________________
અધ્યાય-૫ સૂત્ર-૨૯
૩૦૭ | (૩) સતુ એવી દીર્ઘતા અસતુ એવી હ્રસ્વતાનું કારણ બની શકે નહીં.
આ બધા દોષો આવે છે અને દીર્ઘતા “અસતુ’ છે એવું સ્વીકારો તો તો ઉપર બતાવી જ દીધું છે કે અસથી અસત્ ઉત્પન્ન થવો જોઈએ પણ તે તો બનતું જ નથી.
જો દીર્ઘતા-હ્રસ્વતા બંનેને સત્ સ્વીકારો તો તો કોઈ પ્રશ્ન જ નથી. બંને છે જ પછી પ્રતીત્યપ્રત્યયની વાત જ રહેતી નથી.
વળી જો તમે કહો કે બધું પ્રતીત્ય જ છે, પ્રતીત્યથી જ સિદ્ધ છે પ્રતીત્ય વિના થતું નથી...
તો અમે પૂછીએ છીએ કે પ્રતીત્યની સિદ્ધિ કોનાથી ? પ્રતીત્યસિદ્ધિ પણ પ્રતીત્યસિદ્ધિથી જ સ્વીકારવી પડશે. અને તેથી તારા સ્વીકારેલાનો વિરોધ આવશે. કેમ કે આ પ્રતીત્યસિદ્ધિ પ્રતીત્યસિદ્ધિથી થાય છે તો એ પ્રતીત્યસિદ્ધિ આ પ્રતીત્યસિદ્ધિથી થવી જોઈએ ને ? તો જ સર્વ પ્રતીત્યપ્રત્યય છે. આ સિદ્ધાંત રહી શકે ને ? એવું તો છે નહીં માટે વિરોધ આવશે !......તેથી ધ્રૌવ્યાંશ લક્ષણથી દ્રવ્યની સત્તા સત્ છે, અપેક્ષ્ય સિદ્ધ નથી, જે દ્રવ્યસત્તા કારણ તરીકે વ્યવહારનો વિષય બને છે. અર્થાત્ દ્રવ્ય છે જ જેને આપણે કારણ કહીએ છીએ. આ રીતે કારણ છે એ સિદ્ધ થાય છે. કારણની સિદ્ધિ થઈ એટલે કાર્યની પણ સિદ્ધિ થાય જ કેમ કે કાર્ય વિના કારણ હોય નહિ. આ અવિનાભાવ વ્યાપ્તિથી કાર્યની સિદ્ધિ પણ થઈ ગઈ.
જો કાર્ય ન હોય તો કારણ બની શકે જ નહીં કેમ કે કારણના ગુણનો અસંભવ છે. કારણનો ગુણ છે “કરવું' એ કરે તો કારણ કહેવાય. જો કાર્ય ન કરે તો તેનો ગુણ ન રહ્યો તો તે કારણ બને જ કેવી રીતે ? કારણ છે તો તે કરે છે માટે કાર્ય છે જ.
પર્યાયાસ્તિકે જણાવ્યું હતું કે... “ઉત્પાદ-વ્યય સ્વયં થાય છે....કાર્યકારણનું જ્ઞાન અપેક્ષાથી થાય છે. સર્વ પ્રતીત્યપ્રત્યય છે....આ વાત બરાબર નથી. એ તો આપણે વિચારી ગયા છીએ... પણ આપણે ત્યાં એકાંત નથી.
ઉત્પાદ આદિ કેટલાક પર્યાયો અપેક્ષાથી સિદ્ધ છે. કેટલાક અપેક્ષા વગર સ્વયંસિદ્ધ છે. અપેશ્યસિદ્ધ પર્યાયો :- પ્રયોગથી થનારા પટ આદિ પર્યાયો અપેક્ષ્યસિદ્ધ છે.
અનપેશ્યસિદ્ધ પર્યાયો - સ્વાભાવિક વિગ્નસાથી થનારા પરમાણુની નીલતા, વાદળ, ઇન્દ્રધનુષ, વીજળી આદિ પર્યાયો અનપેક્ષ્ય સિદ્ધ છે.
આ રીતે કાર્ય-કારણના સ્વરૂપની સિદ્ધિ થઈ ગઈ એટલે પહેલા જે તમે કહ્યું હતું કે– “તંતુ અને પટમાં કે માટી અને ઘટમાં કોઈ સ્વસિદ્ધ રૂપ નથી. તંતુમાં આ કારણ છે, અને પટમાં આ કાર્ય છેઆવું જ્ઞાન થાય છે તે તો અપેક્ષાથી થાય છે... તંતુ સ્વયં કારણ નથી, પટ સ્વયં કાર્ય નથી અને તેમાં આ કારણ છે, આ કાર્ય છે આવું જ્ઞાન કરો છો તેથી તે અસદ્ અર્થવિષયક છે. છે નહીં ને તેનું જ્ઞાન કરો છો એટલે તે અસઅર્થવિષયક છે... આ વાત પણ સિદ્ધ થઈ નહીં કારણ અને કાર્ય અસદ્ અર્થવિષયક નથી એ પ્રમાણે સિદ્ધ થયું.
આ રીતે કાર્ય-કારણ કલ્પનામાત્ર નથી. કાર્ય પણ છે, કારણ પણ છે. કાર્ય-કારણ