________________
૩૧૪
છે. “અતો અન્યદ્ અસત્”.
પ્રશ્ન :- આ વાત સૂત્રમાં કહી નથી તો ભાષ્યકારે કેવી રીતે કહી ? ઉત્તર ઃ- સામર્થ્યથી આ વાત પ્રાપ્ત થઈ કે....
તત્ત્વાર્થ સૂત્ર
“આનાથી અન્ય અસત્ છે...” એટલે કે ઉપર જે કહ્યું તે સત્ છે અને ઉત્પાદાદિ સમુદિત સ્વભાવથી જે અન્ય છે તે અસત્ છે....
જુદું હોય તે અસત્
ઉત્પાદાદિ સમુદાય છે તેમાંથી અપકૃષ્ટ (દૂર કરાયેલ) છૂટા પડેલ એક એક ઉત્પાદ, વિનાશ કે ધ્રૌવ્ય અથવા બબ્બે ઉત્પાદ અને વિનાશ, ઉત્પાદ અને ધ્રૌવ્ય કે વિનાશ અને ધ્રૌવ્ય આવા બીજાથી નિરપેક્ષ એક એક અંશ કે બબ્બે મળેલા અંશ એ અસત્નો વિષય બને છે, (સત્નો વિષય બનતા નથી) અને અસત્ વ્યવહારની સાથે સંબંધવાળા છે.
અહીં પ્રશ્ન થાય કે તે શું છે ? ઉત્પાદાદિ સમુદિત સ્વભાવથી છે તો એવું શું છે ?
અહીં જે અસત્ શબ્દ કહેવાય છે તેનો અર્થ અનુપાખ્ય નથી. કેમ કે અનુપાખ્ય છે એ તો શબ્દ વ્યવહારને અયોગ્ય છે ઃ જ્યારે અહીં તો અસત્ શબ્દપ્રયોગ છે. જો અસત્ શબ્દનો અર્થ ‘અનુપાખ્ય’ માનવામાં આવે તો તે અનુપાખ્ય શબ્દ વ્યવહારથી યોગ્ય થયો કહેવાય. આથી અહીં અસત્નો અર્થ અનુપાખ્ય નથી. પરંતુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક જે સમુદાય છે તેનાથી છૂટા પડેલા એક એક કે બબ્બે અંશો છે તે અસત્તા વિષય બને છે.
આમ પરસ્પર સાપેક્ષ સમુદિત ઉત્પાદાદિ સત્ છે અને તે સિવાય પરસ્પર નિરપેક્ષ ઉત્પાદાદિ એક એક કે બબ્બે અંશો છે તે અસત્ છે. ભાષ્યની પંક્તિથી સત્, અસનું આ રીતે સ્પષ્ટ જ્ઞાન થાય છે.
પ્રશ્ન :- તમે ઉત્પાદાદિ સત્ની વ્યાખ્યા ઉભય નયથી કરી પણ દ્રવ્યનય અને પર્યાયનય બંને સ્વતંત્ર છે. બંને નયો પરસ્પર વિજયની ઇચ્છા રાખનારા છે. પોતપોતાની માન્યતાનું ખંડન એકબીજા સહન કરી શકતા નથી. એટલે વળી પાછી વસ્તુ સીમન્વિત જ રહી. અર્થાત્ દ્રવ્યાર્થિક ધ્રૌવ્યાંશને જ માને છે અને ઉત્પાદ-વ્યયનું નિરસન કરે છે, પર્યાયાર્થિક ઉત્પાદ-વ્યય માને છે અને ધ્રૌવ્યાંશનું ખંડન કરે છે. એટલે પરસ્પર વિરોધમાં જ ઊભા છે. દ્રવ્યનય વસ્તુમાં ધ્રૌવ્યાંશ જ માને છે એટલે ધ્રૌવ્યસ્વરૂપ વસ્તુ છે આવું પ્રતિપાદન કરે છે. પર્યાયનય વસ્તુમાં ઉત્પાદ-વ્યય માને છે એટલે ઉત્પાદ-વ્યય રૂપ વસ્તુ છે આવું પ્રતિપાદન કરે છે. આ રીતે બંને નયોની જુદી જુદી માન્યતાને લીધે વસ્તુ સીમન્વિત જ રહી. એક વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રહ્યા નહિ. વસ્તુની વસ્તુતા તો પરસ્પર-સાપેક્ષ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વભાવ છે તે તો રહ્યું જ નહીં તેથી વસ્તુની વસ્તુતા વસ્તુમાં રહી શકે નહીં.
ઉત્તર ઃ- ઉત્પાદ-વ્યયને માનનાર પર્યાયનયનું સ્વાતંત્ર્ય છે જ નહીં કેમ કે એના ઉ૫૨ દ્રવ્યનયનો અંકુશ છે. અર્થાત્ પર્યાયનય દ્રવ્યનયને આધીન છે. આથી તે સ્વતંત્ર નથી.
હવે પર્યાયનય દ્રવ્યનયને આધીન છે, સ્વતંત્ર નથી તે કેવી રીતે ? તે આપણે વિસ્તારથી