________________
તત્ત્વાર્થ સૂત્ર
સામાન્ય છે. બંને એક આશ્રયમાં રહેલા છે એટલે પરસ્પર સ્વભાવનો વિરહ ન રહ્યો પરંતુ બંને ત્યાં રહ્યા એટલે સામાન્ય અને વિશેષને જુદા નહિ પાડી શકીએ. આ રીતે ‘સામાન્ય વિશેષ ઉભયાત્મક વસ્તુ છે' આવું મનાય તો પરસ્પર સંકીર્ણત! થઈ જશે. સામાન્ય-વિશેષ બંને સંકીર્ણ થઈ જશે.
૨૮૮
સંકીર્ણતામાં પણ ધર્મભેદથી વ્યવહાર થશે.
સંકીર્ણ થઈ જાય તો ભલે એમાં કશું ગભરાવા જેવું નથી. કેમ કે ધર્મભેદની પ્રસિદ્ધિથી સમસ્ત વ્યવહારની પ્રસિદ્ધિ થઈ જશે.
દા. ત. કારકશક્તિ. જેમ કારકશક્તિઓ એક દ્રવ્યમાં અનેક હોવા છતાં બધી કારક શક્તિઓ જુદી જુદી પ્રસિદ્ધ છે. કારણ કે આ કારક શક્તિઓ એક દ્રવ્યથી જુદી નહીં હોવાથી સંકીર્ણ થઈ જાય છે છતાં પણ કાર્યતા ભેદથી વિશિષ્ટ વ્યવહારનાં હેતુરૂપે ભેદવાળી જ પ્રાપ્ત થાય છે. તેમ સામાન્ય અને વિશેષ પણ વસ્તુમાં સંકીર્ણ હોવા છતાં ધર્મભેદની પ્રસિદ્ધિથી બધો વ્યવહા૨ બરાબર થઈ જશે. કેમ કે સામાન્યધર્મ અને વિશેષધર્મનો ભેદ છે. બંને જુદા છે. એટલે એક જ વસ્તુમાં બંને સંકીર્ણ હોવા છતાં ધર્મભેદ હોવાથી વ્યવહાર સુચારુ બનશે. સામાન્ય અને વિશેષથી ભિન્ન કોઈ દ્રવ્યાંશ નથી...
આ રીતે સામાન્ય અને વિશેષ ઉભયાત્મક વસ્તુ છે. પરંતુ કોઈએ (વૈશેષિકે) સામાન્ય અને વિશેષથી જુદો કોઈ આ બંનેના આધારરૂપ દ્રવ્યાંશ છે. આવી કલ્પના કરી છે. પરંતુ તેઓએ કલ્પેલ સામાન્ય અને વિશેષથી ભિન્ન કોઈ દ્રવ્યાંશ છે જ નહિ.
તુલ્યઅંશ અને અતુલ્યઅંશની જ ઉપલબ્ધિ છે...
સામાન્ય અને વિશેષથી જુદી કોઈ વસ્તુ નથી કે જેથી સામાન્ય અને વિશેષના આધારભૂત જુદો દ્રવ્યાંશ મનાય. બીજાઓએ કલ્પેલ આ બેથી જુદો દ્રવ્યાંશ છે નહીં કેમ કે તુલ્ય અંશ અને અતુલ્યઅંશ સિવાય દ્રવ્યાંશની ઉપલબ્ધિ નથી. અર્થાત્ તુલ્ય અંશ (સામાન્ય) અને અતુલ્ય અંશ (વિશેષ) આ બે અંશથી ભિન્ન દ્રવ્ય અંશની ઉપલબ્ધિ નથી.
આ બે અંશની ઉપલબ્ધિના કારણ...
કદાચ તમે પ્રશ્ન કરો કે શું એવું છે કે બે અંશની જ ઉપલબ્ધિ થાય ? માત્ર બેનું જ
૧.
દા. ત. ચૈત્ર (દ્રવ્ય) ચૈત્ર કરે છે ત્યારે ચૈત્ર કર્તા છે, ચૈત્રને મારે છે ત્યારે ચૈત્ર કર્મ છે, ચૈત્ર વડે પ્રાપ્ત થાય છે ત્યારે ચૈત્ર કરણ બને છે. ચૈત્રને આપે છે ત્યારે ચૈત્ર સંપ્રદાય બને છે. ચૈત્રથી છૂટું પડે છે ત્યારે ચૈત્ર અપાદાન બને છે. ચૈત્રમાં જ્ઞાન છે ત્યારે ચૈત્ર અધિકરણ બને છે. આ બધા કારકો ચૈત્રમાં છે. છતાં જે વખતે જે કાર્યની જરૂર પડે તે વખતે ચૈત્રમાં રહેલા કોઈ કારકનો ઉપયોગ થાય છે. આમ એક દ્રવ્યમાં અનેક કારક હોવા છતાં એ કા૨ક શક્તિઓ ભેદવાળી જુદી જુદી છે એનું જ્ઞાન થાય છે.
૨. અતિરિત્ઝા ને બદલે અવ્યતિòિાત્ પાઠ રાખીને અર્થ કર્યો છે.
૩.
જેમ કે- એક જ દંડ ઘટનું કારણ બને છે અને ગાયોને લાવવામાં કારણ બને છે વગેરે....આવો જે વ્યવહાર છે તે વિશિષ્ટ વ્યવહાર છે.