________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
સમજીએ.
પર્યાયનય દ્રવ્યનયને આધીન છે...
અભૂત હોય અને ભવન હોય, અર્થાત્ પૂર્વકાળમાં હોય જ નહીં અને ઉત્તરકાળમાં થતો હોય તેવો કોઈ ઉત્પાદ ધર્મ છે નહીં.
ઉત્પાદ
જે ઉત્પાદ છે તે ઉત્પાદના બે પ્રકાર છે : (૧) પ્રાયોગિક ઉત્પાદ, (૨) વૈગ્નસિક
ઉત્પાદ.
પ્રાયોગિક ઉત્પાદ :
જીવના વ્યાપારથી થાય તે પ્રાયોગિક ઉત્પાદ કહેવાય છે. તે પ્રાયોગિક ઉત્પાદના બે
પ્રકાર છે.
(૧) અનભિસંધિજ પ્રાયોગિક ઉત્પાદ
(૨) અભિસંધિજ પ્રાયોગિક ઉત્પાદ
૧. અનભિસંધિજ પ્રાયોગિક ઉત્પાદ :
૩૧૫
=
ઇરાદા વગર જીવના વ્યાપારથી થતો.
ઇરાદાપૂર્વક જીવના વ્યાપારથી થતો.
=
ઇરાદા વગર જીવના વ્યાપારથી થાય તે અનભિસંધિજ પ્રાયોગિક ઉત્પાદિ કહેવાય છે.
આ અનભિસંધિજ ઉત્પાદના મન, વચન અને કાયાના ભેદથી ૧૫૨ પ્રકાર છે. કાયાનો વ્યાપાર ૭ પ્રકારે, વાણીનો વ્યાપાર ૪ પ્રકારે અને મનનો વ્યાપાર ૪ પ્રકારે આમ અનભિસંધિજ વ્યાપાર ૧૫ પ્રકારે છે.
૧.
તેમાં કાયા, વાણી અને મન એ તે તે વર્ગણાનાં પુદ્ગલોનો સમુદાય છે. તે કાયાદિ સમુદાયાત્મક છે, અને સમુદાય તો સાર્થ, રથ અને ચક્રની જેમ અસત્ છે. સાર્થ, રથ અને ચક્ર એ કોઈ સ્વતંત્ર નથી પણ અવયવના સમુદાયરૂપ છે.
દા. ત. સાથે એ પોતાનાં અંગોનો સમુદાય જ છે. આથી પરમાર્થથી સાર્થ કોઈ છે જ નહિ. વાસ્તવિક પોતાનાં અંગોના સમુદાય સિવાય સાર્થ જેવી કોઈ ચીજ નથી.
વળી ૨થ એ પુરુષ અને કૂવર વગેરેથી જુદી કંઈ ચીજ છે ? પુરુષ અને કૂવ૨ આદિ સિવાય રથ એ કોઈ વસ્તુ નથી.
એટલે સાર્થ કે રથાદિનો અભાવ છે. આથી સાર્થ, રથાદિ કેવી રીતે ઉત્પન્ન થાય ? એવી રીતે કાર્યાદિ પણ પુદ્ગલના સમુદાયરૂપ છે, અને સમૂહ તો સમૂહિ માત્ર છે.
જીવ ખોરાક લઈને ચાવે છે તે ઇરાદાપૂર્વકનો વ્યાપાર અને તે ખોરાક લોહી, માંસ આદિ સાત ધાતુરૂપે પરિણમે છે તે ઇરાદા વગરનો જીવવ્યાપાર.
૨.
આ અધ્યાયના ૪૪મા સૂત્રમાં જુઓ.
૩. રથમાં પુરુષને બેસવાની જગાને કૂવર કહેવાય છે.