________________
તત્ત્વાર્થ સૂત્ર
અર્થાત્ પૂર્વ ધર્મનો તિરોભાવ, ઉત્તર ધર્મનો આવિર્ભાવ થવો તે પરિણામ કહેવાય છે. દા. ત. જેમ દૂધના વિનાશથી દહીં આદિ ઉત્પન્ન થાય છે. તેમાં દૂધરૂપ ધર્મ(પર્યાય)નો વ્યય થયો અને દહીં આદિ રૂપ પર્યાયનો ઉત્પાદ થયો આ પરિણામ છે.
૨૯૮
એટલે લોકમાં આખી વસ્તુનું રૂપાંતર થાય છે. તેને પરિણામ કહે છે. અને રત્નો માળારૂપે થાય છે ત્યાં સમૂહ વ્યવહાર થાય છે. કેમ કે તેમાં પૂર્વધર્મનું ઉપમર્દન નથી. માટે લોકવ્યવહારથી સમૂહી અને પરિણામી એમ બે શબ્દનો પ્રયોગ થાય છે. (૨) અનેકાંતની વ્યાપકતા માટે ભિન્ન પ્રયોગ છે.
સમૂહી અને પરિણામી આ બે જુદા જુદા શબ્દોના પ્રયોગમાં એક કારણ લોકવ્યવહાર છે તે બતાવ્યું ને હવે તેનું બીજું કારણ છે તે બંનેમાં અનેકાંતની વ્યાપકતાનું પ્રદર્શન. અનેકાંતની વ્યાપકતા બતાવવા માટે પણ આવો ભિન્ન શબ્દ પ્રયોગ છે. દા. ત. ઉ૫૨ રત્નાવલી સમૂહી છે તેમ બતાવ્યું. હવે તે પરિણામી છે એવું ઘટાવવું તે અનેકાંતની વ્યાપ્તિ છે. કેવી રીતે ? તે આપણે જોઈએ.
એક એક રત્ન જ્યારે હતા ત્યારે બીજાં રત્નોથી તેમાં અસંયુક્તપણારૂપ ધર્મ હતો. તે ધર્મનું રત્નાવલીરૂપે સમૂહ અવસ્થામાં ઉપમર્દન સંભવે જ છે. તે પરિણામરૂપ છે. રત્નાવલીમાં સમૂહીપણું અને પરિણામીપણું બંને બતાવ્યાં. એટલે સમૂહી જ છે કે પરિણામી જ છે એવું નથી પણ એમાં અનેકાંત છે. આ રીતે અનેકાંતની વ્યાપ્તિ સમજવી.
આમ પારિણામિક કથંચિત્ કાર્યકારણ છે તેમ સામૂહિક પણ કથંચિત્ કાર્ય છે અને કથંચિત્ કારણ છે. સામૂહિક એ કાર્ય જ છે અને સમૂહ એ કારણ જ છે આવો એકાંત નથી પણ એ કાર્ય પણ છે અને કારણ પણ છે. આમ અનેકાંત છે. આ રીતે અનેકાંતની વ્યાપ્તિ બતાવવા માટે સમૂહી અને પરિણામી આમ જુદો જુદો શબ્દપ્રયોગ છે.
આ રીતે અમારે કાર્યમાત્ર પરિણામી જ છે. અને એકાંતે કાર્ય કાર્ય જ છે, કારણ, કારણ જ છે એવું નથી એટલે એકાંતવાદીએ જે ચાર' અસત્ વિકલ્પ કર્યા તે તો દૂર જ ફેંકાઈ જાય છે. વળી દ્રવ્યાસ્તિકે પહેલા જે “આલોકના અગ્રહણમાં શુક્લબુદ્ધિ થતી નથી” એમ કહી પર્યાયાસ્તિકના નિરૂપણ'' રૂપાદિના અગ્રહમાં અભેદબુદ્ધિનો અભાવ છે.” આમાં વ્યભિચાર આપી આલોક અને રૂપ બંને જુદાં છે એવું સિદ્ધ કર્યું હતું...
૧. રત્નોનો પરિણામ રત્નાવલી છે. એટલે રત્નાવલી પારિણામિક—પરિણામવાળાનું કાર્ય છે. એટલે એકાંતવાદીનો પ્રથમ વિકલ્પ ‘કાર્ય છે' ? આ સ્યાદ્વાદીને કશું કરી શકતો નથી. કેમ કે સ્યાદ્વાદી કથંચિત્ કાર્ય કહે છે. (૧) રત્નાવલી પરિણામવાળાનું કાર્ય છે એટલે તેમનો બીજો વિકલ્પ ‘કાર્ય નથી જ' ? આ પણ દૂર થાય છે... (૩) રત્નાવલી કથંચિત્ કાર્ય છે. દોરા વગરની થાય છે ત્યારે તે રત્નોરૂપ પરિણામનું કારણ બને છે માટે ત્રીજો વિકલ્પ ‘કાર્ય જ છે ? કારણ નથી ?' આ પણ ખોટો છે. (૪) રત્નાવલી કથંચિત્ કાર્ય છે ને કથંચિત્ કારણ છે માટે ‘કારણ જ છે ? કાર્ય નથી ?' આ ચોથો વિકલ્પ પણ ત્રીજા વિકલ્પની જેમ હવામાં ઊડી જાય છે. આ બધા વિકલ્પો આ રીતે સ્યાદ્વાદી સામે ખોટા છે.