________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯
૩૦૧
થાય છે.
તો તમારા કથન પ્રમાણે સમુદાય એ માત્ર વિકલ્પ નથી. પરંતુ સમુદાય એ વસ્તુ છે. સમુદાય પણ અર્થ છે. ઘટ, વન આદિ અર્થ છે, તેનું નામ છે અને તેનું જ્ઞાન પણ થાય છે માટે સમુદાયનું વસ્તપણે પ્રતિપાદન થતું હોવાથી સમુદાયમાં વિકલ્પ છે એ નિર્મુલ નથી. એનું પણ મૂળ છે. માટે સમુદાય એ અસત્ નથી પણ વસ્તુ જ છે. બુદ્ધિભેદ' હેતુથી એકાંત સમુદાય ને સમુદાયી ભિન્ન છે એ નિરસ્ત જ છે.
વળી “બુદ્ધિભેદ થતો હોવાથી રૂપાદિથી દ્રવ્ય જુદું છે જ.” આવું દ્રવ્યાસ્તિકે જે અનુમાન કર્યું હતું તે તો નિરસ્ત જ છે. કેમ કે સર્વ પ્રકારે બુદ્ધિનો ભેદ જ છે એવું જિનેન્દ્રના અનુયાયીઓ માટે નથી. કારણ કે દ્રવ્યાસ્તિકનયના અભિપ્રાયથી સતુ દ્રવ્યપણે ગ્રહણ થાય છે તેથી ભેદનો અભાવ છે. અર્થાત્ દ્રવ્યનય બધા સત્ પદાર્થોનું દ્રવ્યરૂપે જ્ઞાન કરે છે. એટલે અભેદ રહે છે. જ્યારે પર્યાયનયના અભિપ્રાયથી સંખ્યા, પરિમાણ અને આકારનો ભેદ હોવાથી ભેદનું જ્ઞાન કરે છે. એટલે દ્રવ્યનયથી અભેદબુદ્ધિ થાય છે અને પર્યાયનયથી ભેદબુદ્ધિ થાય છે. એટલે બુદ્ધિ ભિન્નાભિન્ન સ્વભાવવાળી જ છે. અને તે બુદ્ધિ ભેદભેદસ્વભાવવાળી જ વસ્તુમાં વ્યાપારને પ્રાપ્ત થતી પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
" એટલે બુદ્ધિ એક ભેદનો જ વિષય કરે છે એવું નથી, અભેદનો પણ વિષય કરે છે એટલે કોઈ અનિષ્ટ નથી. અવયવ અને અવયવીનો અભેદ ઈષ્ટ છે. - પહેલાં જે દ્રવ્યાસ્તિકે “અવયવોથી જુદું અવયવી દ્રવ્ય છે”... આવું નિરૂપણ કર્યું ત્યારે પર્યાયાસ્તિકે તેનું ખંડન કરતાં જણાવ્યું હતું કે–“ત્રાજવાના નમવામાં કોઈ ફરક પડતો ન હોવાથી અવયવોથી જુદું અવયવી દ્રવ્ય નથી. અવયવી અવયવોથી અનન્ય છે”
તે અમને ઇષ્ટ જ છે. કેમ કે અવયવોથી અવયવીનું સર્વથા અન્યત્વ માનતા નથી. સર્વ પ્રકારે અવયવોથી અવયવી જુદો નથી. કારણ કે અવયવી વિના પણ અવયવોના સંયોગમાત્રમાં અવયવોથી અર્થાન્તરરૂપ (જુદો) જે સંઘાત પરિણામ થાય છે. તેનાથી દશ પળનું પરિણામ છે જ. આ વાત અવયવવાદીએ સ્વીકારવી પડશે. કેમ કે સમુદાયરૂપને પ્રાપ્ત નથી થઈ એવી એક એક પળના પરિમાણવાળી દશ વસ્તુઓ છે. તે દશ વસ્તુનો સંયોગમાત્ર જ છે. માટે આ સંયોગ અનારંભક જ છે, કોઈ કાર્યનો આરંભક નથી. માટે એ દશ વસ્તુઓથી કોઈ અવયવી ઉત્પન્ન થઈ શકતો નથી જ સંયોગ આરંભક જ હોય એવું નથી, અનારંભક પણ હોય છે.
" હવે આપણે વિચારીએ કે આરંભક સંયોગવિશેષને પ્રાપ્ત થયેલા સમુદાયમાં દશ પલ પરિમાણ અનુભવાય છે. માટે અવયવી સિવાય પણ સંઘાતવિશેષથી સમુદાયમાં દશ પલ પરિમાણપણું છે પણ અવયવીકૃત નથી. આ માટેનું અનુમાન આ પ્રમાણે છે. માટે અવયવમાં (તંતુ સમુદાયમાં) દશપળનું દશપળ પરિમાણપણું (પક્ષ) અવયવીકૃત નથી (સાધ્ય). અવયવી વગર પણ દશપળપણું પ્રાપ્ત થાય છે. (હેતુ) દા. ત. (દષ્ટાંત) જેમ અગિયાર પળના પરિમાણ