________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૯
જ્ઞાન થાય?
૨૮૯
હા, દ્રવ્યાંશવાદી ! વસ્તુ બે પ્રકારે જણાય છે. વસ્તુનું જ્ઞાન બે પ્રકારે જ થાય છે. (૧) અનુવૃત્તિ' પ્રત્યય = ‘આ વસ્તુ છે', ‘આ વસ્તુ છે’ આવું સાદૃશ્યજ્ઞાન. (૨) વ્યાવૃત્તિ પ્રત્યય = ‘આ વસ્તુ આ નથી આ છે' આવું વિસર્દેશ જ્ઞાન.
આ બે સિવાય જ્ઞાન કરવાની કોઈ ત્રીજી રીત નથી. આ બે પ્રત્યયપ્રવૃત્તિ છે, ત્રીજી કોઈ પ્રત્યયપ્રવૃત્તિ નથી. માટે બે અંશની ઉપલબ્ધિ થાય છે. વ્યાવૃત્તિપ્રત્યયથી અતુલ્યાંશની ઉપલબ્ધિ...
હવે જો તમે જે સામાન્ય અને વિશેષના આધારભૂત જુદો દ્રવ્યાંશ સ્વીકારો છો તે દ્રવ્યાંશ બીજાથી વ્યાવૃત્ત-ભિન્નપણે (જુદો) જણાય તો તે દ્રવ્યાંશ નથી પણ વિશેષ જ છે. કેમ કે વ્યાવૃત્તિ વિશેષનો જ બોધ કરાવે છે. આમ વ્યાવૃત્તિપ્રત્યય સ્વીકારો તો વિશેષ સિદ્ધ થશે. અતુલ્યાંશની ઉપલબ્ધિ થશે.
અનુવૃત્તિ પ્રત્યયથી તુલ્યાંશની ઉપલબ્ધિ...
વળી જો બંનેના આધારભૂત જુદું દ્રવ્યાંશ અનુવૃત્તિ—અનુગતપણે જણાય તો તે દ્રવ્યાંશ સામાન્ય જ છે પણ વિશેષ નથી. કેમ કે અનુવૃત્તિ સામાન્યનો જ બોધ કરાવે છે. આમ અનુવૃત્તિ પ્રત્યય સ્વીકારો તો સામાન્ય સિદ્ધ થશે. અનુવૃત્તિથી નિશ્ચય કરો તો તુલ્યાંશની ઉપલબ્ધિ થશે. વળી બીજી તો કોઈ એવી પ્રત્યય પ્રવૃત્તિ નથી કે જે દ્રવ્યનું જ આલંબન કરતી હોય. અનુવૃત્તિ પ્રત્યયપ્રવૃત્તિ અને વ્યાવૃત્તિપ્રત્યયપ્રવૃત્તિ સિવાય બીજો કોઈ પ્રકાર નથી કે જે દ્રવ્યાંશનો જ વિષય કરતો હોય.
આથી એક વસ્તુ અનેક આકારવાળી છે. તેમાં આકારો અનુવૃત્તિ પ્રત્યયથી જાણવા. વળી બીજા કેટલાક આકારો વ્યાવૃત્તિ પ્રત્યયથી નિશ્ચિત કરવા. અનેક આકારોમાં પણ એક દ્રવ્યાંશ જણાય છે. તે અનુવૃત્તિથી જણાય છે, જ્યારે વિશેષાંશ છે તે વ્યાવૃત્તિ પ્રત્યયથી જણાય છે.
સામાન્યાંશ અને વિશેષાંશના નિરૂપણનો ઉપસંહાર...
આથી એ નિશ્ચિત થાય છે કે અનેક આકારવાળી એક વસ્તુમાં સામાન્યાંશ અનુવૃત્તિ
૧.
અનુવૃત્તિ પ્રત્યય :- એક ઘટને જોઈને આ ઘટ, આ ઘટ આવો જે બોધ થાય છે તે અનુવૃત્તિ પ્રત્યય કહેવાય છે. કેમ કે તેમાં ઘટ સિવાય બીજો કોઈ વિષય આવતો નથી. દ્રવ્ય દ્રવ્ય આવો બોધ થાય છે. આ બોધની પાછળ દ્રવ્યની જ વૃત્તિ છે માટે દ્રવ્યનું જે જ્ઞાન થાય છે તે અનુવૃત્તિ પ્રત્યય કહેવાય છે. અનુવૃત્તિ પ્રત્યયમાં ‘છે', ‘છે' આવું જ્ઞાન થાય છે.
વ્યાવૃત્તિ પ્રત્યય :- આ ઘટ નથી—પટ નથી પણ દણ્ડ છે અથવા તો કોઈ બીજી વસ્તુ છે આવો બોધ થાય છે તે વ્યાવૃત્તિ પ્રત્યય કહેવાય છે. કેમ કે તેમાં ઘટ, પટ સિવાયનો બીજો વિષય આવે છે. વિશેષ વિશેષ આવો બોધ થાય છે. આ બોધ પાછળ વિશેષની જ વૃત્તિ છે માટે વિશેષ-ભેદનું જે જ્ઞાન થાય છે તે વ્યાવૃત્તિ પ્રત્યય કહેવાય છે. આ વ્યાવૃત્તિ પ્રત્યયમાં ‘નથી'-‘નથી' આવું જ્ઞાન થાય છે.