________________
અધ્યાય-૫ સૂત્ર-૨૯
૨૯૧ (૧) રૂપાદિ સિવાય મૃદુ દ્રવ્ય છે આવું એક વસ્તુના આલંબનવાળું ચાક્ષુષ જ્ઞાન થાય છે.
(૨) ઘોર અંધકારમાં મૃદુ દ્રવ્ય છે આવું એક વસ્તુના આલંબનવાળું સ્પાર્શન જ્ઞાન થાય છે.
(૩) આ અભેદ પ્રત્યય ભ્રાન્ત નથી.
તેનું “ઉભય સ્વરૂપ વસ્તુ છે. આ સ્યાદ્વાદના સિદ્ધાંતથી નિરાકરણ થઈ જાય છે. (૧) રૂપાદિ સિવાય માત્ર મૃદુ દ્રવ્યનું જ્ઞાન થતું નથી.
(૨) ઘોર અંધકારમાં પણ માત્ર દ્રવ્યનું જ્ઞાન થતું નથી.
(૩) સામાન્યાંશના આલંબનથી અભેદ પ્રત્યય છે આવું જ્ઞાન થાય છે. પૂર્વમાં સ્થાપિત પર્યાયવાદીની એકાંત માન્યતાનું ખંડન...
આ નિરૂપણથી પહેલા જે વિશેષવાદીએ કહ્યું હતું કે “રૂપાદિ સમુદયવિષયક અર્થાત રૂપાદિ સમુદાયતા વિષયવાળું સ્માર્ત અભેદ જ્ઞાન છે...” આ વાત પણ ખંડિત થાય છે એમ સમજવું.... કેમ કે ઉભય સ્વભાવવાળી વસ્તુ સતુ છે. એટલે એકલા વિશેષનું આલંબન હોઈ શકતું જ નથી. ભેદજ્ઞાન પણ સામાન્યાંશના આલંબનવાનું છે, નહીં કે સામાન્યાંશથી રહિત રૂપાદિ ભેદના સમુદાયનું જ આલંબન છે. કેમ કે સામાન્યથી રહિત વિશેષનો અભાવ છે. વસ્તુ સામાન્યાંશ અને વિશેષાંશવાળી છે. રૂપાદિ સમુદાય બંને અંશવાળો નહીં મનાય તો અસત્ થશે.
તમે જે રૂપાદિ સમુદાય કહો છો તે પણ સામાન્યાંશ અને વિશેષાંશવાળો છે. સામાન્યાંશ અને વિશેષાંશ સિવાયનો સમુદાય બની શકે નહિ. તેવો સમુદાય અપારમાર્થિક છે, વાસ્તિવક છે જ નહિ. કેમ કે કોઈ પણ વસ્તુનું જ્ઞાન કરવા મુખ્ય બે વસ્તુ લક્ષ્યમાં લેવાની હોય છે :
(૧) તત્ત્વ–વસ્તુનું વસ્તુપણું અર્થાત્ વસ્તુનું સ્વરૂપ, સ્વભાવ અર્થાત્ અભિન્નત્વ (૨) અન્યત્વ—તે વસ્તુ કોનાથી જુદી છે. અર્થાત્ ભિન્નત્વ
કારણ કે દરેક પદાર્થોનાં પોતપોતાનાં લક્ષણ જુદાં જુદાં હોય છે. એટલે આ પદાર્થ આનાથી જુદો છે આવું તરત સમજી શકાય છે. એટલે વસ્તુના નિર્ધારણમાં “આ વસ્તુ આવી છે? આવો નિશ્ચય કરવામાં બે બાબત મુખ્ય જોવાની હોય છે.
તો હવે અમે તને પૂછીએ છીએ કે રૂપાદિ સમુદાય સમુદાયથી તત્ત્વ = અભિન્ન છે? એટલે જો રૂપાદિ સમુદાયનો રૂપ સમુદાયી રસ સમુદાયી ગંધ સમુદાયી સ્પર્શ સમુદાય સાથે અભેદ માનવામાં આવે તો રૂપ સમુદાયી રસ સમુદાયી, ગંધ સમુદાયી સ્પર્શ સમુદાયમાંથી કોઈ પણ એક સમુદાયનું ભાન થાય તો સમુદાયનું ભાન થવું જોઈએ. આ આપત્તિ આવે છે માટે
૧.
પાછળ પૃ. ૨૬૦ પર વાદીએ જે - “તે જ આ ઘડો છે કે જેને મેં દિવસના કે રાતના જોયો હતો અને જેને મેં સ્પર્યો હતો આવું જે અભેદજ્ઞાન રૂપાદિ ભેદના સમુદાયમાત્રનું આલંબન કરનાર છે” આવું જે કહ્યું હતું તે બની શકતું નથી એમ સમજી લેવું.