાદ છે. સમુદાયજનિત સ્વાભાવિક ઉત્પાદ..
આ જે અવગાહ વગેરેનો ઉત્પાદ છે તે પ્રદેશરૂપ છે. જેમ આત્માના અસંખ્યાત પ્રદેશ છે અને તે પ્રદેશોનો સમુદાય એ આત્મા છે તેમ આકાશાદિ પ્રદેશનો સમુદાય છે. અને આકાશનું આકાશપણું સ્વાભાવિક છે. અકૃત્રિમ જ છે. માટે તેના અવગાહનો ઉત્પાદ પણ અકૃત્રિમ હોવાથી સ્વાભાવિક જ છે. કારણ કે આકાશ એ પોલાણ છે, જગ્યા આપવાના સ્વભાવવાળું છે.
તે જ રીતે ધર્મ દ્રવ્યગતિમાં અનુગ્રહ કરવાના સ્વભાવવાળું છે, અધર્મ દ્રવ્યસ્થિતિમાં અનુગ્રહ કરવાના સ્વભાવવાળું છે, આત્મા પણ જ્ઞાનસ્વરૂપ હોવાથી ઉપયોગસ્વભાવવાળો છે અને પુદ્ગલો મૂર્ત હોવાથી સ્પર્ધાદિ સ્વભાવવાળા છે.
આ પ્રમાણે વિચારીએ ત્યારે આ દ્રવ્યોમાં અવગાહાદિનો ઉત્પાદ થાય છે તે સ્વાભાવિક છે. અસ્વાભાવિક ઉત્પાદ..
આ રીતે આપણે અવગાહાદિનો ઉત્પાદ સ્વાભાવિક છે એમ વિચાર્યું તેવી રીતે કથંચિતુ અસ્વાભાવિક છે એ વિચારીએ છીએ. કેમ કે આપણો તો અનેકાંતવાદ છે એટલે કથંચિત સ્વાભાવિક ઉત્પાદ છે અને કથંચિત્ અસ્વાભાવિક ઉત્પાદ છે.
આ અવગાહ આદિ કથંચિત્ અસ્વાભાવિક ઉત્પાદ છે. કેમ કે એ સમુદાયનું કાર્ય છે.
દા. ત. જેમ ઘણા તંતુઓના સમુદાયથી પટ બને છે તેમ યથોક્ત અવગાહ આદિનો ઉત્પાદ પણ સમુદાયથી થતો હોવાથી અસ્વાભાવિક છે.
કેમ કે અવગાહ એ અવગાહ્ય અને અવગાહક આ બેના સમુદાયરૂપ છે.