________________
૩૧૬
તત્ત્વાર્થ સૂત્ર સમુદાય તો સમુદાય જ છે. એટલે જેનાથી સમુદાય કહેવાય છે તે અવયવો જ છે. તેના સિવાય કોઈ જુદી ચીજ નથી. આથી કાયાદિમાં પણ કોઈનો ઉત્પાદ નથી. પોતાના અવયવો સિવાય સમુદાયનો ઉત્પાદ છે જ નહીં. એટલે કાયાદિ શબ્દનો વ્યવહાર છે પણ પરમાર્થથી અસત્ છે. વાસ્તવિક કાયાદિ કોઈ ઉત્પન્ન થતા નથી. માત્ર પુદ્ગલનો સમુદાય છે માટે તેમાં પણ ઉત્પાદ સંભવતો નથી.
આ રીતે અનભિસંધિજ ઉત્પાદ સંભવતો નથી. ૨. અભિસંધિજ પ્રાયોગિક ઉત્પાદ -
ઈરાદાપૂર્વક જીવના વ્યાપારથી થાય તે અભિસંધિજ પ્રાયોગિક ઉત્પાદ કહેવાય છે. કાયાદિના યોગથી સમગ્ર વાંસળા વગેરે કારણની અપેક્ષા કરતો હોવાથી સ્તંભ, કુંભ વગેરેનો ઉત્પાદ બુદ્ધિપૂર્વક કરનાર પુરુષની ક્રિયા-વ્યાપારથી થાય છે. એટલે આ પ્રયોગથી થતો ઉત્પાદ કહેવાય છે.
સ્તંભ, કુંભ આદિ બનાવવામાં ઇરાદાપૂર્વક જીવનો વ્યાપાર છે. કેમ કે બુદ્ધિશાળી પુરુષ જે બનાવવું છે તેને વિચારી તેમાં જરૂરી કાષ્ટ, વાંસ કે માટી આદિ પોતે જાતે લાવે છે તે આકારે ગોઠવે ત્યારે સ્તંભ આદિ બને છે. આથી આ ઉત્પાદ જીવના વ્યાપારથી થાય છે એટલે પ્રાયોગિક છે અને તે પણ “આ બનાવવું છે' આ રીતનો ઇરાદો હોય છે માટે ઈરાદાપૂર્વકનો જીવનો વ્યાપાર છે.
આ ઉત્પાદ પણ સમુદાય વિષયક છે. સમુદાયનો જ છે. અને સમુદાય તો અસતુ છે. અસત્ હોવાથી સમુદાય ઉત્પન્ન થતો નથી. આથી આ અભિસંધિજ ઉત્પાદનો પણ અભાવ જ છે.
આ રીતે ઉત્પાદની વિચારણા કરતાં એવો અર્થ સમજાય છે કે અન્વયાંશથી નિરપેક્ષ હોવાથી પ્રાયોગિક ઉત્પાદ સંભવતો નથી.
આમ પ્રાયોગિક ઉત્પાદની વિચારણા પૂર્ણ કરી. હવે બીજા પ્રકારના વૈગ્નસિક ઉત્પાદન વિચારીએ. વૈગ્નસિક ઉત્પાદ -
સ્વાભાવિક થાય તે વૈગ્નસિક ઉત્પાદ કહેવાય છે. આ વૈગ્નસિક ઉત્પાદ પણ નથી.
વિસસા એ સ્વભાવવાળી સંજ્ઞા શબ્દ છે. અર્થાતુ વિગ્નસા એ સંજ્ઞાવાચી નામ છે તેનો અર્થ સ્વભાવ થાય છે.
વિગ્નસા = સ્વભાવ. વિગ્નસાથી જે થયેલો તે વૈગ્નસિક કહેવાય. સ્વભાવથી થયેલો તે સ્વાભાવિક કહેવાય.