________________
અધ્યાય-૫ સૂત્ર-૨૯
૩૦૩ સાધ્ય છે અસત્ત્વ, તે સાધ્યનો જ્યાં અભાવ છે એટલે કે તારા આદિ સત્ છે તેમાં પણ એ હેતુ ચાલ્યો ગયો તેથી વ્યભિચાર આવશે.
માટે “સબૂત ગુણત્વે તિ’ આ વિશેષણ મૂક્યું છે. તેથી વ્યભિચાર નહિ આવે. કેમ કે તારા આદિનું રૂપ તેનાથી અધિક પ્રકાશવાળા સૂર્યથી અભિભૂત (દબાયેલું) છે. અભિભૂત છે માટે રૂપ હોવા છતાં પ્રાપ્ત થતું નથી. જ્યારે આ વિશેષણ દ્વારા અભિભૂત નથી અને રૂપાદિ ગુણ પ્રાપ્ત થતા નથી માટે અવયવી જુદો અસત્ છે આવું સિદ્ધ થાય છે.
માટે હેતુમાં મૂકેલ વિશેષણ સાર્થક છે.
વળી તંતુના પરિણામમાં દ્રવ્યરૂપે પટનો પરિણામ છે જ કેમ કે ઘણા કાળથી તંતુમાં તે પટ છે જ. કારણમાં કાર્ય કથંચિત્ સત્ છે. દ્રવ્યરૂપે તંતુમાં પટ છે જ.
પર્યાયરૂપે તંતુમાં પટનો અભાવ છે. કેમ કે પર્યાય જે છે તે ક્યાં તો અતીત હોય છે, ક્યાં તો અનાગત હોય છે, ક્યાં તો વર્તમાન હોય છે. તેમાં અતીત પર્યાય અને અનાગત પર્યાય અસત છે. ભૂતકાળના પર્યાય અને ભવિષ્યકાળના પર્યાયનો અભાવ છે એટલે તે વ્યવહારને યોગ્ય હોતા નથી. ભૂત અને ભવિષ્યના પર્યાયથી કોઈ કાર્ય થતું નથી. આથી વર્તમાન પર્યાય જ ઉપયોગી થાય છે. તેનાથી જ કામ થાય છે. માટે પરમાર્થથી વર્તમાન પર્યાય જ છે. દા. ત. જેમ અતીત (ફૂટેલો) ઘટ. ફૂટી ગયેલા ઘડાથી પાણી લાવવાનું કાર્ય બને નહીં. તેમ ભવિષ્યકાળનો ઘટ, હજી ઘટ થયો જ નથી તો તેનાથી પાણી લાવવાનો વ્યવહાર કેવી રીતે થઈ શકે? એટલે વર્તમાન પર્યાય, વર્તમાન ઘટ જ પાણી લાવવા રૂપ કાર્યમાં ઉપયોગી થાય છે. માટે વાસ્તવિક વર્તમાન પર્યાય જ સત્ છે.
આ રીતે દ્રવ્યરૂપે તંતુમાં પટ છે જ અને પર્યાયરૂપે (વર્તમાન પર્યાયથી) તંતુમાં પટનો અભાવ છે.
એવી જ રીતે પટ પરિણામના કાળે (પટમાં) દ્રવ્યરૂપે તંતુ છે પણ પર્યાયરૂપે તંતુ નથી. જ્યારે તંતુનો પટ બને છે ત્યારે તંતુપર્યાયનો નાશ થાય છે અને પટપર્યાયનો ઉત્પાદ થાય છે.
આમ સુંદર બુદ્ધિવાળા સ્યાદ્વાદીઓ ઉભયનયની અપેક્ષાએ અવયવ-અવયવી, સમુદાયસમુદાયી, ગુણ-ગુણીઓમાં ભેદભેદ સ્વીકારે છે તેથી અનેકાંતની સૂક્ષ્મ-બાદર, પ્રતિઘાતઅપ્રતિઘાત, ભેદ-સંઘાત, કાર્ય-કારણ, એકત્વ-અન્યત્વ વગેરે સર્વ પ્રકારનાં પરિણામો(પર્યાયો)ને સ્વીકારે છે. આથી કોઈ પણ પ્રકારનો દોષ અનેકાંતવાદીને આવતો નથી.
આ પ્રમાણે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બંને નયના વર્ણનથી..... “અવયવો પોતાનાથી જુદા અવયવી દ્રવ્યના આરંભક છે.” આવું નિરૂપણ કરતાં દ્રવ્યાસ્તિકને પર્યાયાસ્તિકે પ્રશ્ન કર્યો હતો કે-“અવયવી-પટ પોતાના કારણભૂત પ્રત્યેક અવયવોમાં (તંતુઓમાં) સર્વથી છે કે દેશથી છે ?”
આ વિકલ્પ પણ સ્યાદ્વાદીની સામે સિદ્ધસાધ્યતા આદિ ઘણા દોષવાળો હોવાથી દૂર કરાયેલો જ જાણવો..........કેમ કે “જો સર્વથી તંતુઓમાં પટ હોય તો ઘણા અવયવી માનવા