________________
તત્ત્વાર્થ સૂત્ર
૩૦૨
વગર દશપળનું પરિમાણ પ્રાપ્ત થાય છે. તેમ અવયવી વગર દશપળ પરિમાણ હોય છે. માટે અવયવીનો અવયવોથી અભેદ ઇષ્ટ છે.
અવયવ-અવયવીના અભેદ માટે થતું અનુમાન ઇષ્ટ છે. આ બાજુ અવયવથી જુદો અવયવી અસત્ છે.
અવયવથી જુદો અવયવી—પક્ષ અસત્ત્વ—સાધ્ય
અનભિભૂત ગુણ હોયે છતે અવયવના રૂપાદિથી ભિન્ન રૂપાદિ ગુણ પ્રાપ્ત થતા નહીં હોવાથી—હેતુ એના—અન્વય દૃષ્ટાંત ઘટબદર—વ્યતિરેક દૃષ્ટાંત
આ રીતે અનુમાન કરાય તો અવયવો વગર અવયવી અસત્ છે એ સિદ્ધ થાય છે. કેમ કે અનભિભૂત (સ્પષ્ટ) ગુણ હોતે છતે અવયવના જે રૂપાદિ ગુણો છે તેનાથી ભિન્ન રૂપાદિ ગુણો પ્રાપ્ત થતા નથી. અવયવના સમુદાયમાં અવયવોના રૂપ સિવાય બીજું કોઈ રૂપ દેખાતું નથી અને અવયવોમાં જે રૂપ છે તે કોઈ રૂપથી દબાયેલું નથી—સ્પષ્ટ છે માટે અવયવીની જે કલ્પના કરવામાં આવે છે તે અસત્ છે.
દા. ત. ઘોડા, હાથી, પાયદળરૂપ અવયવોથી સેના જેમ જુદી નથી તેમ અવયવોથી અવયવી કોઈ જુદો નથી. ઘોડા, હાથી વગેરે અવયવોના રૂપ સિવાય સેનામાં બીજું કોઈ રૂપ નથી. જે ઘોડા વગેરે અવયવોથી સેના એક ભિન્ન અવયવી હોય તો ઘોડા વગેરેના રૂપથી ભિન્ન સેનાનું રૂપ દેખાય પણ સેનાનું ઘોડા વગેરે અવયવોથી જુદું રૂપ નથી માટે ઘોડા વગેરેથી સેના જુદી નથી.
જો અવયવોથી અવયવી જુદો હોય તો અવયવીના રૂપાદિના ગુણો અવયવના રૂપાદિ ગુણોથી જુદા ગ્રહણ થવા જોઈએ. દા. ત. જેમ ઘટ અને બોર જુદા છે તો તેના રૂપાદિ ગુણો જુદા ગ્રહણ થાય છે તેમ જો અવયવોથી અવયવી જુદો હોય તો તેના ગુણો જુદા ગ્રહણ થવા જોઈએ. પરંતુ અવયવોથી અવયવીના રૂપાદિ ગુણો જુદા ગ્રહણ થતા નથી માટે અવયવોથી અવયવી જુદો નથી. અવયવ અને અવયવીનો અભેદ છે.
આ રીતે અભેદની સિદ્ધિ માટે કરાતું અનુમાન અમને (કચિત્) ઇષ્ટ છે. એટલે અવયવોથી અવયવીનો અભેદ અમારે ઇષ્ટ છે એ અમે ઉપર જણાવ્યું છે. હેતુમાં આપેલ વિશેષણની સાર્થકતા...
સાર્થક છે.
૧.
આ અનુમાન કરતા આપેલ હેતુમાં ‘અભિભૂતનુમત્તે સતિ' આ જે વિશેષણ મૂક્યું છે તે
કેમ કે તારા વગેરેમાં પણ રૂપાદિ ગુણ છે છતાં પ્રાપ્ત થતા નથી. અને તે સત્ છે. આપણો હેતુ ‘અનુપત્તપ્યમાનનુળત્વાત્' આટલો જ વિશેષણ વગરનો હોય તો આપણું જે
એના માટેનું આ અનુમાન - पलदशकस्य दशपलपरिमाणत्वं પક્ષ
नववीकृतं
-
સાધ્ય, વિનાઽપિ તેન ઉપલભ્યમાનાત્ - હેતુ શપતેન વ
-
દૃષ્ટાંત.