________________
અધ્યાય-૫ સૂત્ર-૨૯
૩૧૧ ન્યાયયુક્ત છે....lal
હજી પણ ભજના બતાવે છે.એક સત્ એવું છે કે “છે અને ઉત્પન્ન થતું નથી”, વળી એક સત્ એવું છે કે “ઉત્પન્ન થાય છે અને છે” વળી એક સતુ એવું છે કે “નથી અને ઉત્પન્ન થાય છે” જે આવું નથી તેનાથી પર જે અસત્ છે તે “નથી અને ઉત્પન્ન પણ થતું નથી.” I૪
ભજનાનું સારી રીતે સુલભતાથી જ્ઞાન થાય માટે ચાર દષ્ટાંત આપે છે.... આ ચારેનાં ઉદાહરણ આ પ્રમાણે છે– (૧) આકાશ સત્ છે પણ સ્વતઃ ઉત્પન્ન થતું નથી...છે અને ઉત્પન્ન થતું નથી. (૨) પરમાણુ ઉત્પન્ન થાય છે અને સત્ છે.... ‘ઉત્પન્ન થાય છે અને છે. (૩) પ્રદીપના અંત્યશિખાદિ નથી અને ઉત્પન્ન થાય છે... નથી અને ઉત્પન્ન થાય છે. (૪) આકાશકુસુમ નથી અને ઉત્પન્ન પણ થતું નથી. નથી અને ઉત્પન્ન પણ થતું
નથી.
આ પાંચ કારિકાનો સંક્ષિપ્ત ભાવાર્થ.
પુદ્ગલ અને જીવોમાં ઉત્પાદ-વ્યય જુદા પ્રકારના છે, ધર્મ, અધર્મ, આકાશમાં ઉત્પાદવ્યય જુદા પ્રકારના છે જ્યારે ધ્રૌવ્ય પાંચેય દ્રવ્યોમાં સમાન છે માટે વૃત્તિ-ભાષ્યમાં ધ્રૌવ્ય ૨ આ પદ જુદું મૂક્યું છે. ઉત્પાદ-વ્યય ધર્માદિમાં જુદા પ્રકારના છે અને જીવ પુગલમાં જુદા પ્રકારના છે.
ધર્મ, અધર્મ અને આકાશમાં અધિગમના ઉપાયના વિષયપણે ઉત્પાદ અને વ્યય છે, જ્યારે જીવ અને પુદ્ગલોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાથી ઉત્પાદ અને વ્યય છે. પ્રયોગથી થનારા ઉત્પાદ અને વ્યય જુદા છે અને પ્રયોગ વિના સ્વાભાવિક થનારા ઉત્પાદ-વ્યય જુદા છે. ધર્માસ્તિકાયાદિમાં દ્રવ્યસ્વભાવની અપેક્ષાવાળા અપ્રયોગજ જ્ઞાનના વિષયરૂપ જ ઉત્પાદ અને પ્રશ્રુતિ છે. તેમાં પૌરુષેય પ્રયોગ કે વિન્નસા પ્રયોગ થઈ શકતા નથી. આથી ધર્મ, અધર્મ, આકાશ આ ત્રણના ઉત્પાદ-વિનાશ પરનિમિત્તક છે. જ્યારે જીવ અને પુગલના ઉત્પાદ-વ્યય પ્રયોગ અને વિગ્નસાથી થાય છે. આ રીતે ધર્મ અધર્મ આકાશમાં (૧) માત્ર જ્ઞાનના વિષયરૂપે જ ઉત્પાદ-વ્યય છે. આ રીતે ધર્મ-અધર્મ આકાશમાં (૨) દ્રવ્ય સ્વભાવની અપેક્ષાવાળા અપ્રયોગજ ઉત્પાદ-વ્યય છે.-- --
૧. “ભેદાદણ' એટલે ભેદથી પરમાણુ ઉત્પન્ન થતો હોવાથી પરમાણુ કથંચિત્ અનિત્ય મનાય છે તે
- અપેક્ષાએ આ ઉદાહરણ છે. ૨. “નથી અને ઉત્પન્ન થાય છે” આવું તમે જે કહ્યું એનાથી દ્રવ્ય જે અસ્તિત્વરૂપ છે તેનું વ્યાપકપણું
નહી થાય ! એવી શંકા નહીં કરવી કેમ કે દ્રૌવ્ય એ સતનું લક્ષણ દ્રવ્યાર્થિક નયથી છે. પુદ્ગલરૂપે પ્રદીપની અંત્યશિખાદિનું ઉત્પત્તિ પહેલા અને વિનાશના પછી પણ પુદ્ગલરૂપે સત્ત્વ છે જ એટલે ધ્રૌવ્ય રહ્યું.