________________
૨૯૨
તત્ત્વાર્થ સૂત્ર તત્ત્વથી અભેદથી રૂપાદિ સમુદાય અનિર્વચનીય છે.
હવે અન્યત્વને લઈને પૂછીએ કે શું રૂપાદિ સમુદાય રૂપસમુદાયીથી અન્ય છે ? રસસમુદાયીથી અન્ય છે? ગંધસમુદાયીથી અન્ય છે? સ્પર્શસમુદાયીથી અન્ય છે? આવું પણ કહી શકાશે નહીં. કેમ કે રૂપાદિ સમુદાય રૂપ આદિ સમુદાયથી ભિન્ન છે એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શના ભાન વગર જ રૂપાદિ સમુદાયનું ભાન થવું જોઈએ. તે નથી થતું. માટે અન્યત્વથી પણ રૂપાદિ સમુદાય અનિર્વચનીય છે.
આ રીતે રૂપાદિ સમુદાયનો રૂપ સાથે, રસ સાથે, ગંધ સાથે, સ્પર્શ સાથે અભેદ બની શક્તો નથી તથા રૂપ, રસ, ગંધ, સ્પર્શથી જુદો છે આવું પણ કહી શકાતું નથી. એટલે તત્ત્વથી અને અન્યત્વથી રૂપાદિ સમુદાય અનિર્વાચ્ય હોવાથી એના સ્વરૂપનું નિર્ધારણ થઈ શકતું નથી. અર્થાત્ રૂપાદિ સમુદાયનું આ સ્વરૂપ છે આવું નક્કી સમજી શકાતું નથી. માટે રૂપાદિ સમુદાય અપારમાર્થિક છે.
આ રીતે રૂપાદિસમુદાય જ (વસ્તુ) છે આવું માનશો તો તે અસત્ થશે. પરંતુ રૂપાદિ સમુદાય (વસ્તુમાત્ર) સામાન્યાંશ અને વિશેષાંશવાળો છે અર્થાત્ રૂપાદિ સમુદાય સામાન્યાંશ(દ્રવ્ય)ના આલંબનવાળો છે, સામાન્યાંશથી શૂન્ય નથી. આવું સ્વીકારશો તો વસ્તુનું નિરૂપણ વાસ્તવિક થશે.
વળી જે કહ્યું હતું કે અવયવોના સંનિવેશ વિશેષથી અવયવોનો સમુદાય જ અવયવી ભાસે છે, પરંતુ અવયવોમાં રહેલો જુદો એક અવયવી નથી આવો જે એકાંતવાદ છે તે યુક્તિને સહન કરી શકે તેમ નથી તે બતાવે છે–
“તેવા પ્રકારના સારી રીતે ગોઠવેલા તંતુઓમાં પટબુદ્ધિ પ્રવર્તે છે. દા. ત. જેમ તેવી રીતે મેળવેલા દાણા અને પાણીમાં કાંજી એવી બુદ્ધિ થાય છે તેવી રીતે તેવા પ્રકારના ગોઠવેલા તંતુઓમાં પટ એવી બુદ્ધિ થાય છે...”
- જ્યારે દ્રવ્યાસ્તિકે “રૂપથી દ્રવ્ય જુદું છે' આ અનુમાન કર્યું ત્યારે પર્યાયાસ્તિકે તેમાં પણ દોષ બતાવતા બતાવતા કહ્યું કે બુદ્ધિનો ભેદ થાય છે તેમાં પણ રૂપાદિ અવયવોની રચના વિશેષકારણ છે. રૂપાદિ અવયવોની રચનાવિશેષથી બુદ્ધિનો ભેદ થાય છે જેમ પીણું શું છે ? ગોળ અને પાણી. છતાં એ એવી રીતે મળી જાય છે માટે એનાથી જુદું પીણું છે આવું જ્ઞાન થાય છે માટે રૂપાદિ અવયવોથી જુદું કોઈ દ્રવ્ય નથી અર્થાત્ ઉત્પાદવ્યય સિવાય કોઈ ધ્રૌવ્યાંશ નથી. - આ વાતના અનુસંધાનમાં ઉપર કહ્યું કે– તંતુઓમાં પટ છે' “દાણા અને પાણીમાં કાંજી છે” આવું જ્ઞાન થાય છે પરંતુ પટ એ તેવા પ્રકારના સન્નિવેશ વિશેષથી ગોઠવાયેલ તંતુ સમુદાય જ છે પણ કોઈ જુદું દ્રવ્ય નથી. કાંજી એ પણ તેવા પ્રકારના મળેલા દાણા અને પાણી છે પણ કોઈ જુદું દ્રવ્ય નથી.
આ રીતનું પર્યાયાસ્તિકનું નિરૂપણ છે. હવે આપણે તેને પૂછીએ છીએ કે ભાઈ ! “તેવા પ્રકારના ગોઠવાયેલા તંતુઓ” તું કહે