________________
૩૨૬
તત્ત્વાર્થ સૂત્ર ત્યાં વિનાશ સમયમાં ભવિષ્યમાં ન હોય અને ભૂતકાળમાં પણ નહોતું એનું તો પૂર્વપરિણામ આદિ કશું જ પૂર્વસમયમાં વિદ્યમાન નથી. કશું નવું ઉત્પન્ન થતું નથી. આથી દ્રવ્યરૂપે રહેલામાં જ ઉત્પાદની અભિવ્યક્તિ માટે વિનાશ કહેવાય છે.
દા. ત. જેમ સર્પના નિતિનરૂપ વિનાશ. ઉત્પતનની અભિવ્યક્તિ માટે સર્પનું નિષતન છે તે જ વિનાશ છે. તેવી રીતે સમવસ્થાનાન્તર ઉત્પાદની અભિવ્યક્તિ માટે કારણરૂપ તિરોભૂત સમવસ્થાનાન્તર છે તે જ વિનાશ છે. એટલે કે જે પૂર્વ અવસ્થાનો-વિનાશ છે તે જ ઉત્તર અવસ્થાનું કારણ છે.
તેથી દ્રવ્યનો સ્વભાવ જે ઉત્પાદ છે તેની સાથે અવિનાભૂત જ વિનાશ છે પણ અર્થાન્તર નથી. એટલે કે દ્રવ્યનો સ્વભાવ જેમ ઉત્પાદ છે તેમ વિનાશ પણ દ્રવ્યનો જ સ્વભાવ છે. એટલે ઉત્પાદ અને વિનાશ બંને અવિનાભૂત–સાથે રહેનાર જ છે, પણ જુદા નથી.
દા. ત. જેમ પટરૂપ કાર્ય ઉત્પન્ન થયું ત્યારે તંતુ દ્રવ્યત્વ અવિનષ્ટ હતું. પટમાં તંતુના વિભાગથી અવિનષ્ટ તંતુ દ્રવ્ય જ પ્રત્યક્ષ થાય છે. તેથી પૂર્વમાં પટ અવસ્થામાં તંતુદ્રવ્ય પટથી જુદું હતું નહીં ત્યારે પણ તંતુ તંતુરૂપે જ રહ્યો છે એટલે અર્થાન્તર નથી.
આ રીતે ફક્ત સમુદાયનો જ વિભાગ થવો તે સમુદાયવિભાગમાત્ર વિનાશ છે.
દ્રવ્યરૂપે રહેલા જ ધર્માદિ દ્રવ્યોમાં પૂર્વ અવસ્થાનો વિનાશ થવાથી ઉત્તર અવસ્થાનો ઉત્પાદ થાય છે તેમાં વિનાશ છે તે સ્વાભાવિક સમુદાયના વિભાગરૂપ વિનાશ છે. માટે આ સ્વાભાવિક સમુદાયવિભાગ માત્ર વિનાશ છે.
....પ્રાયોગિક સમુદાય વિભાગલક્ષણવિનાશ પુદ્ગલ દ્રવ્યમાં સંભવી શકે છે પણ ધર્માદિ દ્રવ્યોમાં નથી સંભવતો. તેથી પ્રાયોગિકસમુદાયવિભાગલક્ષણ વિનાશનું નિરૂપણ કર્યા વગર બીજા પ્રકારના અર્થાન્તરભાવગમનવિનાશનું નિરૂપણ કરે છે. અર્થાન્તર ભાવગમન વિનાશ...
અર્થાન્તર થવારૂપ જે વિનાશ છે અર્થાત સમુદાયરૂપ રહેલ પદાર્થનું બદલાઈ જવું, જુદા પદાર્થરૂપે પર્યાયત્તર થવું તે અર્થાન્તરભાવગમનવિનાશ કહેવાય છે.
જયારે આત્મા અને પુગલના સમુદાયરૂપ મનુષ્યજન્મ વિનાશ પામે છે ત્યારે અર્થાન્તરરૂપ બીજો દેવત્વાદિ પર્યાય પેદા થાય છે.
અહીં આત્મા અને પુદ્ગલનો સમુદાય કહ્યું તેમાં આત્માની સાથે જે મનુષ્ય પર્યાયને બતાવનાર પુદ્ગલ સમુદાય છે તેનો વિનાશ થાય છે. એ પુદ્ગલ સમુદાયનો સંબંધ આત્મા સાથે
કાર્ય કાળમાં સર્વથા અસતુ હોય છે તેનું કોઈ કારણ હોતું નથી માટે ઉત્તર પરિણામ કાળમાં પૂર્વ પરિણામનું દ્રવ્યરૂપે સત્ત્વ સ્વીકારવું જ જોઈએ દાત. સર્વથી અસતુ એવા શશશૃંગાદિના ઉત્પાદનો અભાવ છે તેમ ઉત્તર પરિણામ કાળમાં દ્રવ્યરૂપે પૂર્વ પરિણામ સતું હોય તો જ ઉત્પાદ બને. એવી રીતે ઉત્તરપર્યાયનું પણ દ્રવ્યરૂપે પૂર્વપર્યાયકાળમાં સત્ત્વ છે જ. આ રીતે પૂર્વ-ઉત્તર પર્યાયનો કાર્ય-કારણ ભાવ સિદ્ધ થયો એટલે દ્રવ્યરૂપથી અવસ્થિતિ આવશ્યક છે.