________________
૩૧૦
તત્ત્વાર્થ સૂત્ર છે. ઉત્પાદ-વ્યય એ પર્યાય-વિશેષ છે. સામાન્ય વગર વિશેષ હોઈ શકતું જ નથી. જો દ્રવ્યાંશ ન હોય તો ઉત્પાદ કોનો ? અને ઉત્પાદ નથી તો તે આકારે વિનાશ કોનો ?
આમ આપણે ધ્રૌવ્યાંશની મુખ્યતા બતાવવા માટે ભાષ્યકારે “બ્રૌવ્ય’ પદ અસમસ્ત મૂક્યું છે તેવું સમાધાન કર્યું ત્યારે બીજાઓ આ પ્રશ્નનું બીજી રીતે સમાધાન કરે છે..- બીજાઓ તરફથી આ પ્રશ્નનું બીજી રીતે સમાધાન.....
“ધ્રૌવ્ય =' આ પદ ભાષ્યમાં ભાષ્યકારે અસમસ્ત (સમાસ વગર) મૂક્યું છે તેનું કારણ ઉત્પાદ-વ્યય સતનું લક્ષણ છે અને બીજું પ્રૌવ્ય એ સનું લક્ષણ છે. ધ્રૌવ્ય એ સતનું લક્ષણ બધાં દ્રવ્યોમાં છે જ્યારે ઉત્પાદ-વ્યય એ સતનું લક્ષણ પુદ્ગલમાં જ છે અને તે સિવાયનાં દ્રવ્યોમાં ઉત્પાદ-વ્યય ઘટાવવાં હોય તો ઉપચારથી ઘટાવાય. આ ભેદ બતાવવા માટે “ધ્રૌવ્ય' આ પદ જુદું મૂક્યું છે. તે વાત આ કારિકામાં છે.
કારિકા :- ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત હોય તે સત્ છે. આમ ત્રિલક્ષણરૂપ સત્ સિદ્ધ થયે છતે સાદિસતુ ઉત્પત્તિવાળી વસ્તુ કેમ ત્રિલક્ષણ ન બને? કેમ કે જે ઉત્પત્તિમ પદાર્થ હોય છે તે નિયમથી વિનાશી હોય છે. એટલે જ્યાં ઉત્પાદ છે ત્યાં વિનાશ અને ધ્રૌવ્ય અવશ્યમેવ હોય છે. તો સતુ ત્રિલક્ષણ કેમ ન થાય ? અર્થાત્ સત્ ત્રિલક્ષણ છે. આ પૂર્વાર્ધનો અર્થ થયો. હવે ઉત્તરાર્ધનો અર્થ વિચારીએ. સૂત્રમાં ત્રિપું કહ્યું એટલે ઉત્પાદાદિ ત્રણની મધ્યમાં સના લક્ષણરૂપે જે પ્રૌવ્ય કહ્યું છે તે દ્રવ્યાર્થિકથી કહ્યું છે. જેના
શંકા :- સૂત્રમાં સમાસથી જ ઉત્પાદાદિ ત્રણનો બોધ થઈ જતો હોવા છતાં ધ્રૌવ્યને ભાષ્યકારે જુદું કેમ પાડ્યું ?
સમાધાન :- પ્રૌવ્ય એ સતનું લક્ષણ છે. આથી જ આ ભાષ્યમાં દ્રવ્ય ૨ આ પદ જુદું મૂક્યું છે. (ઉત્પાવ્યયાખ્યાં ધ્રૌવ્યા ૨) આ પૂર્વાર્ધનો અર્થ છે. હવે ઉત્તરાર્ધનો અર્થ છે.
શંકા :- વૃત્તિમાં પ્રૌવ્ય જેમ જુદું કહ્યું તેમ ઉત્પાદ-વ્યય એ પણ જુદા કહ્યા છે તો તે બે સતનું લક્ષણ કેમ નહીં ?
સમાધાન :- સત્ ત્રિરૂપ છે. ઉત્પાદાદિ ત્રય જે આ ત્રણ સંભવથી વિકલ્યતે–વિભાગ કરાય છે મતલબ જે પ્રકારે જ્યાં જેનો સંભવ હોય તે રીતે ત્યાં વિભાગ કરાય છે... રા. તો તે કેવી રીતે થાય છે તે બતાવે છે–
....ઉત્પાદ અને વ્યયમાં નિયમથી પ્રૌવ્ય છે પણ જે અંત્યે ધ્રૌવ્ય છે તેમાં ઉત્પાદ અને વ્યયની ભજના છે. ધ્રૌવ્ય એવા ગગનાદિમાં સ્વતઃ ઉત્પાદ-વ્યય નથી કેમ કે એ આકાશમાં ઉત્પાદ-વ્યય બીજાની અપેક્ષાએ છે. એટલે સ્વતઃ નથી પણ પર નિમિત્તથી તો એટલે કે અવગાહના લેનાર પુદ્ગલાદિની અપેક્ષાથી અવગાહના આદિ રૂપ ઉત્પાદ-વ્યય છે. એટલે ઉપચારથી ઉત્પાદ-વ્યય સંભવે પણ છે. આ રીતે ઉત્પાદ-વ્યય વસ્તુમાં વ્યાપક છે જ એટલે સતનું લક્ષણ કેમ ન બને ? ઉપચારથી સનું લક્ષણ બને, પ્રધાનવૃત્તિ લઈએ તો ધ્રૌવ્ય એ વસ્તુનું વ્યાપક છે તો બ્રૌવ્ય એ વ્યાપક હોવાથી સનું લક્ષણ બને. પ્રધાનવૃત્તિનો આશ્રય કરવો એ જ