________________
૩૧ ૨
તત્ત્વાર્થ સૂત્ર આ રીતે ધર્મ-અધર્મ આકાશમાં (૩) પરનિમિત્તક ઉત્પાદ-વ્યય છે.
જ્યારે (૧) જીવ અને પુદ્ગલોમાં (૧) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી ઉત્પાદવ્યય છે.
જીવ અને પુદ્ગલોમાં (૨) પ્રયોગ અને વિગ્નસાથી ઉત્પાદ-વ્યય છે, જીવ અને પુદ્ગલોમાં (૩) સ્વતઃ અને પરનિમિત્તક ઉત્પાદ-વ્યય છે.
આમ ધર્માદિ ત્રણમાં ઉત્પાદ-વ્યય જુદા પ્રકારના છે અને જીવ અને પુગલોમાં ઉત્પાદવ્યય જુદા પ્રકારના છે. જ્યારે દ્રૌવ્ય તો સર્વ દ્રવ્યોમાં અવિશિષ્ટ છે, એક જ જાતનું છે, આથી જ ભાષ્યમાં બ્રવ્ય આ પદ જુદું મૂક્યું છે....
આ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ સનું લક્ષણ કોઈ ઠેકાણે ઉપચારથી છે, કોઈ ઠેકાણે પરમાર્થથી છે. આ બધો પૂર્વાપર વિચાર કરીને પ્રજ્ઞાવાન આગમજ્ઞો વિરોધ ન આવે તે રીતે વ્યાખ્યા કરશે. અમે તો આ વિષયમાં અનિપુણ છીએ. એટલે આ વિષયમાં અનિપુણ એવા અમે સ્કૂલબુદ્ધિથી કંઈક કહીએ છીએ. ભાષ્યના ૪ શબ્દનો અર્થ
હવે ધ્રૌવ્ય પછી જે વ શબ્દ છે તે સમુચ્ચય અર્થવાળો છે. આથી ઉત્પાદાદિ એક એક સનું લક્ષણનું છે અર્થાત્ માત્ર ઉત્પાદ પણ સનું લક્ષણ છે, માત્ર વ્યય પણ સનું લક્ષણ છે, માત્ર ધ્રૌવ્ય પણ સતનું લક્ષણ છે આવો અર્થ નથી થતો પણ સમુદિત એવા જ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય સનું લક્ષણ છે, પરસ્પર સાપેક્ષ-મળેલા એવા જ ઉત્પાદાદિ વસ્તુ તત્ત્વ છે આવો અર્થ થાય છે.
આ જ અર્થને ભાષ્યકાર મ પછીના ભાષ્ય વડે બતાવે છે. એટલે કે ઉત્પાદાદિ પ્રત્યેક સતનું લક્ષણ ભાષ્યકારને ઇષ્ટ નથી પણ સમુદિત જ ઉત્પાદાદિ વસ્તુતત્ત્વ છે. આ જ ઈષ્ટ છે તે ભાષ્યની બીજી પંક્તિ દ્વારા બતાવે છે કે–
...“જે ઉત્પન્ન થાય છે, જે વ્યય પામે છે અને જે ધ્રુવ છે તે સત્ છે. આનાથી બીજું
અસત છે...”
ભાષ્યમાં ય (જ) ઉત્પાત ઇત્યાદિમાં યત્ શબ્દ છે તે સામાન્યને જ કહેનાર સર્વનામ છે. જે ધર્માસ્તિકાયાદિ પાંચનો સંગ્રહ કરે છે. દ્રવ્યનયનો અભિપ્રાય
પરસ્પર સાપેક્ષ-મળેલા જ ઉત્પાદાદિ સતનું લક્ષણ છે. તેમાં—ઉત્પાદાદિમાં દ્રવ્યનયના અભિપ્રાયે આકારાન્તરનો આવિર્ભાવ તે જ ઉત્પાદ છે અર્થાત્ બીજો આકાર પ્રગટ થવો, જે આકાર હતો તે બદલાઈને બીજો આકાર થવો તે જ ઉત્પાદ છે. જે ઔપચારિક છે. પરમાર્થથી કોઈ વસ્તુ પેદા થતી નથી. કેમ કે સતત અવસ્થિત દ્રવ્યાંશ જ છે. હંમેશા સ્થિર રહેનાર ધ્રૌવ્યાંશ જ છે. માટે કોઈ વસ્તુ પેદા થતી જ નથી માત્ર તેનું સ્વરૂપ બદલાય છે તે જ ઉત્પાદ કહેવાય