________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
સંવૃત્તિ પ્રમાણ છે કે અપ્રમાણ...
તેં જણાવ્યું કે આ બધો સંવૃત્તિથી થતો કાલ્પનિક અપારમાર્થિક વ્યવહાર છે તો અમે તને પૂછીએ છીએ કે સંવૃત્તિ પ્રમાણ છે કે અપ્રમાણ ?
પ્રમાણ કહે તો સાંવૃત્તિ સત્ થશે...
જો તું ‘સંવૃતિ પ્રમાણ છે' એમ કહીશ તો એમાં કોઈ બાધક પ્રમાણ ન હોવાથી સંવૃત્તિ પરમાર્થથી સત્ સિદ્ધ થશે. જેમ પ્રત્યક્ષાદિ પ્રમાણ પરમાર્થથી સત્ છે તેમ સંવૃત્તિ પણ સત્ સિદ્ધ
થશે.
૨૮૭
અપ્રમાણ કહે તો મૂર્ખ છે...
હવે જો ‘સંવૃત્તિ અપ્રમાણ છે' એમ કહીશ તો હે મૂર્ખ ! તારો આ સાંવૃત વ્યવહાર છે’ એ કહેવાનો પ્રયાસ વ્યર્થ સિદ્ધ થાય છે. કેમ કે બુદ્ધિપૂર્વક વ્યવહાર કરનારા બુદ્ધિશાળીઓનો વ્યવહાર પ્રમાણ અને પ્રતીતિને આધીન હોય છે. જ્યારે તું તો જે સંવૃત્તિ અપ્રમાણ છે તેનાથી વ્યવહાર કરે છે માટે મૂર્ખ છે.
આ રીતે શૂન્યવાદીએ પોતાની માન્યતાને અનુસાર ‘કોઈ વસ્તુ છે જ નહિ’ ‘છે એવો વ્યવહાર અપારમાર્થિક છે' તે રજૂ કર્યું. પરંતુ સ્યાદ્વાદીના પ્રશ્નથી તો બંને તરફથી ફસાયો. કારણ કે જો ‘સંવૃત્તિ પ્રમાણ કહે તો બધું પારમાર્થિક છે એ સિદ્ધ થાય.'
‘સંવૃત્તિ અપ્રમાણ કહે તો મૂર્ખ ઠરે..'
સર્વશૂન્યતાના ભયથી ઉભય સ્વીકારે તેના કરતાં ઉભય સ્વભાવ વસ્તુ છે આવો સ્વીકાર કર ને! આ બધી આપત્તિઓનું કારણ છે ‘સર્વ શૂન્ય છે' આવો સિદ્ધાંત. એટલે હવે સર્વશૂન્યતાના પ્રસંગથી ડરીને જો તું કહે કે—‘વસ્તુત્વથી સામાન્ય અને વિશેષ તુલ્ય છે' આવું સ્વીકારીએ છીએ. અર્થાત્ વસ્તુત્વ તો સામાન્યમાં પણ છે અને વિશેષમાં પણ છે. બંનેમાં વસ્તુત્વ છે. આથી વસ્તુત્વથી બંને સમાન છે. એટલે સામાન્ય પણ વસ્તુ છે અને વિશેષ પણ વસ્તુ છે. આ રીતે વસ્તુત્વથી તુલ્ય હોવાથી અમે બંનેને સ્વીકારીએ છીએ.
તો તો અમે કહીએ છીએ કે ‘વસ્તુ જ સામાન્ય અને વિશેષ છે, વસ્તુથી જુદું કોઈ સામાન્ય-વિશેષ નથી એમ કહી તું બંનેને સ્વીકારે છે તેના કરતાં ‘સર્વ વસ્તુ (પદાર્થ) સામાન્યવિશેષ સ્વભાવવાળી છે આવું નિઃશંકપણે સ્વીકાર કરને ! ઉભય સ્વભાવ મનાય તો બંને સંકીર્ણ થઈ જશે...
તમારું કથન છે ‘સામાન્ય-વિશેષ ઉભય સ્વભાવવાળી વસ્તુ છે'... પરંતુ જો આવું સ્વીકારાય તો તો પરસ્પર સ્વભાવનો ભેદ નહીં હોવાથી સામાન્ય અને વિશેષની સંકીર્ણતા થઈ જશે. સામાન્યનો સ્વભાવ છે અભેદરૂપ અને વિશેષનો સ્વભાવ છે ભેદરૂપ. પણ વસ્તુ ઉભય સ્વરૂપ મનાય એટલે બંને સંકીર્ણ થઈ ગયા. (ભેગા મળી ગયા.) એટલે હવે પરસ્પર જે જેનો સ્વભાવ છે તેનો વિરહ તો રહ્યો નહિ. અર્થાત્ સામાન્યનો અભેદરૂપ સ્વભાવ છે તેમાં વિશેષનો ભેદરૂપ સ્વભાવ રહેવો ન જોઈએ. પરંતુ જ્યાં સામાન્ય છે ત્યાં વિશેષ છે. જ્યાં વિશેષ છે ત્યાં