________________
તત્ત્વાર્થ સૂત્ર
૩૦૮
સ્વરૂપથી સિદ્ધ છે પણ આ કારણ છે, આ કાર્ય છે. આ અસત્ પદાર્થના વિષયવાળું જ્ઞાન નથી. આ રીતે આપણે દ્રવ્યાસ્તિકાય ને પર્યાયાસ્તિકાયના મન્તવ્યને વિચાર્યું. તેમના એકાંત નિરૂપણમાં અનેક દોષો આવ્યા તે અનેકાંતવાદ સ્યાદ્વાદની પ્રક્રિયાથી આપણે સંમાર્જિત કર્યા અને તેના દ્વારા સૂત્રનો વિસ્તારથી અર્થ વિચાર્યો.
હવે આપણે ભાષ્યના અક્ષરોને લઈને વિચારણા કરીએ..
ભાષ્યમાં ‘ઉત્પાવ્યયામ્યાં ધ્રૌવ્યેળ ચ યુ તો લક્ષળમ્'.... . આ પહેલી પંક્તિ છે.... તેમાં ‘ઉત્પાવ્યયાભ્યામ્'
उत्पादश्च व्ययश्च उत्पादव्ययौ
નિર્દેશ કર્યો છે.
=
=
૧.
ઉત્પાદ અને વ્યય. આ રીતે સમાસ કરીને એક પદથી
ध्रौव्येण ध्रुवतीति ध्रुवम् — शाश्वतं ध्रुवस्य भावः ध्रौव्यम्
સ્થિરતા
ઉત્પાદ્યયૌ ચ ધ્રૌવ્યું ૬ ઉત્પાવ્યયધ્રૌવ્યાળિ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય.
યુń યુક્ત એટલે યોગ, (જોડાયેલું) સમુદાય.
સત્ અસ્તીતિ સત્ વિદ્યમાન.
આ પ્રમાણે ભાષ્યની પહેલી પંક્તિના શબ્દોનો અર્થ છે. હવે તેનો ભાવાર્થ વિચારીએ
=
નિત્ય
છીએ.
પરસ્પર સાપેક્ષ ઉત્પાદાદિ સમુદાય સત્ છે...
ઉત્પાદાદિ એક એક સત્ નથી. પણ યોગ એટલે પરસ્પર સાપેક્ષ ઉત્પાદાદિનો સમુદાય સત્ છે. પરસ્પર નિરપેક્ષ ઉત્પાદાદિનો સમુદાય સત્ નથી. આ ભાષ્યના શબ્દોનો ભાવાર્થ છે તેનું રહસ્ય છે.
દા. ત. જેમ સમુદિત (મળેલાં) વૃક્ષો એ જ વન છે પણ એક એક વૃક્ષ એ વન નથી. તેમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પરસ્પર સાપેક્ષ—તેનો યોગ એ સત્ છે પણ ઉત્પાદાદિ એક એક સત્ નથી.
‘યુક્ત’ પદનો બીજી રીતે અર્થ...
ઉપર યુનુંવી યોળે આ ધાતુનો પરસ્પર સાપેક્ષ અર્થ કર્યો. હવે યુનિષ સમાધી આ ધાતુનો પ્રયોગ રાખી અર્થ કરીએ છીએ. એટલે યુનો અર્થ ‘સમાહિત' થાય. આથી ‘સમાહિત ત્રિસ્વભાવું સત્' આવો સૂત્રાર્થ થાય. તો સમાહિત એટલે એકબીજામાં સંબદ્ધ, ત્રિસ્વભાવું એટલે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય જ. આનો સળંગ અર્થ—એકબીજામાં સંબદ્ધ એવા ઉત્પાદ, વ્યય અને
અહીં યોગ એ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યના સંયોગરૂપ યોગ નથી, સમુદાય પણ જુદો નથી પરંતુ ‘સમુદિત થયેલા એવા' તે યોગ છે.