________________
૩૦૬
તત્ત્વાર્થ સૂત્ર છે એટલે તે અસતુ થશે ! બાહ્ય પદાર્થોનો પ્રતિષેધ અસત છે એટલે બાહ્યપદાર્થોનો સદ્દભાવ અપ્રતિહત છે. બાહ્ય પદાર્થો નથી એ વ્યવહારથી કહેવાય છે એટલે બાહ્યપદાર્થો છે એ વાસ્તવિક જ છે તો પદાર્થો નથી એ કેવી રીતે કહેવાય? એટલે પદાર્થો પણ છે અને કાર્યકારણ ભાવ પણ છે.
જે અસત છે, રાસભશંગ નથી તેની કોઈએ પોતે કલ્પના કરી હોય કે તે આવું છે તો તેવું પરિકલ્પિત રાસભશૃંગ માટી ખોદવાનું કામ કરતું કોઈ કાળે ઈષ્ટ પણ નથી અને દષ્ટ પણ નથી. આવું જોયું કોઈએ કે રાસભ શૃંગ માટી ખોદી રહ્યું છે? આવી વાત કરે તો પણ ગમે ? નહીં જ, કારણ કે અસત્ છે. છે જ નહીં તેની વાત કયાં ?
આથી અસતુ એવા રાસભશંગ આદિ કોઈનું કારણ પણ નથી અને કાર્ય પણ નથી. માટે જ સાવ અપ્રતિહત હોવાથી ભાવો (પદાર્થો) છે અને કાર્ય-કારણ ભાવ પણ છે.
વળી “કાર્ય-કારણ કલ્પનામાત્ર છે', આ નિરૂપણમાં “પ્રતીત્યપ્રત્યયમાત્રવૃત્તિવાત’ હેતુ આપી દીર્ઘત્વવતાવત્' ઉદાહરણ આપ્યું છે તે ઉદાહરણ પણ બરાબર નથી.
કેમ કે તમે કહો છો દીર્થની અપેક્ષાએ હસ્વ છે અને હવની અપેક્ષાએ દીર્ઘ છે. વાસ્તવિક દીર્ઘતા, હ્રસ્વતા નથી. કલ્પનામાત્ર છે.
તો દીર્ઘતા જ સ્વરૂપથી અસતું હોય અને અસત્ એવી દીર્ઘતા હૃસ્વત્વ બુદ્ધિનું કારણ બને તો આકાશકમલની કર્ણિકા પણ હ્રસ્વત્વ બુદ્ધિનું કારણ બનવી જોઈએ. કેમ કે તે પણ અસત છે, પણ એવું તો શકે નહીં. એટલે સ્વત્વ ને દીર્ઘત્વ સ્વરૂપથી અસત્ નથી.
છતાં પણ જો તું એમ કહે કે અસતથી અસત્ જ ઉત્પન્ન થાય તો શશવિષાણથી ખરવિષાણ થવું જોઈએ. પણ એ બને નહિ.
એટલે હવે જો તું વસ્તુમાં દીર્ઘતા છે જ એવું સ્વીકારે છે તો (૧) “પ્રતીત્યપ્રત્યય માત્ર સર્વ છે, બધું આપેક્ષિક છે...” એ સિદ્ધાંત ઊભો રહી શકતો નથી. કેમ કે દીર્ઘતા તો સતુ છે એટલે છે જ, હ્રસ્વતાને લીધે તેનું જ્ઞાન નથી માટે દીર્ઘતા પ્રતીત્યપ્રત્યય ન રહી...
(૨) દીર્ઘતા સત્ છે એટલે દીર્ઘતા અને સ્વતાની બુદ્ધિ એકસાથે થવી જોઈએ. કેમ કે તમે દીર્ઘતાની અપેક્ષાએ હ્રસ્વત્વ સ્વીકારો છો તો દીર્ઘતા હોય તો આ હ્રસ્વ છે આવું જ્ઞાન થાય ને? એટલે દીર્ઘતા સત્ છે એટલે તે હોવી જોઈએ અને એની અપેક્ષાએ હસ્વ છે માટે તે આમ દીર્ઘ અને હૃસ્વ બંનેનું જ્ઞાન એકસાથે થવું જોઈએ, દીર્ઘતા ને હૃસ્વત્વની બુદ્ધિ એકસાથે થવી જોઈએ... પણ તે થતી નથી માટે પ્રતીત્યસમુત્પત્તિ બની શકતી નથી.
(૩) સ્વતા એ દીર્ઘતાને લઈને છે, વાસ્તવિક નથી એટલે એ અસત્ છે તો અસનું કોઈ કારણ હોતું નથી. અસત્ એવી હ્રસ્વતાનું કોઈ કારણ નહીં બને.
આ રીતે દીર્ઘતાને તમે “સ” છે એમ સ્વીકારો તો (૧) “પ્રતીત્યપ્રત્યયમાત્ર' આ સિદ્ધાંત (હેતુ) રહી શકતો નથી. (૨) દીર્ઘતા-સ્વના બંનેની બુદ્ધિ એકસાથે થવી જોઈએ.