________________
અધ્યાય-૫ સૂત્ર-૨૯
૩૧૭ એટલે વૈગ્નસિક કહો કે સ્વાભાવિક કહો બંને એક જ છે.
ધર્મ, અધર્મ, આકાશ, આત્મા, પુદ્ગલ દ્રવ્યોની અનુક્રમે ગતિ, સ્થિતિ, અવગાહ, ઉપયોગ, સ્પર્શ-શબ્દ વગેરે આ સ્વસ્વરૂપ વૃત્તિઓ છે. અર્થાત ગત્યાદિ રૂપે ધર્માદિ વર્તે છે, ઉપયોગાદિરૂપે આત્મા વર્તે છે. અને સ્પર્શાદરૂપે પુગલ વર્તે છે. એટલે ગતિ આદિ ધર્માદિ દ્રવ્યોના સ્વરૂપે જ રહેલા છે. ધર્માદિ દ્રવ્યરૂપ જ છે પરંતુ તે ગતિ આદિ ધર્માદિ દ્રવ્યોના ધર્મો કે પર્યાયો નથી.
જો ગતિ વગેરે ધર્માદિ દ્રવ્યોના ધર્મો કે પર્યાયો હોય તો ગતિ વગેરેના ઉત્પાદની વિદ્યમાનતામાં અર્થાત્ ગતિ આદિ થતા હોય ત્યારે ધર્માદિ દ્રવ્યોનું કોઈ વિલક્ષણ એવું જુદું જ રૂપ થવું જોઈએ ! મતલબ સમજાય છે કે જો ધર્માદિ દ્રવ્યોમાં ગતિ આદિનો ઉત્પાદ માનવામાં આવે તો ધર્માદિ દ્રવ્યો વિલક્ષણ થઈ જાય ! કારણ ધર્માદિ દ્રવ્યો હતો તેના કરતાં તેમાં ગતિ આદિ નવાં ઉત્પન્ન થયાં તો તો તે બદલાઈ જાય ને? તેના સ્વરૂપમાં કંઈક ફેરફાર થાય ને ? પરંતુ તેવું બનતું નથી. ધર્માદિનું જે રૂપ છે તે જ રૂપ દેખાય છે, બીજું રૂપ તો છે જ નહીં.
દાતજેમ એક સાપ છે. તે લાંબો થાય, ગોળ કૂંડાળું વળીને રહ્યો હોય, ફણાવાળો થાય કે ફણા વગરનો રહે પણ સાપ તો તેનો તે છે. કારણ કે સાપનું સ્વાભાવિક અકૃત્રિમ સંસ્થાન છે તેના કરતાં માત્ર બીજા સંસ્થાનની અભિવ્યક્તિ છે. ફક્ત તેનો આકાર ફરક થયો છે. કેમ કે આ બધા આકારો પહેલા સાપનું જે રૂપ હતું તેનાથી સાપ જુદો નથી, અનન્ય-અભિન્ન છે. પહેલાં સાપનું જેવું રૂપ હતું તેવું જ છે. તેમાં કોઈ ફરક નથી. એટલે સાપરૂપ તે દ્રવ્ય તો રહ્યું જ છે. સાપરૂપ દ્રવ્યનું અવસ્થાન છે માટે ઉત્પાદ ક્યાંથી કહેવાય ?
તેમાં શું ઉત્પન્ન થયેલું ન હતું કે વિદ્યમાન ન હતું જેની અભિવ્યક્તિ થઈ હોય? એમાં જે હતું તે પ્રગટ થયું છે. બાકી સાપરૂપ દ્રવ્ય તો છે જ એમાં કશું નવું ઉત્પન્ન થયું નથી. માટે ઉત્પાદનો અભાવ જ છે.
આ રીતે જ ધર્માદિ દ્રવ્યોમાં પણ ગતિ આદિના ઉત્પાદનો અભાવ છે. કેમ કે ગતિ આદિ તે તે દ્રવ્યોના સ્વરૂપનું અવસ્થાન્તર જ છે.
દા. ત. પાણીમાં તરંગો થાય છે. તો તે તરંગો શું છે? પાણીમાં નવા ઉત્પન્ન થયા છે ? ના. એ તો જલરૂપ જ છે માત્ર અવસ્થાન્તર છે. તરંગો એ જલનું અવસ્થાન્તર છે પણ જળથી કોઈ જુદી ચીજ નથી.
વળી હિમનો સમુદાય છે તે હિમથી જુદો નથી પણ હિમનું અવસ્થાન્તર છે.
આ રીતે પાણીમાં કે હિમમાં કોઈ ઉત્પાદ થયો નથી તેવી રીતે ધર્માદિ દ્રવ્યોમાં પણ ગતિ આદિનો ઉત્પાદ થતો નથી. આમ આપણે જે સ્વાભાવિક ઉત્પાદ વિચારી રહ્યા છીએ તે વૈગ્નસિક ઉત્પાદ પણ ક્યાંથી બની શકે ?
ઉપર વિચાર્યું તેમ પ્રાયોગિક ઉત્પાદ પણ નથી. વૈગ્નસિક ઉત્પાદ પણ સંભવતો નથી. હવે આ બે સિવાય ઉત્પાદનો બીજો કોઈ પ્રકાર નથી. માટે ઉત્પાદનો અભાવ જ છે.