________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
૨૮૫
સ્યાદ્વાદી :- વસ્તુ શબલરૂપ—ચિત્રસ્વભાવ છે. આથી સામાન્ય-વિશેષનો અત્યંત ભેદ નથી. એટલે કે સામાન્ય અને વિશેષ બંને એક વસ્તુનું સ્વરૂપ છે. જેમ અનેકરૂપ એકમાં હોય ત્યારે તે શબલ કહેવાય છે તેમ સામાન્ય અને વિશેષ બંને એક વસ્તુમાં હોવાથી શબલ' કહેવાય છે. દા. ત. ચિત્રપટ જેમ ચિત્રમાં અનેકરૂપ હોવા છતાં ચિત્રરૂપ નીલ, પીતાદિથી અત્યંત ભિન્ન નથી તેમ શબલ હોવા છતાં સામાન્ય અને વિશેષ બંને અત્યંત ભિન્ન નથી.
શબલરૂપ હોવાથી સામાન્ય(વસ્તુ) અને વિશેષ (વસ્તુ) બંનેનો અત્યંતભેદ મનાય નહિ. અર્થાત્ સામાન્ય (વસ્તુ) એ જ વિશેષ (વસ્તુ) છે અને વિશેષ (વસ્તુ) એ જ સામાન્ય (વસ્તુ) છે. આ સામાન્ય છે અને આ વિશેષ છે આવો ભેદ પડી શકે નહિ.
સામાન્ય-વિશેષ વસ્તુનું સ્વરૂપ ન મનાય તો વસ્તુનો જ અભાવ થશે.
અમે ઉપર કહી ગયા છીએ કે અત્યંત ભિન્ન એવા માત્ર સામાન્ય અને માત્ર વિશેષ જ માનીએ તો દોષ આવે છે અને વસ્તુનો જ અભાવ થાય છે.
જો વસ્તુનું વસ્તુત્વથી પણ બીજી વસ્તુ સાથે અતુલ્યપણું હોય તો બીજી વસ્તુ છે તે વસ્તુ નહીં બને. અર્થાત્ જેમ આ પણ વસ્તુ છે તેમ આ પણ વસ્તુ છે કેમ કે બંનેમાં વસ્તુત્વ છે. આ રીતે સાદશ્ય ન રહે તો તો અસમાનતા થવાથી બીજી પણ વસ્તુ છે એ કહી શકાય નહીં એટલે એક વસ્તુ અવસ્તુ થઈ જશે. તમે બંનેને વસ્તુ કહો તો આ પણ વસ્તુ અને આ પણ વસ્તુ એ કયા કારણથી ? કંઈક તો સમાનતા હોય જ ને ? હવે સમાનતા નથી સ્વીકારતા એટલે આ પણ વસ્તુ છે એ તમે કહી શકતા નથી. કેમ કે ‘પણ’ શબ્દ વાપરો છો ત્યારે તેના જેવી બીજી પણ વસ્તુ હોવી જોઈએ. તે તો નથી કારણ કે સાદશતા સ્વીકારતા નથી એટલે ‘આ બીજી પણ વસ્તુ છે' એમ કહી શકાય નહિ.
માટે જ વસ્તુના વસ્તુપણે પણ બીજી વસ્તુ અતુલ્ય રહે અર્થાત્ સાદૃશ્ય ન રહે તો તેમાંથી એક વસ્તુ અવસ્તુ થઈ જાય એટલે કે એનો અભાવ થઈ જાય.
વળી વસ્તુત્વ અને વિશેષની સાથે સામાન્ય અવિનાભાવી છે એટલે કે સામાન્ય અને વિશેષ વિના વસ્તુત્વ નથી, અને વસ્તુત્વ વિના સામાન્ય વિશેષ નથી તેથી જો વસ્તુત્વ નથી તો તેના વિના સામાન્ય અને વિશેષ પણ નથી. ઉપર પ્રમાણે સામાન્યનો અભાવ સ્વીકાર્યો તો આ
૧. વસ્તુત્વરૂપે બધી વસ્તુઓનું ઐકય છે. જેમ સત્ત્વધર્મ લઈએ તો બધા પદાર્થો સત્ કહેવાય. આ ઐક્ય કહેવાય, અને પોતપોતાના અસાધારણરૂપથી ભેદ છે. જેમ જીવ અને પુદ્ગલ. ચેતનત્વ એ જીવનું અસાધારણરૂપ છે અને અચેતનત્વ એ પુદ્ગલનું અસાધારણરૂપ છે. આ રીતે પોતપોતાના અસાધારણરૂપથી જીવ અને પુદ્ગલનો ભેદ છે. સત્ત્વધર્મ લઈએ તો જીવ, પુદ્ગલ બંને એક છે. આનું નામ સામાન્ય. હવે અસાધારણ ધર્મ ચેતનત્વ અને અચેતનત્વ આ બંને ધર્મને લઈને ભેદ બતાવાય છે તે જ વિશેષ છે. એટલે વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે.
૨.
તદ્ અવિનાભાવનો શબ્દાર્થ લઈએ તો વસ્તુત્વ વિના વસ્તુનો અભાવ હોવાથી બીજાનો પણ અભાવ થશે. તે આ રીતે—એક વસ્તુની સાથે બીજી વસ્તુની તુલ્યતા ત્યારે જ બની શકે કે તે બંને અવસ્તુ હોય, જો વસ્તુ હોય તો વસ્તુત્વ બંનેમાં છે. તો વસ્તુત્વથી બંનેની તુલ્યતા કોણ હટાવી શકે છે ? વસ્તુત્વ ન હોય તો જ વસ્તુત્વાભાવ થાય.