________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
૩૦૯
ધ્રૌવ્ય આ ત્રણ સ્વભાવવાળું સત્ છે. આ રીતે યુક્ત પદનો બીજો અર્થ સમાધિ કર્યો.
આમ ભાષ્યમાં પ્રયોગ કરાયેલ “યુ$'ના બે અર્થ કર્યા. ૧. યુપી યોગે–પરસ્પર સાપેક્ષ.
ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એકબીજાની અપેક્ષાએ છે, ઉત્પાદ વ્યયની અપેક્ષાએ છે, વ્યય ઉત્પાદની અપેક્ષાએ છે, પ્રૌવ્ય પણ ઉત્પાદ-વ્યયની અપેક્ષાએ છે ને ઉત્પાદ-વ્યય પણ દ્રૌવ્યની અપેક્ષાએ છે. ઉત્પાદ સિવાય વ્યય નથી, વ્યય સિવાય ઉત્પાદ નથી, ધ્રૌવ્ય સિવાય ઉત્પાદ-વ્યય નથી. આમ ત્રણે પરસ્પર સાપેક્ષ છે.
૨. યુનિવ સમાધી–પરસ્પર પ્રતિબદ્ધ ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય ત્રણે સાથે રહે, કોઈ કોઈને છોડીને ન રહે.
આ રીતે બંને યુન્ ધાતુના અર્થ બતાવી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પરસ્પર સાપેક્ષ એકસાથે જ રહે છે આવું નિશ્ચિત જ્ઞાન કરાવે છે. બીજાઓએ કરેલ સૂત્રનો અર્થ.
બીજાઓ “ઉત્પત્રિબ્રીચૈથુરું' આ પ્રમાણે સૂત્ર રાખી “ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી જે યુક્ત હોય તે સત્ છે” આવો અર્થ કરે છે.
પ્રશ્ન - તો તેઓને અમે પ્રશ્ન પૂછીએ છીએ કે ઉત્પાદાદિથી યુક્ત શું છે? ઉત્પાદાદિથી યુક્ત જે હોય તેનું નિરૂપણ કરવું જોઈએ.
ઉત્પાદાદિ ત્રણ સિવાય દ્રવ્યનો અભાવ હોવાથી અમે જાણી શકતા નથી કે ઉત્પાદાદિથી યુક્ત કોણ થાય છે ?
હવે બીજાઓ આ પ્રશ્નનું સમાધાન કરતાં કહે છે કે
ઉત્તર :- અહીં ઉત્પાદાદિથી યુક્ત વિશેષ્ય કરાય છે અર્થાત “સમુદિત એવા ઉત્પાદાદિ’ એ પ્રમાણે વિશેષણથી વિશિષ્ટ કરાય છે. સમુદિત ઉત્પાદાદિ સાથે જે યોગ છે તે યોગ યુક્ત કહેવાય. આ જ સત્ કહેવાય છે. એટલે કે સમુદિત ઉત્પાદાદિનો યોગ છે તે જ સત છે પણ ભિન્ન ઉત્પાદ અને વ્યય વડે જે યોગ તે સત્ નથી.
આ ઉત્પાદાદિનો યોગ સામાન્યથી અનાદિથી છે. વિશેષથી (અમુકનો ઉત્પાદાદિ આ રીતે) વિવક્ષા કરીએ તો તે યોગ આદિ છે. ઉત્પાદ-વ્યય સમાસથી કહ્યા અને ધ્રૌવ્ય જુદું કહ્યું તેનું કારણ... - હવે ભાષ્યકારે ઉત્પાદ-વ્યયને સમાસથી કહ્યા અને ધ્રૌવ્યને જુદું કહ્યું તેનું શું કારણ? આ પ્રશ્ન સ્વાભાવિક થાય છે.
તો તેનું સમાધાન પણ સુંદર છે. તે આ પ્રમાણે–
સામાન્ય એ પ્રધાન છે તે જણાવવા માટે પ્રૌવ્ય' એ પદ જુદું રાખ્યું છે. કારણ કે અન્વયાંશ-દ્રવ્યાંશ હોય તો જ તેને આશ્રયીને ઉત્પાદ-વ્યય સંગત થઈ શકે. દ્રવ્યાંશ એ સામાન્ય