________________
૩૦૪
તત્ત્વાર્થ સૂત્ર પડશે. આવો દોષ આપ્યો હતો.” તે અમારે તો સિદ્ધ જ છે. કેમ કે તંતુઓમાં દ્રવ્યથી પટ રહે જ છે......
....જો દેશથી તંતુઓમાં પટ હોય તો કોઈ એક આખો પટ બનશે જ નહીં...” તે દોષ પણ અમારી સામે ટકી શકતો નથી કેમ કે “તંતુમાં દેશથી પટ કહો તો પટનો દેશ તંતુ જ છે તો તે તંતુ પણ પટમાં દ્રવ્યથી છે જ. એટલે અમારે તો બધું સિદ્ધ જ છે. સિદ્ધને સાધ્ય કરવું તે તો સિદ્ધસાધ્યતા દોષ છે. સાધ્ય તો અસિદ્ધનું કરવાનું હોય છે.
તેથી આ રીતે વિચારતાં જુદો એક અવયવી નથી. દ્રવ્યાસ્તિકે “અવયવોથી જુદું એક દ્રવ્ય જ છે. આવું જે નિરૂપણ કર્યું હતું તે બરાબર નથી. અવયવોથી જુદો એક અવયવી નથી.
અને....આથી જ પહેલા જે પર્યાયાસ્તિકે કહ્યું હતું કે –“એક દ્રવ્યનો અભાવ હોવાથી માત્ર ઉત્પાદ-વિનાશ છે સર્વ વસ્તુ ઉત્પાદ-વિનાશવાળી છે. ઉત્પાદ-વિનાશવાળી વસ્તુ અર્થક્રિયામાં સમર્થ છે.” તે નિરૂપણ પણ દ્રવ્ય-પર્યાય ઉભય નયથી વિચારતા દૂર થાય છે અને સ્થિતિસ્વરૂપ અન્વયી દ્રવ્યાંશ છે જેના આધારે ઉત્પાદ અને વિનાશ છે તે સિદ્ધ થાય છે અને આથી સ્થિતિ, ઉત્પાદ અને વિનાશ સ્વભાવ જ સર્વ વસ્તુ અર્થક્રિયામાં સમર્થ છે. સ્થિતિ નિરપેક્ષ ઉત્પાદ-વિનાશ હોઈ શકતા નથી. એટલે માત્ર ઉત્પાદ-વિનાશ નથી પણ સ્થિતિથી સાપેક્ષ ઉત્પાદવિનાશ છે. વસ્તુ સ્થિતિ-ઉત્પાદ-વિનાશ સ્વરૂપ છે.
વળી પણ પહેલા પર્યાયાસ્તિકે નિરૂપણ કર્યું હતું કે...માત્ર ઉત્પાદ-વ્યય છે” ત્યારે દ્રવાસ્તિકે કહ્યું કે “ઉત્પાદ-વ્યય કાર્ય છે તો તેનું કારણ હોવું જોઈએ. કારણરૂપે દ્રવ્યની સિદ્ધિ થાય છે...” તો તેનું ખંડન કરતાં પર્યાયાસ્તિકે જણાવ્યું કે કાર્ય-કારણ કલ્પના માત્ર છે. અપેક્ષાથી આ કાર્ય છે, આ કારણ છે આવું જ્ઞાન થાય છે....” અપેક્ષાથી જ્ઞાન થતું હોવાથી કાર્યકારણ કલ્પના માત્ર છે”.....
તો તેનું આ નિરૂપણ પણ અયુક્ત છે. કેમ કે કારણ એટલે શું? કારણ કોને કહેવાય?
જે કરે તે કારણ. કાર્યાન્તરને (પોતાનાથી જુદા કાર્યને) પેદા કરવામાં જે સમર્થ હોય છે તે કારણ કહેવાય છે. કેમ કે ક્રિયા એ કારણાન્તરની અપેક્ષા રાખે છે. કારણ સાપેક્ષ જ ક્રિયા હોય છે.
અને તમે જે કલ્પના કહો છો તે શું છે?
શું કલ્પના બાહ્યર્થશૂન્ય વિજ્ઞાનમાત્ર છે? અર્થાત્ બાહ્ય પદાર્થ વિના માત્ર તેનું જ્ઞાન જ છે ?
શું કલ્પના બાહ્યાWશૂન્ય શબ્દમાત્ર છે? અર્થાત્ બાહ્ય પદાર્થ વિના માત્ર શબ્દપ્રયોગ
છે ?
૧. ક્રિયા જેમાં પેદા થાય છે તેના સિવાયનું કારણ તે કારણાન્તર. દા. ત. ચક્રમાં ભૂમિ પેદા કરવી હોય
તો કારણાન્તર દંડની અપેક્ષા રહે છે. તેવી રીતે અહીં સમજવું.