________________
૩૨૦
તત્વાર્થ સૂત્ર ગતિ પણ ગતિ કરનાર અને ધર્માસ્તિકાય દ્રવ્ય આ બેના સમુદાયરૂપ છે, સ્થિતિ પણ સ્થિતિ કરનાર અને અધર્માસ્તિકાય દ્રવ્ય આ બેના સમુદાયરૂપ છે. ઉપયોગ પણ જ્ઞાન કરનાર અને શેય આ બેના સમુદાયરૂપ છે, સ્પર્શાદિ પણ સ્પર્શેન્દ્રિય અને સ્પર્શ કરવા યોગ્યના સમુદાયરૂપ છે, ----
તેથી અવગાહ આદિનો ઉત્પાદ પણ સમુદાયરૂપ હોવાથી કથંચિત અસ્વાભાવિક છે. કેમ કે સમુદાયથી નિરપેક્ષ આ અવગાહ આદિનો અભાવ છે. જો અવગાહક અને આકાશદ્રવ્ય, ગમન કરનાર અને ધર્મ દ્રવ્ય, સ્થિતિ કરનાર અને અધર્મ દ્રવ્ય આ બલ્બનો સમુદાય ન હોય તો આ ઉત્પાદ થતો નથી માટે અવગાહ આદિનો ઉત્પાદ કથંચિત્ સમુદાયકૃત છે.
આ રીતે આપણે વિચાર્યું કે અવિકારી દ્રવ્યોમાં પણ સ્વાભાવિક ઉત્પાદ છે, ઉત્પાદનો અભાવ નથી.
સ્વાભાવિક ઉત્પાદના (૧) સમુદાયજનિત (૨) એકત્વિક બે પ્રકારો છે તેમાંથી સમુદાયજનિત આપણે વિચાર્યો. હવે બીજો પ્રકાર છે તેને વિચારશું. (૨) એકત્વિક સ્વાભાવિક ઉત્પાદ -
એકથી એકમાં જે ઉત્પાદ થાય તે એકત્વિક ઉત્પાદ કહેવાય છે.
આકાશમાં અવગાહ લેનારનો પ્રવેશ થાય છે ત્યારે અવગાહનો ઉત્પાદ વ્યક્ત થાય છે. તે ઉત્પાદની વ્યક્તિ આકાશમાં જ થાય છે પણ બીજે થતી નથી. અર્થાત અવગાહ લેનાર જીવ અને પુદ્ગલ દ્રવ્ય જ્યારે આકાશમાં પ્રવેશ કરે છે ત્યારે અવગાહસ્વભાવવાળા આકાશમાં અવગાહ પ્રગટ થાય છે. અવગાહ તો રહેલો જ છે. પરંતુ અવગાહક દ્રવ્યના પ્રવેશથી તે પ્રગટ થાય છે. જ્યાં રહેલો છે ત્યાં જ વ્યક્ત થાય પણ અવગાહક આદિ બીજે તો ન જ થાય. કેમ કે અવગાહ આકાશનો જ ધર્મ છે, પણ અવગાહકનો ધર્મ નથી. માટે આકાશમાં જ અવગાહકના પ્રવેશથી અવગાહ વ્યક્ત થાય છે.
- હવે આ જે અવગાહ પ્રગટ થાય છે તે અવગાહનો અવગાહક ભંજક બને છે પણ ઉત્પાદક નથી. અવગાહ લેનાર જીવ અને પુદ્ગલ દ્રવ્ય આકાશમાં અવગાહ ઉત્પન્ન કરતા નથી પણ તેને પ્રગટ કરે છે એટલે અવગાહક વ્યંજક છે જે વ્યંજક હોય છે. તે આકાશથી બીજો જ હોય છે.
દા. ત. જેમ દીપક આદિ ઘટના વ્યંજક છે તો તે વ્યંગ્ય એવા ઘટાદિથી જુદા છે. દીપક ઘટ આદિ છે તે બતાવે છે અને ઘટ આદિ બતાવવા યોગ્ય-વ્યંગ્ય છે. આ બંને જુદા છે તેવી રીતે અવગાહનો વ્યંજક અવગાહક છે તે પણ આકાશથી જુદો છે.
આ રીતે વ્યંજક અવગાહકથી વ્યક્ત થતો જે અવગાહ છે તે એકત્વિક ઉત્પાદ છે. એકથી (અવગાહથી) એકમાં (આકાશમાં) જે ઉત્પાદ થાય છે તે એકત્વિક ઉત્પાદ કહેવાય છે.
આકાશનો અવગાહ સ્વભાવ છે. એટલે આકાશ જ અવગાહરૂપે રહે છે માટે આ સ્વાભાવિક ઉત્પાદ છે અને વ્યંજક અવગાહક દ્રવ્યથી આકાશમાં જ આ અવગાહ વ્યક્ત થાય