________________
૨૯૬
તત્ત્વાર્થ સૂત્ર સંસ્થાન તો ચક્ષુ અને સ્પર્શ બંને ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે એ અનુભવસિદ્ધ છે. જ્યારે તમારા કથન મુજબ રૂપસંનિવેશવિશેષનું તો સ્પર્શેન્દ્રિયથી જ્ઞાન નહીં થાય ! એટલે કે રૂપસ્પર્શમાત્ર સંસ્થાન કહેવું તે દોષયુક્ત છે.
વળી જો સ્પર્શસંનિવેશવિશેષવૃત્ત કહો તો તે પણ યુક્ત નથી. કેમ કે સ્પર્શ જેમ ચક્ષુનો વિષય નહીં હોવાથી ચક્ષુથી અગ્રાહ્ય છે તેમ સ્પર્શવિશેષ સંસ્થાન પણ ચક્ષુનો વિષય નહીં હોવાથી ચક્ષુથી ગ્રહણ નહીં થાય!
ઉપર કહ્યા મુજબ બંને ઇન્દ્રિયોથી સંસ્થાનનું જ્ઞાન થાય છે. માત્ર સ્પર્શેન્દ્રિયથી જ સંસ્થાનનું ગ્રહણ થાય છે તેવું નથી, ચક્ષુથી પણ ગ્રહણ થાય છે. માટે “સ્પર્શસંનિવેશવિશેષ' સંસ્થાન પણ ન બની શકે ! એટલે જ રૂપસ્પર્શમાત્ર સંસ્થાન કહેવું તે દોષયુક્ત છે.
ઉપસંહાર... - આ રીતે વિચાર કરતાં સમજાય છે કે તમારી એક પછી એક કરાતી માન્યતાઓમાં દોષ આવે છે. તમે પહેલાં કહ્યું કે–“સંસ્થાન” રૂપસ્પર્શમાત્ર છે' છે “અર્થત રૂપથી અભિન્ન અને સ્પર્શથી અભિન્ન સંસ્થાન છે.
આમ અનેક સંસ્થાન માનવાની આપત્તિ આવે છે. “રૂપસંનિવેશવિશેષ’ સ્પર્શેન્દ્રિયથી પ્રહણ નહીં થાય અને “સ્પર્શસંનિવેશવિશેષ’ ચક્ષુથી ગ્રહણ નહીં થાય.
તો હવે રૂપ અને સ્પર્શ બે ભિન્ન સંસ્થાન માનશો તો જેમ રૂપ અને સ્પર્શ બંને અન્ય હોવાથી જુદા જુદા પ્રહણ થાય છે તેમ રૂપસંનિવેશવિશેષ અને સ્પર્શસંનિવેશવિશેષ બંનેનું ગ્રહણ થવું જોઈએ ! અર્થાત્ એક ઘડાના બે આકાર માનવા પડશે ! એટલે કે ચક્ષુથી ગ્રહણ થતા ઘડાનું સંસ્થાન જુદું અને સ્પર્શેન્દ્રિયથી ગ્રહણ થતા ઘડાનું સંસ્થાન જુદું. પણ એવું તો છે જ નહીં. માટે બે જુદાં સંસ્થાન પણ માની શકશો નહીં.
આ રીતે “તેવા પ્રકારે રહેલા તંતુઓમાં”. પટબુદ્ધિ થાય છે....તમારી આ માન્યતામાં તેવા પ્રકારે એટલે સંનિવેશ વિશેષ, સંનિવેશ વિશેષ એટલે સંસ્થાન અને સંસ્થાન એટલે શું? સંસ્થાન ભિન્ન છે? ઇત્યાદિ વિચારતાં તમારી માન્યતા ખલાસ થઈ જાય છે. કારણ કે તમે કોઈ પણ રીતે સંસ્થાનના અર્થ કરો છો તે ઘટી શકતા નથી. એટલે તમારી માન્યતા આ બધી વિચારણા કરતાં ખલાસ થઈ જાય છે.
તેથી જ માત્ર તખ્તસમુદાય જ છે પણ પટરૂપ કોઈ જુદું દ્રવ્ય નથી. રૂપાદિ અવયવ છે પરંતુ એક અવયવી નથી.. અવયવથી જુદું અવયવી દ્રવ્ય નથી... તમારી આ માન્યતા રહેતી નથી અને અન્વયિરૂપ હોવાથી તભાવાવ્યયસ્વરૂપ, સ્થિત્યાત્મક એક દ્રવ્ય છે તેવું સિદ્ધ થાય છે. દ્રવ્ય અન્વયિરૂપ છે.
આ દ્રવ્ય પોતાના ભેદો(પર્યાયો)ની પહેલા અને પર્યાયોની પછી પણ કાયમ રહે છે. અન્વય એટલે સંબંધ. એના સંબંધનો વિચ્છેદ થતો નથી. દા. ત. ઘટાદિ પર્યાયની પહેલાં પણ માટી હતી અને ઘટાદિ થયા પછી પણ માટી છે. અને ભવિષ્યમાં પણ રહેશે. એટલે ત્રણે કાળમાં