________________
૨૯૦
તત્ત્વાર્થ સૂત્ર પ્રત્યયથી જણાય છે અર્થાત્ દ્રવ્યરૂપ આકારો અનુવૃત્તિ પ્રત્યયથી જણાય છે. અને બીજા વિશેષરૂપ આકારો વ્યાવૃત્તિ પ્રત્યયથી જણાય છે. અર્થાત્ બીજા વિશેષો એ વ્યાવૃત્ત આકારવાળી બુદ્ધિથી જણાય છે. માટે તુલ્યાંશ (સામાન્ય) અને અતુલ્યાંશ(વિશેષ)થી ભિન્ન કોઈ દ્રવ્યાંશ નથી.
આ રીતે અન્યોએ કલ્પલ સામાન્ય અને વિશેષના આધારરૂપ અન્ય કોઈ દ્રવ્યાંશ નથી પરંતુ વસ્તુ જ સામાન્ય-વિશેષ ઉભયસ્વરૂપ છે.
દ્રવ્યવાદી - જો સામાન્યાંશ અને વિશેષાંશ સત્ હોય તો તેનો અવશ્ય આધાર હોવો જ જોઈએ.
ઉત્તર :- તારો આ તર્ક બરાબર નથી. કેમ કે તો તું જ વિચાર કે તે સામાન્ય અને વિશેષના આધારરૂપ જુદો દ્રવ્યાંશ કહ્યો છે તે તારા કલ્પેલા દ્રવ્યાંશનો આધાર કોણ છે? તે દ્રવ્યાંશ પણ સત્ છે તેનો આધાર કોણ છે ? જો તેના જવાબમાં એમ કહેવામાં આવે કે સર્વ દ્રવ્યનો આધાર આકાશ છે તો આ દ્રવ્યાંશનો આધાર આકાશ છે તો આકાશ આદિ સત્ છે તેનો આધાર કોણ છે ?
આથી સતુ હોય તેનો આધાર અવશ્ય હોવો જોઈએ એવું નથી. માટે સામાન્ય-વિશેષથી તેના આધારરૂપ જુદો કોઈ દ્રવ્યાંશ નથી એ સિદ્ધ થાય છે. વૈશેષિકે કલ્પલ દ્રવ્યાંશ છે નહિ. આ પ્રસંગથી સરો. આ ચર્ચાને અહીં પૂર્ણ કરીએ છીએ.
આ રીતે નિશ્ચિત થાય છે કે વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયસ્વરૂપ છે, આ નિરૂપણ બરાબર છે.
તેથી (વસ્તુ સામાન્ય અને વિશેષ ઉભય સ્વરૂપ હોવાથી) ક્યાંય કેવલ મૃતદ્રવ્ય એટલે માટીરૂપ દ્રવ્યનું જ ગ્રહણ થતું નથી.
હવે આપણે દ્રવ્યાસ્તિકે જે દલીલો કરી છે તેને ફરી આગળ વિચારીએ છીએ. (૩) સ્યાદ્વાદથી અભેદ પ્રત્યયની ઉપપત્તિ.. ... “આ અભેદ પ્રત્યય બ્રાન્ત નથી”....
સ્યાદ્વાદની પ્રક્રિયાથી તો તારી આ વાત પણ બરાબર છે કેમ કે સામાન્યાંશનું આલંબન છે. સામાન્યાંશના આલંબનથી અભેદ પ્રત્યય થાય છે. વસ્તુમાં સામાન્યાંશ અને વિશેષાંશ બંને છે. એટલે જ્યારે સામાન્યાંશનું ગ્રહણ થાય છે ત્યારે અભેદ પ્રત્યય થાય છે અને જ્યારે વિશેષાંશનું ગ્રહણ થાય છે ત્યારે ભેદપ્રત્યય થાય છે. માટે અભેદપ્રત્યય પણ થાય છે અને તે યુક્તિયુક્ત છે. તેથી અભેદનું જ્ઞાન ભ્રાન્ત નથી.
આથી સ્યાદ્વાદની પ્રક્રિયામાં બધું સારું છે, સર્વ દોષરહિત છે. આ રીતે દ્રવ્યાસ્તિકે કરેલું જે નિરૂપણ...
૧. પૃ ૨૬૩માં આપણે દ્રવ્યાસ્તિકે પૂર્વે આપેલા દોષો સ્યાદ્વાદપ્રક્રિયાથી વિચારી રહ્યા છીએ તેમાં ૧, ૨
વિચાર્યા.