________________
૩૦૦
તત્ત્વાર્થ સૂત્ર આ નિરૂપણ પણ વસ્તુ ઉભયસ્વભાવ સામાન્ય વિશેષાત્મક છે આવો સ્વીકાર કરવામાં આવે તો કોઈ અપક્ષાતંત્રદોષ આવતો નથી. કેમ કે અમે આગળ પૃ. ૨૭૫ પર બતાવી ગયા છીએ કે–વસ્તુ ઉભય સ્વભાવવાળી છે એટલે એકલા વિશેષનું આલંબન હોઈ શકતું નથી. રૂપાદિનું જ્ઞાન (ભેદ-પર્યાયનું જ્ઞાન) પણ સામાન્યાંશના આલંબનવાળું જ છે. માટે અવધારણપૂર્વક નિરૂપણ કરે છે તેમાં પણ અમારી માન્યતાને લઈને કોઈ દોષ આવતો નથી.
વળી પણ પહેલાં દ્રવ્યાસ્તિકે શંકા કરી હતી કે– “પ્રમાણથી અનુભવ કર્યા સિવાય મૃતિ થઈ શકે નહિ.” તે શંકાને દૂર કરવાની ઇચ્છાથી પર્યાયાસ્તિકે જે સમાધાન કર્યું હતું કે – “વિકલ્પિત પદાર્થમાં પણ સ્મૃતિ જોવાઈ છે” તે સમાધાન પણ ખોટું છે. પ્રમાણથી અનુભૂતની સ્મૃતિ હોય છે....
કયારેય પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી જેનો અનુભવ નથી કર્યો તેની સ્મૃતિ થતી નથી. કેમ કે જે વસ્તુ છે જ નહીં તેની કલ્પના પણ કેવી રીતે થાય ? રામ-રાવણનું નાટક ભજવાય છે તેમાં જે પાત્રોમાં રામ-રાવણની કલ્પના કરાય છે તે રામ-રાવણ ભૂતકાળમાં થઈ ગયા છે. એટલે તેની કલ્પના કરાય છે. જેને જાણ્યું છે કે સાંભળ્યું છે તેનો વિકલ્પ થાય છે. એટલે અમે તો જે અર્થ છે, જેનું નામ છે, જેનું જ્ઞાન થાય છે તે ત્રણે વસ્તુ છે અર્થાત્ અર્થ એ પણ વસ્તુ છે. નામ એ પણ વસ્તુ છે. અને જ્ઞાન એ પણ વસ્તુ છે. વસ્તુ હોય તો જ અર્થ, અભિધાન અને જ્ઞાન થાય છે. આ રીતે ત્રણે વસ્તુ છે. આવું સ્વીકારીએ છીએ અને તમે કહો છો કે વિકલ્પિત માત્રની સ્મૃતિ છે તો તે તો છે નહીં એટલે તેનો અત્યંતાભાવ છે. તેનું કથન તો થઈ શકતું જ નથી. જે અમે આ સૂત્રની ટીકાની શરૂઆતમાં કહી ગયા છીએ. નિરૂપાખ્ય એવા અત્યંતાભાવનો તો નિષેધ છે. એ તો અવસ્તુ-અસત્ છે. કેમ કે વસ્તુ હોય તો કોઈ પણ પ્રકારે વ્યવહારયોગ્ય બને છે. જ્યારે અત્યંતાભાવ તો કોઈ પણ પ્રકારે વ્યવહારને યોગ્ય બનતો નથી. અત્યંતાભાવ તો કેવો છે, કોના જેવો છે, ક્યાં છે, ક્યારે છે. કોઈ પણ રીતે કહી શકાતો જ નથી માટે ન હોય તેની તો કલ્પના જ સંભવતી નથી. અને જે છે, જેનું નામ છે અને જેનું જ્ઞાન થાય છે તે વસ્તુ છે.
વળી બંધુમતીનું જે ઉદાહરણ આપ્યું છે તે બરાબર નથી. કેમ કે અનાદિ સંસારમાં બંધુમતી આદિ પ્રાણી વિશેષો થયા છે એ અર્થ છે. બંધુમતી એ નામ છે અને તેનો વિષય કરનારું જ્ઞાન છે એટલે બંધુમતી આદિ કથાનકોમાં અર્થ, અભિધાન, પ્રત્યય ત્રણે છે.
માટે સર્વત્ર પ્રમાણથી થયેલા અનુભવપૂર્વક જ સ્મૃતિ થાય છે. કોઈપણ ઠેકાણે પ્રમાણથી અનનુભૂતથી સ્મૃતિ થતી જ નથી. સમુદાય વસ્તુ છે.
વળી આ નિરૂપણની સાથે જ જણાવ્યું છે કે –
“સંકેતથી સમુદાયમાં વિકલ્પ થાય છે.” એટલે પરમાણુના સમુદાયમાં આને ઘટ કહેવો, વૃક્ષોના સમુદાયને વન કહેવું. આવો જે વિકલ્પ છે તે માત્ર શબ્દવ્યવહાર છે. તો એ વિકલ્પિત એવા ઘટ ને વનનું પણ સ્મરણ થાય છે. એટલે સમુદાયમાં પણ વિકલ્પિત અર્થની સ્મૃતિ