________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
૨૯૯
તો દ્રવ્યાસ્તિકાયનું ‘આલોક વિશિષ્ટ રૂપનું જ્ઞાન થાય છે' આ નિરૂપણ પણ અત્યંત ભેદની પ્રતિપત્તિ માટે થતું નથી. આલોક અને રૂપ બંને જુદાં જ છે એવું જ્ઞાન થઈ શકતું નથી. કેમ કે એકાંત ભેદનો વિષય કરનારો કોઈ વિશેષણ-વિશેષ્યભાવ પ્રસિદ્ધ નથી. વિશેષણ જેનું છે તેનાથી તે અત્યંત જુદું હોય આ તો કેવી રીતે સંભવે ? દા૰ ત૰ ‘લીલું કમળ' લીલો રંગ અને કમળ બંને જુદાં જ હોય તો કમળ લીલું છે એ કેવી રીતે કહેવાય ? એ કમળનું વિશેષણ બને જ કેવી રીતે ?
તેમ ‘આલોકવિશિષ્ટરૂપ'માં આલોક અને રૂપ બંને જુદાં જ હોય તો ‘આલોક' એ ‘રૂપ'નું વિશેષણ જ બની શકે નહિ. બંને એકાંતે જુદા જ હોય છતાં વિશેષણ-વિશેષ્યભાવ બનતો હોય આવું તો પ્રસિદ્ધ જ નથી.
એકાંત ભેદવિષયક વિશેષણ-વિશેષ્યભાવ પ્રસિદ્ધ નથી એવું તમે કહ્યું પણ ‘વણ્ડી પુરુષ:’ આવાં સ્થળોએ આ બંનેનો વિશેષણ-વિશેષ્યભાવ હોવા છતાં એકાંતભેદ છે.
આવી કોઈ શંકા કરે તેને દૂર કરવા માટે કહે છે કે—
‘દણ્ડી' આદિ પ્રયોગ છે તેમાં પણ સામાન્ય-વિશેષભાવ હોય તો જ વિશેષણવિશેષ્યભાવ થાય છે.
દણ્ડી એ મનુષ્ય છે. એટલે દRsવિશિષ્ટ મનુષ્ય તે દણ્ડી કહેવાય છે. તેમાં દણ્ડ એ વિશેષણ છે અને મનુષ્ય એ વિશેષ્ય છે. ઠંડી એ વિશેષ થયો અને મનુષ્ય એ સામાન્ય થયો. આ રીતે સામાન્ય અને વિશેષ બંને છે તેથી જ ‘દંડી મનુષ્ય' ‘દંડવાળો મનુષ્ય' આવો વિશેષણવિશેષ્યભાવ બને છે.
આ રીતે વિચારતાં સમજાય છે કે સામાન્ય અને વિશેષનો એકાંતે ભેદ નથી. તે બંને જુદા જ છે એવું નથી. જુદા પણ છે. તો જ ‘આલોકવિશેષ્ટરૂપ' એ વિશેષણ-વિશેષ્યભાવ બની શકે.
આમ આપણે આલોક અને રૂપ બંને અત્યંત ભિન્ન નથી એ વિચાર્યું તો શું બંનેનો અત્યંત અભેદ છે ? આવો પ્રશ્ન થાય તો તેવું પણ નથી. બંનેનો અભેદ જ છે એવું નથી. જો બંનેનો અત્યંત અભેદ હોય તો તો આલોક અને રૂપ એક જ છે. તો એકમાં વિશેષણવિશેષ્યભાવ કેવો ? આ તો બને જ ક્યાં ? એટલે જો ઉપર મુજબ આલોક અને રૂપ જુદાં જ હોય તો વિશેષણ-વિશેષ્યભાવનો વિષય જ ન બને; અને બંનેનો અભેદ જ હોય તો વિશેષણ કોણ ? વિશેષ્ય કોણ ? એકાંતે ભેદ કે એકાંતે અભેદ માનવાથી ‘આલોકવિશિષ્ટરૂપ’ આ રીતે વિશેષણ-વિશેષ્યભાવ બની શકે નહિ. માટે કચિત્ આલોક અને રૂપનો ભેદાભેદ મનાય. સામાન્યાંશ અને વિશેષાંશ બંને મનાય તો જ ‘આલોકવિશિષ્ટરૂપ'નું ગ્રહણ થાય.
આ છે અનેકાંત વ્યાપ્તિનું પ્રદર્શન...
વળી પૂર્વમાં પર્યાયાસ્તિકે જે અવધારણપૂર્વક કહ્યું હતું કે...... “રૂપાદિનું જ્ઞાન હોય તો જ અભેદબુદ્ધિ થાય.”