________________
૩૦૫
અધ્યાય-૫: સૂત્ર-૨૯ કલ્પના એ બાહ્યર્થ શૂન્ય વિજ્ઞાનમાત્ર હોય તો તે કારણ બની શકે નહીં.
જો કલ્પના એ બાહ્યાર્થન્ય વિજ્ઞાનમાત્ર હોય તો તે(વિજ્ઞાન)ની પોતાનાથી જુદા ઘટાદિ કાર્યાન્તરને ઉત્પન્ન કરવાની શક્તિ નથી. પદાર્થ વિના માત્ર જ્ઞાન એ કાર્યને ઉત્પન્ન કરી શકે નહીં, એટલે ગ્રાહ્ય-ગ્રાહકરૂપ પદાર્થથી શૂન્ય એકલું વિજ્ઞાન છે એ પ્રમાણે માની શકાય નહીં. કેમ કે “અર્થશૂન્ય એકલું વિજ્ઞાન છે' આમાં કોઈ પ્રમાણ નથી. પ્રમેયરૂપ કોઈ અર્થ તો છે જ નહીં તો પ્રમાણ કેવી રીતે બને ? જો કોઈ પદાર્થ નથી તો તેનું જ્ઞાન કેવી રીતે ? વિજ્ઞાન વિજ્ઞાન ત્યારે જ કહેવાય કે એનાથી કોઈ ગ્રાહ્ય હોય. માટે બહિરંગાથે(બાહ્ય પદાર્થોથી શૂન્ય ગ્રાહ્ય-ગ્રાહક વિજ્ઞાનમાત્ર છે. એમાં કોઈ પણ પ્રમાણ નહીં હોવાથી સ્વીકારી શકાય તેમ નથી . કાર્ય-કારણ એ ભ્રાન્તિ છે.
ઉપર મુજબ જો વાદી કલ્પના એટલે “બાહ્યાWશૂન્યવિજ્ઞાન' આવું નિરૂપણ કરે છે તો દોષ આવે છે. કલ્પના ઘટાદિ કાર્યનું કારણ બની શકતી નથી માટે હવે તે વાદી કહે છે કે કાર્યકારણ, ગ્રાહ્ય-ગ્રાહક અર્થાત્ આ કાર્ય છે ને આ કારણ છે. આવી જે વ્યવસ્થા છે તે માત્ર ભ્રાંતિ છે. કાર્ય-કારણ વ્યવસ્થા અબ્રાંત છે..
કાર્ય-કારણ વ્યવસ્થા ભ્રાંતિ નથી. કેમ કે ભ્રાંતિનું પણ કોઈ બીજ (કારણો હોય છે. જ્યારે કાર્ય-કારણ વ્યવસ્થા ભ્રાંત છે આવું સિદ્ધ કરનારું કોઈ કારણ નથી માટે કાર્યકારણ વ્યવસ્થા અભ્રાત છે, ભ્રાંત નથી.
જો તું “બાહ્યર્થ શૂન્ય' પ્રયોગ કહે તો તે પણ બની શકે નહિ. કેમ કે પ્રતિષેધ અને પ્રતિષેધ્ય બંનેનો સદ્ભાવ છે. તમે અભાવ કહો તો કોનો અભાવ ? જેનો અભાવ બોલો છો તે પ્રતિષેધ્ય છે અને અભાવ એ પ્રતિષેધ છે. આમ પ્રતિષેધ અને પ્રતિષેધ્ય બને છે. તમે બાહ્ય અર્થની શૂન્યતા બોલો છો તેથી બાહ્ય અર્થનો પ્રતિષેધ થાય છે. અહીં પ્રતિષેધ્ય બાહ્ય અર્થ હોય જ નહીં તો પ્રતિષેધ કોનો ? અર્થાતુ-પ્રતિષેધ્ય વિના પ્રતિષેધ બની શકે નહીં. દા. ત. જેમ શશશૃંગ એ પ્રતિષેધ્ય નથી એટલે એનો અભાવ બોલાતો નથી. આથી પ્રતિષેધ્ય અને પ્રતિષેધ બંનેનો સદ્ભાવ હોવાથી શૂન્યતા પણ સંભવી શકે નહિ. માટે “બાહ્યર્થ શૂન્ય” પણ કહી શકે નહિ. કલ્પના એ શબ્દમાત્ર હોય તો અભાવ પણ અસત્ થશે.
હવે તમે કહો કે–“કલ્પના એ બહિરંગાર્થશૂન્ય માત્ર શબ્દપ્રયોગ જ છે. અર્થાત્ પદાર્થો છે. જ નહીં. પરમાર્થથી કોઈ પદાર્થ નથી. પણ પદાર્થ છે એવું કહેવાય છે તે વ્યવહારથી. આ કાર્ય છે, આ કારણ છે. આ તો માત્ર શબ્દપ્રયોગ છે. વાસ્તવિક કોઈ પદાર્થ કાર્ય નથી, કોઈ કારણ નથી.”
તો અમે કહીએ છીએ કે–પ્રતિષેધ પણ વ્યવહાર જ છે. એટલે પ્રતિષેધ પણ અસત્ થશે ! તમે બાહ્ય પદાર્થનો પ્રતિષેધ કરી રહ્યા છો તો તે પણ વ્યવહાર જ છે. માત્ર શબ્દપ્રયોગ