________________
૨૮૬
બીજી વસ્તુ(વિશેષ)નો પણ અભાવ સિદ્ધ થાય.
આ રીતે સામાન્ય અને વિશેષ બંનેનો અભાવ થશે. વસ્તુ તો સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે. સામાન્ય-વિશેષ સિવાય કોઈ વસ્તુ જ નથી. જો સામાન્ય-વિશેષ વસ્તુનું સ્વરૂપ ન મનાય તો વસ્તુનો અભાવ જ થશે. જગતમાં કોઈ વસ્તુ જ નહિ રહે.
આ રીતે સ્યાદ્વાદીએ સમજાવ્યું કે વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે. બંનેનો અત્યંત ભેદ નથી. વસ્તુ શબલરૂપ છે એટલે ઉભયરૂપ જ છે. માત્ર એક ઇચ્છશો તો તેનો અભાવ થશે અને સામાન્યવિશેષ અવિનાભાવી છે તેથી બીજાનો પણ અભાવ થશે. આ રીતે સર્વ શૂન્ય થઈ જશે.
તત્ત્વાર્થ સૂત્ર
વસ્તુના અભાવની આપત્તિ ઇષ્ટ છે એમ નહીં કહી શકાય...
હવે જો શૂન્યવાદી ! તમે કહો કે ‘સર્વ શૂન્ય’ થાય, સર્વ વસ્તુનો અભાવ થાય એ તો અમે ઇચ્છીએ જ છીએ. અમને ઇષ્ટ છે.
તમારું આ કથન અયુક્ત છે. આવું તમે નહિ કરી શકો. કેમ કે પ્રમાણ પણ છે, પ્રમેય પણ છે. પ્રતિપાદ્ય પણ છે અને પ્રતિપાદક પણ છે. જગતમાં જ્ઞાન કરનાર, જ્ઞાન કરવા યોગ્ય પદાર્થો અને તેનું જ્ઞાન આ બધું છે જ. ભણતા વિદ્યાર્થીઓ પદાર્થોનું જ્ઞાન મેળવી રહેલા દેખાય જ છે. આ બધાનો સદ્ભાવ છે જ માટે સર્વ શૂન્ય છે એવું તમે કહી શકતા નથી. કથામાં તારે પણ જગત સત્ય છે એની સામે કોઈ પ્રમાણથી શૂન્યતા સિદ્ધ કરવી પડશે ત્યારે શૂન્યતા એ પ્રમેય થશે અને તેને સિદ્ધ કરનારું પ્રમાણ આપવું પડશે. એટલે પ્રમાણ અને જગત સત્ય છે એ કહેનાર પ્રતિપાદ્ય છે અને તું પોતે શૂન્યવાદી પ્રતિપાદક થશે. આવું ત્યારે સ્વીકારવું જ પડશે. એટલે તારે પણ પ્રમાણ, પ્રમેય, પ્રતિપાદ્ય, પ્રતિપાદક છે. માટે સર્વશૂન્યતા હોઈ શકતી જ નથી. આ જ રીતે બીજા પણ પદાર્થોની સિદ્ધિ થઈ જશે અને શૂન્યતામાં પ્રમાણનો ઉપન્યાસ કર્યા વગર શૂન્યતાથી સિદ્ધિ કેવી રીતે થાય ? અને શૂન્યતાની સિદ્ધિમાં પ્રમાણની અપેક્ષા ન રખાય જગત સત્ય છે તેને માટે પણ પ્રમાણની જરૂર નહીં રાખવી જોઈએ, એ પણ પ્રમાણ વગર જ સિદ્ધ થઈ જશે. આવા અભિપ્રાયથી કહે છે કે—à શૂન્યવાદી ! તું સર્વ શૂન્ય છે એવું ઇષ્ટ કરે તો તે અયુક્ત છે.
શૂન્યવાદી :- આ બધું છે, આવો વ્યવહાર થાય છે તે તો સાવૃત છે. અપારમાર્થિક છે. સંવૃત્તિથી થયેલો વ્યવહાર છે. વાસ્તવિક આ કોઈ ચીજ છે જ નહિ, માત્ર કાલ્પનિક વ્યવહાર છે. એટલે કથામાં પ્રમાણ, પ્રમેય, પ્રતિપાદ્ય, પ્રતિપાદકનો જે વ્યવહાર થાય છે, તે સાંવૃત્તિક છે, વાસ્તવિક નથી.
સ્યાદ્વાદી :
૧.
તે પણ અસત્ છે. તારી આ વાત પણ બરાબર નથી.
'सांवृतं काल्पनिकम्' सम्मति तत्त्व सोपाने पृ० ९८ - संमतितर्क भा० २, पृ० २९५, पं० २०