________________
૨૮૨
તત્ત્વાર્થ સૂત્ર મતમાં આ બધા દોષો આવે છે. ઉપર બતાવ્યા મુજબ (૧) વિશેષ આકાશકુસુમવત થઈ જશે. (૨) અનુભવમાં વિરોધ આવશે.
માટે સામાન્યાંશ સહિત વિશેષ સ્વીકારવો જ જોઈએ.
એટલે જો તું એમ કહે કે સામાન્યાંશ નથી એવું અમે નથી કહેતા પરંતુ જ્ઞાનમાત્ર વિશેષનું જ થાય છે તે વાત બરાબર નથી. સામાન્યાંશ સહિત જ વિશેષનું જ્ઞાન થાય છે તે વાત બરાબર છે. બંનેના ગ્રહણમાં સંકર દોષ..
સામાન્ય નિરપેક્ષવિશેષ નથી અને વિશેષ નિરપેક્ષ સામાન્ય નથી. આમ જો તમે બંનેનું પ્રહણ થાય છે આવું માનશો તો ઇન્દ્રિય વિષય સંકર થશે. કારણ તમારા કહેવા મુજબ વસ્તુ સામાન્ય-વિશેષ-ઉભયાત્મક છે. તો ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જ્ઞાન પણ તેવું થશે માટે ઇન્દ્રિયવિષય સંકરદોષ આવશે. સંકરદોષનું નિવારણ
તમારું આ કહેવું બરાબર નથી. કેમ કે ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો જ્યારે સામાન્યાંશના ગ્રહણમાં વ્યાપાર હોય છે ત્યારે એ વિશેષ વિષયોને ગ્રહણ કરવામાં વ્યાપૃત હોતી નથી. કારણ કે ચક્ષુ આદિ ઇન્દ્રિયો જે જ્ઞાન કરી રહી છે તેનો ક્ષયોપશમ જ તેવા પ્રકારનો છે અર્થાત્ ઇન્દ્રિયોથી થતા જ્ઞાનનો રોકનાર ને મતિજ્ઞાનાવરણ અને ચક્ષુદર્શનાવરણ કર્મ છે તેનો ક્ષયોપશમ જ એવો છે જેનાથી બધી ઈન્દ્રિયો માત્ર સામાન્યનું જ્ઞાન કરવામાં જ વ્યાપારવાળી હોય છે પરંતુ એકબીજાના વિશિષ્ટ સર્વથા વિલક્ષણ અર્થગ્રહણમાં વ્યાપારવાળી હોતી નથી કેમ કે તે પ્રમાણે દેખાય છે. ઇન્દ્રિયો જ્યારે સામાન્યાંશનું જ્ઞાન કરતી હોય છે ત્યારે વિશેષાંશનું જ્ઞાન કરતી નથી.
પણ વસ્તુ તો સામાન્ય-વિશેષ ઉભયાત્મક જ છે....
સર્વ વસ્તુ પરસ્પર વિલક્ષણ જ છે તેથી સામાન્યાંશની સંભાવના પણ થઈ શકતી નથી. આવી શંકાના સમાધાનમાં કહે છે કેસામાન્યાંશની સિદ્ધિમાં યુક્તિ....
તમે જે સામાન્યાંશનો નિષેધ કરો છો પણ તે નથી જ એવું સિદ્ધ કરનાર કોઈ યુક્તિ છે જ નહિ. કેમ કે સામાન્ય એટલે સમાનતા સદશતા તો વિવક્ષિત વસ્તુ સર્વ પ્રકારે બીજી વસ્તુની સાથે અસદશ સ્વરૂપમાં રહે તો તે સત્ ન કહેવાય.
જો વસ્તુ સર્વ પ્રકારે અતુલ્ય હોય, કોઈ પણ પ્રકારની બીજી વસ્તુઓની સાથે સમાનતા ન હોય તો તે વંધ્યાપુત્રની જેમ અસતુ થશે. વંધ્યાપુત્ર કોના જેવો ? છે જ નહીં, કારણ કે તેવો પદાર્થ જ નથી. આથી વાસ્તવિક વંધ્યાપુત્ર છે જ નહિ. એવી રીતે આ કોઈ પણ વસ્તુ છે. તે કોઈક રીતે તો કોઈના જેવી હોય ને ? ત્યારે તો આ વસ્તુ છે એમ કહી શકાય. આથી વિવક્ષિત
૧. આ દોષ બરાબર બેસાડવાનો છે. જુઓ ૨-૧૮ સૂત્રની ભાષ્ય ટીકા.