________________
અધ્યાય-૫ સૂત્ર-૨૯
૨૯૩ છે તો તેવા એટલે કેવા? કેવા પ્રકારના ગોઠવાયેલ તંતુ છે તેનું તો નિરૂપણ કરવું જોઈએ ને?
એ તંતુઓ પટાદિ આકારે ગોઠવેલા છે? જો ‘તેવા પ્રકારે એટલે ‘પટાદિ આકારે” ગોઠવાયેલ આવું તારું કહેવું છે તો બોલ આ પટ બીજા કયા ઠેકાણે પ્રસિદ્ધ છે કે જેથી આ પટાકારે તંતુઓ ગોઠવાય છે એમ તું કહી શકે ? પ્રસિદ્ધ હોય તેનો જ અન્યત્ર સંનિવેશ હોય છે. પણ પટાદિ આકાર તંતુનો છોડીને બીજે ક્યાંય પ્રસિદ્ધ નથી. એટલે તથા સંનિવિષ્ટ તંતુઓમાં પટાદિ આકારથી પટની બુદ્ધિ થાય છે. આવું નિરૂપણ કરી શકતો નથી.
દા. ત. અભિમન્યુ એ પાર્થ (અર્જુન) જેવો છે એમ કહેવાય છે તેમાં પાર્થ પ્રસિદ્ધ છે તો તેના આકાર જેવા આકારવાળો અભિમન્યુ છે એમ કહી શકાય તેમ બીજે ક્યાય પણ પટ પ્રસિદ્ધ હોવો જોઈએ તો તો તું કહી શકે કે પટ આકારે તંતુ ગોઠવાયેલા છે. તંતુઓનો સંનિવેશ કહે છે તો સંનિવેશ શું છે?
એટલે ઉપર મુજબ કેવા પ્રકારે ગોઠવાયેલ? તેનો તો જવાબ આપી શકતો નથી પણ હવે પૂછીએ છીએ કે તું જે “તંતુઓનો સંનિવેશ' કહે છે તે સંનિવેશ શું છે ? શું સંનિવેશ એ સંસ્થાન છે ?
જો સંનિવેશ એટલે સંસ્થાન (આકાર) આ જ અર્થ હોય તો તો આકાર તો યુગ્મ, અયુગ્મ, પ્રતર-ઘન આદિ વિકલ્પોથી યુક્ત વૃત્ત, વ્યગ્ન, ચતુરગ્ન, આયત, પરિમંડલ આદિ અનેક પ્રકારના હોય છે. જે અમે સૂત્ર-૨૪માં સંસ્થાનના પ્રકારમાં વૃત્તાદિ પાંચ પ્રકારના સંસ્થાન તેના યુગ્માદિ ભેદો એ રીતે બતાવી ગયા છીએ. એટલે સંસ્થાન તો યુગ્માદિ પ્રભેદવાળા વૃત્તાદિ અનેક આકારવાળું છે. સંનિવેશ એટલે “સંસ્થાન' છે તો આહંતોનો સિદ્ધાંત જ સિદ્ધ થશે..
એટલે જો સંનિવેશ એટલે “સંસ્થાન છે તો તો અમે પહેલા વિસ્તારથી કહી ગયા છીએ કે–પરમાણુઓ સ્કંધરૂપ પરિણામને પામતા હોવાથી સંઘાત, ભેદ અને સંઘાતભેદથી સ્કંધો ઉત્પન્ન થાય છે.
એટલે આ રીતે તો તંતુઓમાં પટભાવરૂપ પરિણામના કારણે અર્થાત્ તંતુઓ પટ(પદાર્થ)રૂપે પરિણમતા હોવાથી તંતુઓના સંઘાતથી પટરૂપ સ્કંધ પેદા થયો, અને તે સ્કંધ પરમાર્થથી “તેવા પ્રકારનો સમુદાય જ છે.
એટલે તારો જે જવાબ છે કે પટ એ તેવા પ્રકારનો તંતુ સમુદાય છે તો અમારા કથન પ્રમાણે તેવા પ્રકારનો એટલે સ્કંધરૂપ પરિણામને પામેલો તંતુસમુદાય છે.
જો હવે આનાથી બીજો કોઈ સમુદાય હોય તો તું નિરૂપણ કર.
વળી તેં જે કાંજીનું ઉદાહરણ આપ્યું છે તે ભેગા કરેલા દાણા અને પાણી માત્ર નથી પણ સ્કંધરૂપ પરિણામને પામેલ જ કાંજી છે એ રીતે અરિહંત પરમાત્માના અનુયાયીઓને તો
૧. આ ઉદાહરણ પૂર્વમાં આપેલું દેખાતું નથી. કદાચ આ પાઠ ત્યાં રહી ગયો હોય !